________________
ભગવઈ-૧/-I૭૮૦ આશ્રીને ઉત્પન્ન છે. જેમ ઉત્પમાન અને ઉદ્વર્તમાન વિષે ચાર દડક કહ્યા તેમ ઉત્પન અને ઉકત સંબંધે પણ ચાર દંડક કહેવા. સર્વ ભાગવડે સર્વ ભાગને આશ્રીને ઉપપન સર્વ ભાગવડે એક ભાગને આશ્રીને આહાર' અને સર્વ ભાગવડે સર્વ ભાગને આશ્રીને આહાર' એ અભિલાષવડે ઉપપન અને ઉદ્ધત વિષે પણ જાણવું. હે ભગવનું ! નરયિકોમાં ઉપજતો નૈરયિક શું અર્ધભાગવડે અધ ભાગને, અર્ધ ભાગવડે સર્વ ભાગને, કે સર્વ ભાગવડે અધ ભાગને, કે સર્વભાગવવડે સર્વ ભાગને આશ્રીને ઉત્પન્ન થાય ! હે ગૌતમ ! જેમ પ્રથમ સાથે આઠ દડક કહ્યા. તેમ અર્ધની સાથે પણ આઠ દડક કહેવા. વિશેષ એ કે, જ્યાં એક ભાગવડે એક ભાગને આશ્રીને ઉત્પન્ન થાય' એવો પાઠ આવે ત્યાં અર્ધ ભાગવડે અર્ધ ભાગને આશ્રીને ઉત્પન્ન થાય” આ પાઠ કહેવો, માત્ર એટલો જ ભેદ છે. અને એ બધા મળીને દંડક થયા છે.
[૧] હે ભગવન્! શું જીવ વિગ્રહગતિને પ્રાપ્ત છે? કે અવિગ્રહગતિને પ્રાપ્ત છે? હે ગૌતમ ! તે કદાચ વિગ્રહતિને પ્રાપ્ત છે. અને કદાચ અવિગ્રહગતિને પ્રાપ્ત છે એ પ્રમાણે યાવત-વૈમાનિકો સુધી જાણવું. હે ભગવન ! શું જીવો વિગ્રહગતિને પ્રાપ્ત છે કે
અવિગ્રહગતિને પ્રાપ્ત છે ? હે ગૌતમ! જીવો વિહાયોગતિને પ્રાપ્ત છે અને અવિગ્રહવિહાયોગતિને પણ પ્રાપ્ત છે. હે ભગવન ! શું નૈરયિકો વિગ્રહગતિને પ્રાપ્ત છે કે અવિગ્રહગતિને પ્રાપ્ત છે? હે ગૌતમ! તે બધાય અવિગ્રહગતિને પ્રાપ્ત છે. અથવા ઘણા અવિગ્રહગતિને પ્રાપ્ત છે અને એકાદ વિગ્રહગતિને પ્રાપ્ત છે. અથવા ઘણા અવિગ્રહગતિને પ્રાપ્ત છે. અને ઘણા વિગ્રહગતિને પ્રાપ્ત છે. એ પ્રમાણે સર્વત્ર ત્રણ ભાંગા જાણવા. માત્ર એકેંદ્રિયમાં ત્રણ ભાંગ ન કહેવા.
[૨] હે ભગવન્! મોટી ઋદ્ધિવાળો, મોટી યુતિવાળો, મોટી કીર્તિવાળો, મોટા બળવાળો, મોટા સામર્થ્યવાળો અને મરણ સમયે વતો મહેશ નામનો દેવ શરમને લીધે, ધૃણાને લીધે, પરિષહને લીધે, કેટલાક કાળ સુધી આહાર કરતો નથી. પછી આહાર કરે છે અને લેવાતો આહાર પરિણત પણ થાય છે, અને છેવટ તે દેવનું આયુષ્ય સર્વથા નષ્ટ થાય છે, તેથી તે દેવ જ્યાં ઉત્પન્ન થાય થાય છે ત્યાંનું આયુષ્ય અનુભવે છે. તો હે ભગવનું! તે ક્યું આયુષ્ય જાણવું. - તિર્યંચયોનિકનું આયુષ્ય જાણવું. કે મનુષ્યનું આયુષ્ય જાણવું. હે ગૌતમ! તે મહર્વિક દેવનું મર્યા પછી મનુષ્યનું આયુ જાણવું.
[૮૩) હે ભગવન્! ગર્ભમાં ઉત્પન્ન થતો જીવ શું ઈદ્રિયવાળો કે ઈદ્રિયવિનાનો ઉત્પન્ન થાય ? હે ગૌતમ ! ઈદ્રિયવાળો અને ઈતિવિનાનો પણ ઉત્પન્ન થાય છે ભગવન્! તેનું શું કારણ? હે ગૌતમ! દ્રવ્યેન્દ્રિયની અપેક્ષાએ ઈદ્રિય વિનાનો અને ભાવ ઈદ્રિયની અપેક્ષાએ ઈકિયાવાળો ઉત્પન્ન થાય. માટે હે ગૌતમ તે કારણથી પૂર્વ પ્રમાણે કહ્યું છે હે ભગવન્! ગર્ભમાં ઉપજતો જીવ શું શરીરવાળો કે શરીરવિનાનો ઉત્પન્ન થાય. હે ગૌતમ ! શરીરવાળો અને શરીરવિનાનો પણ ઉત્પન્ન થાય. હે ભગવનું ! તેનું શું કારણ ? હે ગૌતમ દારિક વૈક્રિય અને આહારક સ્કૂલ-શરીરોની અપેક્ષાએ શરીરવિનાનો અને સૂક્ષ્મ, તૈજસ તથા કામણ શરીરની અપેક્ષાએ શરીરવાળો ઉત્પન્ન થાય. હે ગૌતમ! એ કારણથી પૂર્વ પ્રમાણે કહ્યું છે. હે ભગવન! જીવ ગર્ભમાં ઉત્પન્ન થતાં વેંત જ શું ખાય છે? હે ગૌતમ! પરસ્પર એક બીજામાં મળેલું માતાનું આર્તવ અને પિતાનું વીર્ય, તેને તે જીવ ગર્ભમાં ઉત્પન્ન થતાંવેંતજ ખાય છે. હે ભગવન્! ગર્ભમાં ગયો છતો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org