Book Title: Mirate Ahemadi Athva Gujaratno Itihas
Author(s): Pathan Nizamkhan Nurkhan Vakil
Publisher: Pathan Nizamkhan Nurkhan Vakil
View full book text
________________
[ ૧૮ ] કૃપાને પામ્યો.
ગ્યાસુદ્દીન તુગલકના દીકરા સુલતાન મુહમ્મદનું રાજ.
સુલતાન મુહમ્મદ (ગ્યાસુદીન તુગલકને દીકરો) તH ઉપર બેઠો. આ બાદશાહે ઘણી તિક્ષણ બુદ્ધિને લીધે ઘણી વિવાઓ સંપાદન કરી હતી. ઘણું ઘણું ઉચા અને લાંબા ખ્યાલ બાંધતો હતો. જે વિષે ઇતિહાસના પુસ્તકોમાં પુરેપુરું લખેલું છે અને નવાઈજેવા દાવાઓ તેણે કરેલા. મલેક નામને શમ્સ જેને ભાન નામ ખાનજહાં નાયબ બખત્યાર મળેલું હતું. તે જાતે ઢાઢી ગયો હતો ને ગુજરાતને સુ તેને ઠરાવ્યો હતો. ગુજરાતના રૌયકા અમીરોએ તેને લુંટી લીધે અને મલેક એકલો નાસી પાટણમાં આવ્યો. સુલતાનને એની ખબર થએથી ઘણે રોષે ભરાઈ લશ્કર લઈ ગુજરાત ઉપર ચઢો, બે વર્ષ ગુજરાતમાં રહી ગીરનારસુધી ચોખું કરી નાખ્યું. કચ્છને રાજા ખેંગાર સેવામાં હાજર થયે; પાછા ફરતી વખતે નિઝામુલમુકને ગુજરાતનો સુબો ની; રસ્તામાં સુલતાન માં થયો, થોડા દહાડામાં કાળને કાસદ આવી પહોંચ્યો અને દુનિયાથી દૂચ કરી ગયે.
દાહરે, પદવી પામેલ અરસલાં, મસ્તક ઘસ આકાશ;
મૃત્યુ પામ્યા અરસલાં, ધૂળ દટાઈ લારા. મુહમ્મદશાહ તુગલકનું રાજ ર૭ વરસ રહ્યું. સુલતાન ફીઝ ( સુલતાન મુહમ્મદના પિત્રાઈ)નું રાજ.
મુસલમાનોને એકસંપ, જાતે ખરો વારસ અને સુલતાન મુહમ્મુદની વિરૂદ્ધતાથી મેહરમ માસની ચાથી તારીખ અને ઉપર હિજરીમાં સુલતાનફીરોઝ તખ્તઉપર બેઠે અને રાજ્યકારભાર, બાદશાહત બંબસ્ત, રાજ્યને ઘટતા કાયદાઓ, ધર્મની રક્ષા અને કાયદા ધારાઓ જેની જરૂર હતી તે સઘળા બાંધ્યા, અને ઘણે ઠેકાણે તે ઉત્તેહ પામે. જ્યારે સુલતાન નગરકેટની ફતેહ પછી ગુજરાતમાં આવ્યું ત્યારે ઝફરખાનને સુબે ઠરાવી નિઝામુલમુલ્કને બરતરફ કર્યો અને સને ૭૭૩ માં ઝફરખાન ગુજરાતમાં મૃત્યુ પામ્યા. તેને દીકરો પિતાના બાપનું માન પામ બાપની જગ્યાએ નિમાયા.