________________
૬
લલિતવિસ્તરા ભાગ-૩
લાવે છે, જેથી વીતરાગતાના ગુણને સ્પર્શનારું તેઓનું મતિજ્ઞાનના ઉપયોગરૂપ ચિત્ત બને છે અને તે ચિત્ત પ્રશસ્ત સમાધિરૂપ છે; કેમ કે તે મતિજ્ઞાનનો ઉપયોગ વીતરાગભાવમાં લીન થવાને અનુકૂળ છે અને તેવા ચિત્તની ઉત્પાદક અરિહંતની પ્રતિમા છે, માટે પ્રતિમાને ચૈત્યો કહેવાય છે, તેથી જે વિવેકી સાધુને કે શ્રાવકને ચૈત્ય શબ્દના અર્થનો બોધ છે તેઓ જિનપ્રતિમાને જોઈને દેવતાઓથી પણ પૂજાતા વીતરાગ સર્વશ એવા તીર્થંકરોનું સ્મરણ કરાવનાર આ જિનપ્રતિમા છે તે પ્રકારે પ્રતિસંધાન કરે છે અને તેઓનાં વંદન, પૂજન, સત્કાર, સન્માન માટે હું આ કાયોત્સર્ગ કરું છું એ પ્રકારનું પ્રતિસંધાન કરે છે. કાયોત્સર્ગ કરનારના વિશેષણનો અર્થ સ્પષ્ટ કરે છે –
જેઓ કાયાના ત્યાગને યોગ્ય શરીરનું સંસ્થાન કરે છે અને તેના અપવાદ માટે અન્નત્થ સૂત્ર બોલે છે અને ત્યારપછી તે મર્યાદા અનુસાર કાયાને સ્થિર કરવી, વચનથી મૌન રહેવું અને મનથી કાયોત્સર્ગમાં બોલાતા સૂત્રના અર્થ સાથે પ્રતિસંધાન કરવું તે ક્રિયાને છોડીને મન-વચન-કાયાની અન્ય સર્વ ક્રિયાનો પરિત્યાગ કરે છે અને તે રીતે કાયોત્સર્ગ કરવા માટે પ્રતિસંધાન કરે છે કે અરિહંતનાં વંદન, પૂજન, સત્કાર, સન્માન માટે હું આ પ્રકારનો કાયોત્સર્ગ કરું છું.
અહીં શંકા થાય કે કાયાનો ઉત્સર્ગ કરું છું, તેની પૂર્વે ‘અરિહંત ચૈત્યોના' એ પ્રકારનો શબ્દ છે, તેથી અરિહંત ચૈત્યોનો કાઉસ્સગ્ગ કરું છું તેમ પણ યોજન થાય, તેનો ઉત્તર આપે છે તેમ યોજન નથી, પણ અરિહંત ચૈત્યોનાં વંદન, પૂજન આદિ નિમિત્તે હું કાઉસ્સગ્ગ કરું છું તેમ યોજન છે તેથી ‘અરિહંત ચૈત્યોના વંદન નિમિત્તે હું કાઉસ્સગ્ગ કરું છું' એ અર્થ છે તેનાથી એ પ્રાપ્ત થાય કે અરિહંતની સન્મુખ ગમનરૂપ અભિવાદન છે અને તે વંદન શબ્દનો અર્થ છે, તેથી અરિહંતના ગુણોને સ્પર્શે તે રીતે પ્રશસ્ત કાયા, વાણી અને મનની પ્રવૃત્તિ વંદન શબ્દનો અર્થ છે, તેથી અરિહંતના ગુણોને સ્પર્શે તેવી મન-વચન-કાયાની પ્રવૃત્તિનું જે ફળ થાય છે તે ફળ મને પ્રસ્તુત કાયોત્સર્ગથી પ્રાપ્ત થાવ, એ પ્રકારે પ્રસ્તુત સૂત્રથી સાધુ આદિ પ્રતિસંધાન કરે છે એ રીતે અરિહંતના પૂજનનું જે ફળ થાય છે તે મને પ્રસ્તુત કાયોત્સર્ગથી થાવ અને અરિહંતના સત્કારથી જે ફળ પ્રાપ્ત થાય તે મને પ્રસ્તુત કાયોત્સર્ગથી પ્રાપ્ત થાવ, અને અરિહંતના સન્માનથી જે ફળ પ્રાપ્ત થાય તે મને પ્રસ્તુત કાયોત્સર્ગથી પ્રાપ્ત થાવ, આ પ્રકારનું પ્રતિસંધાન કરવાથી એ પ્રાપ્ત થાય કે લોકોત્તમ પુરુષનાં વંદન, પૂજન, સત્કાર અને સન્માન દ્વારા ભક્તિની વૃદ્ધિ થાય છે અને તે ભક્તિની વૃદ્ધિ લોકોત્તમ પુરુષતુલ્ય થવામાં બાધક કર્મોના નાશનું કારણ છે અને લોકોત્તમ પુરુષની તુલ્ય કંઈક કંઈક ગુણો પોતાનામાં પ્રગટ કરવાનું કારણ છે અને તેવું ફળ પ્રસ્તુત કાયોત્સર્ગથી મને થાવ, એ પ્રકારે પ્રતિસંધાન કરવાથી કાયોત્સર્ગકાળમાં ચિત્ત લોકોત્તમ પુરુષને અભિમુખ અભિમુખતર થાય તેવી પરિણતિવાળું બને છે, જેમ પ્રતિનિયત સ્થાનમાં જવાના સંકલ્પવાળો પુરુષ તે સંકલ્પના બળથી તે દિશાને અભિમુખ જ ગમનની પ્રવૃત્તિ કરે છે તેમ દૃઢ પ્રણિધાનપૂર્વક અરિહંત ચેઇયાણં સૂત્રથી જેઓ સુહતુ નટની જેમ તે પ્રકારનું પ્રતિસંધાન કરે છે તેઓનું ચિત્ત કાયોત્સર્ગકાળમાં જે નવકારનું સ્મરણ કરે છે તેના દ્વારા પણ લોકોત્તમ પુરુષ પ્રત્યેના આદરના અતિશયને અનુરૂપ જ પરિણતિવાળું થાય છે અને કાયોત્સર્ગમાં બોલાતા પંચ પરમેષ્ઠિનું સ્વરૂપ પણ હેતુ-ફલ ભાવથી લોકોત્તમ પુરુષ સાથે જ જોડાયેલ છે, તેથી તે