Book Title: Mirate Ahemadi Athva Gujaratno Itihas
Author(s): Pathan Nizamkhan Nurkhan Vakil
Publisher: Pathan Nizamkhan Nurkhan Vakil
View full book text
________________
[ ૧૮ ] . સુલતાનના રાજ્યની સમાપ્તિ થયા કેડે ૪૦ વર્ષે લખાયો છે તેમાં તે લોકોના રાજ્યની હકીકત રાજ્યના અંત સુધીની પૂર્ણ છે; પરંતુ વચનનો મોહ અને વાર્તાના સાંધણને વાસ્તે કે રખે તે કંઈ ભંગ થાય, તેથી થોડું થોડું દરેકના રાજના વર્ણનમાં દર્શાવવામાં આવ્યું છે, અને આ બધું વર્ણન છે, જેને સવિસ્તાર જોઈએ તે મજકુર પુસ્તકને વાંચે.
એ લોકોમાંથી મુસલમાની ધર્મમાં પહેલો પવિત્ર થનાર પૂરૂષ સાધારણ એટલે વજહલમુક, ટાંક જાતને રજપુત હતો અને તેમનું મૂળ કૂળ ક્ષત્રી છે, અને તેમની વંશાવળી શ્રી રામચંદ્રજીને પહોંચે છે કે જેમને હિંદુઓ પ્રભુ માની પુજે છે, ટાંક અને કલાના મુસલમાન થવાનું વર્ણન અને એ શબ્દની મૂળ ઉત્પત્તિ ગુજરાતના ઇતિહાસમાં પુરી લખેલી છે. આ લઘુ પુસ્તકમાં તેનો સમાવેશ લંબાણ થઈ જાય છે.
જ્યારે દિલ્લીની બાદશાહનનો વખત સન ૭૦૦ માં ગ્યાસુદ્દીન તુગલકના પિત્રાઈ ભાઈ ફીરોઝશાહનો આવ્યો તે વખત વહુલમુકની અમીરીને વૈભવ ઘણો વધ્યો, અને સને ૭૯૨ હિજરી. ૭૨ માં નિઝામ મુઝફર કે જેને રાસ્તીખાનનું માનનામ મળેલું હતું તેના રાજ્યવિરૂદ્ધ, જુલમી તથા પાપી કારકિર્દીની ખબર દરબારમાં પહોંચી. એ અમલદારને ગુજરાતના દેશની હુકુમત સોંપેલી હતી. રબીઉલ અવ્વલ માસની બીજી તારીખે મજકુર સનમાં-સુલતાને ઝફરખાનને આઝમ હુમાયુ (એટલે મોટો પ્રતાપી) એ માનનામ આપ્યું, અને રાતો પડદો કે જે મોટી બાદશાહી માનભરેલી બક્ષીશ છે તે આપી રાસ્તીખાનને બોધ આપવા ગુજરાત ઉપર નિમ્યો. મજકુર ખાનબહાદુરે દિલીથી કુચ કરી ખાસ બાદશાહી હોજ (સરેવર) ઉપર તંબુ તાણ પડાવ કર્યો, મજકુર મહીનાની ચોથી તારીખે સુલતાન મુહમ્મદશાહે વિદાય કરવા આવી ખાન આઝમ હુમાયુને છેલ્લો વિદાય કર્યો, અને તાતારખાનને પિતાનો દીકરે. કરી હુજુરમાં રાખ્યો. કેટલીક મજલ ગયા પછી ખબર થઈ કે તાતારખાનની સ્ત્રીએ એક સુલક્ષણ પુત્રને જન્મ આપે અને તેનું નામ એહમદ રાખ્યું છે. કુચપર કુચ કરી ચાલવા માંડ્યું અને જ્યારે નાગર શહેરમાં પહોંચે ત્યારે ત્યાં આગળ
૧ અવકાશ મળશે તે તેનું પણ ભાષાંતર થવામાં સંદેહ નથી. ૨ વોક્લાયાં. ૩ એ પુર્વે થનાર સુલતાન એહમદ. (એહમદાબાદ વસાવનાર)