Book Title: Mirate Ahemadi Athva Gujaratno Itihas
Author(s): Pathan Nizamkhan Nurkhan Vakil
Publisher: Pathan Nizamkhan Nurkhan Vakil
View full book text
________________
[ રર ] તેની સત્તાને સ્વાધિન થયા, અને પ્રથમ મૃત્યુની દિલગીરી અને ત્યાર પછી સંતવસ્તુના વચન બેલ્યા. ખાન દરેકને દિલાસો દઈ પોતાની રાજધાની તરફ તેઓની સાથે ગયો. કહે છે કે તે દિવસથી ખાન પિતાના છેલ્લા કાળ સુધી રહેતા હતા.
હવે દહાડે દહાડે દિલ્હીની રાજ્યસત્તાં ફીરોઝશાહના વંશમાં નિર્બળ થતી ગઈ તે એટલે સુધી કે તેઓમાંનો કોઈ પણ રહ્યો નહીં, અને ઇકબાલખાન ખિઝરખાનની સાથે લડતાં માર્યા ગયે, ત્યારે દરબારીઓ અને રાજ્ય કારભારીઓએ ઝફરખાનને અરજ કરી કે, ગુજરાત દેશનો બંદોબતઅને સત્તાની મજબૂતી બાદશાહતનો દબદબા અને દબાણ શિવાય ટકી શકે તેમ નથી, અને હાલ એ કામને લાયક આપ ધણીશિવાય બીજો કોઈ જણાતું નથી. આ શુભેચ્છકોની માગણી કબલ રાખી, સુલતાન મુહમ્મુદશાહના મૃત્યુ પછી ત્રણ વર્ષ ને સાત મહીને સને ૮૧૦ હિજરીમાં ઝફરખાન શેરપુરમાં તખ્તઉપર બિરાજમાન થયે અને તે મુઝફફરશાહ નામ ધારણ કર્યું અને સિકકે તથા ખત પોતાના નામના કર્યા. પિતાના પૌત્ર એહમદખાનને પાટવી કુંવર ઠરાવી પિતે ન્યાય અને બંદે બસ્તમાં રોકાયો. તે મુસલમાની ધમી ફેલાવવાની ગોઠવણ કરત અને રાજકોહી લેકેને નાશ કરવામાં ગુંથાયો. તે એટલે સુધી કે, સુલતાન મુહમ્મદ તાતારખાંને દીક એહમદખાં કે જે, મુઝફફરશાહને પાત્ર હતો, અને આઠસોમાં... આ વનને મિરાતે સિકંદરીએ ભરૂસાલાયક ગળ્યું છે કે અસાવલ કસબાના કળીઓ સત્તાના સામા થયા હતા, અને લુટફાટનો ધંધો ચાલુ કર્યો હતો તે વખતે સુલતાન મુઝફફરે પોતાના પૌત્ર એહમદખાને ભારે સન્યા સાથ તેઓ સામે રવાને કર્યો કે જેથી કરી તે લોકોને શિક્ષા થાય, હવે એહમદખાએ પાટણ શેહેર બહાર નિકળી સરોવર ઉપર ઉતારો કર્યો અને મોલવીઓને બોલાવી પ્રશ્ન કર્યો કે હાલના મોલવીઓ આ બાબતમાં કહે છે કે જે કેઈએ કેઈના બાપને વગરવાકે મારી નાખ્યો હોય તો તેને દીકરે તેને બદલે લઈ શકે છે, સઘળાએ કહ્યું
૧ શુરવાર અને ઈદ વિગેરેની નમાજ વખતે અધ્યક્ષ બાદશાહના કલ્યાણનાં જે વચન ઉચ્ચારે છે તે. ૨ આ ઠેકાણે ફારસી પુસ્તકમાં કંઈ રહી ગયું છે કેમકે વાક્ય રચના કરી આપે છે.