Book Title: Mirate Ahemadi Athva Gujaratno Itihas
Author(s): Pathan Nizamkhan Nurkhan Vakil
Publisher: Pathan Nizamkhan Nurkhan Vakil
View full book text
________________
( [ ૨૮ ] દક્ષિણ અને અસીરગઢ ઉપર તેમજ મેવાડ અને તેની આસપાસના અધમઓ ઉપર ફતેહ મેળવી હતી.
સને ૮૪૫ હિજરીમાં અહમદાબાદ મુકામે કાળરૂપી કાસદ આવી પહોંચ્યો અને સદાકાળ રહેવાના સાર સરં. જામને અવિનાશી દેશ તરફ તાણી લઈ ગયો. ૮૪પ હિજરી અને માણેકચેકના જામાં કે જે જુમા મજીદ આગળ છે ત્યાં ભુમીદાઘ આપે.
સુલતાનને જન્મ–તારીખ ૧૦ છલહજની રાત્રે સને ૭૯૩ માં થયો હતો. પોતાની ઉમરના વીશ વર્ષે તખ્તઉપર બેઠો અને બત્રીશ વર્ષ, છ માસ અને બાવીસ દિવસ રાજ કર્યું. ને ઉમર બાવન વર્ષઉપર કેટલાક માસની હતી. શેખ રૂકનુદીન કોને શકરપીરને મુરીદ ( સેવક ) હતો, ન્યાય, આચાર વિચાર, પરોપકાર અને ઉદારતામાં સુલતાનની તે વખતે કોઈ જોડી નહોતી.
વાર્તા–એવું કહેવાય છે કે સુલતાન જમાઇએ જુવાનીના અભિમાનમાં અને સુલતાનની સગાઈના ગર્વમાં કોઈએક ગેરવ્યાજબી ખુન કર્યું હતું. સુલતાને તેને બાંધી કાજીની પાસે મોકલી દીધે. કાજી મરી ગએલાના વારસોને ૪૦ ઉંટ લઈ ખુ માફ કરવાનું ઠરાવી સુલતાનની આગળ લાવ્યો. સુલતાને કહ્યું કે–જે કે મરનારના વારસે બદલે લેવાને રાજી થયા છે પરંતુ તે હું કબુલ રાખી શકતો નથી ને મારે કબુલ રાખવું પણ ન જોઈએ કેમકે પિસાવાળો દંગ લોકો પોતાની સત્તાના ઉભરામાં આવી કેનાં વિનાકારણે ખુન કરશે, તે આ ઠેકાણે ખુનને બદલે આપવા કરતાં મારી નાખવો મને યોગ્ય લાગે છે. તેથી ખૂનીને બજાર વચ્ચે ખુનના બદલામાં શૂળીએ ચઢા ને તે એક રાત ને એક દીવસ લટકત ૨ . બીજે દિવસે હુકમ કરી તેને ઉતારી લઈ દાટી દીધો. આ દષ્ટાંત જોઈ રાજ્યના પ્રારંભથી તે અંતસુધી અમીરો અથવા સીપાઈઓમાંથી કોઈએ ગેરવ્યાજબી ખુન તરફ હિમ્મત કરી નહીં. ૪
૪ રૂકનુદદીન કાને શકર અને ભાષાંતર કર્તા એજ કુટુંબ ફારૂકીના છે એ પીરની કબર પાટણશહેરમાં છે, તેમજ હિંદુસ્તાનને ફારૂકીએ શાહ ફરખ કાબુલીની કેડવા છે કે જે સુલતાન મેડમુદ ગઝન્વીના ભાણેજ થતા હતા,