________________
શતક-૧, ઉદેસોબાંધે, પછી તે પુરુષ અપાર, તરી ન શકાય તેવા, અને માથોડા કરતાં વધારે ઉંડા પાણીમાં પ્રવેશ કરે. તો હે ગૌતમ ! તે પુરુષ તે પાણીની ઉપરના ભાગમાં રહે? હા, રહે એ રીતે લોકની સ્થિતિ આઠ પ્રકારની કહી છે, યાવતુ-જીવોને કર્મોએ સંઘરેલા છે.
[૭૭] હે ભગવન્! જીવો અને પુગલો પરસ્પર સંબદ્ધ છે. પરસ્પર વધારે સંબદ્ધ છે. પરસ્પર એકબીજા મળી ગયેલા છે, પરસ્પર સ્નેહ ચિકાશથી પ્રતિબદ્ધ છે અને પરસ્પર ઘટ્ટ થઈને રહે છે? હે ગૌતમ! હા, હે ભગવન્! તેમ કહેવાનું શું કારણ હે ગૌતમ! જેમ કોઈ એક પાણીનો ઝરો છે અને પાણીથી ભરેલો, પાણીથી છલોછલ ભરેલો, પાણીથી છલકાતો, પાણીથી વધતો છે તથા તે ભરેલા ઘડાની પેઠે રહે છે. હવે તે ઝરામાં કોઈ પુરુષ એક મોટી, સો નાના કાણાવાળી, સો મોટા કાણાવાલી નાવ નાખે. તે નાવ તે કાણાઓથી ભરાતી, વધારે ભરાતી, છલકાતી, પાણીથી વધતી થાય? અને તે ભરેલા ઘડાની પેઠે રહે? હા રહે તે હેતુથી યાવતુ-જીવો પૂર્વ પ્રમાણે રહે છે'
[૩૮] હે ભગવન્! હંમેશાં સૂક્ષ્મ સ્નેહકાય,અપ્લાય માપપૂર્વક પડે છે? હે ગૌતમ! હા, પડે છે. ભગવાનું! શું તે ઉંચે પડે છે, નીચે પડે છે, કે તીરછે પડે છે? હે ગૌતમ! તે ઉંચે પણ પડે છે. નીચે પણ પડે છે અને તીરછે પણ પડે છે. હે ભગવન્! તે સૂક્ષ્મ અપ્લાય આ સ્થૂલ અપ્લાયની પેઠે પરસ્પર સમાયુક્ત થઈને લાંબા કાળ સુધી રહે? હે ગૌતમ! એ અર્થ સમર્થ નથી- તે અપકાય શીઘ્રજ નાશ પામે છે. એ પ્રમાણે છે, હે ભગવનું તે એ પ્રમાણે છે. એમ કહી યાવતુ વિહરે છે. | શતકઃ ૧-ના ઉદ્દેશા નીમુનિદીપરત્નસાગરે કરેલ ગુર્જરછાયાપૂર્ણ |
( ઉદ્દેશક-૭-). [૩૯] હે ભગવન્! નૈરયિકોમાં ઉપજતો નૈરયિક શું એક ભાગવડે એક ભાગને, એક ભાગવડે સર્વ ભાગને, સર્વ ભાગ વડે એક ભાગને કે સર્વ ભાગવડે સર્વ ભાગને આશ્રીને ઉત્પન્ન થાય? હે ગૌતમ ! તે એક ભાગવડે એક ભાગને, એક ભાગવડે સર્વ ભાગને, અને સર્વ ભાગવડે એક ભાગને આશ્રીને ઉત્પન્ન ન થાય. પરંતુ સર્વ ભાગવડે સર્વ ભાગને આશ્રીને ઉત્પન્ન થાય, જેમ નૈરયિક વિશે કહ્યું તેમ વૈમાનિક સુધી જાણવું.
[20] હે ભગવન્! નૈરયિકોમાં ઉપજેલો નૈરયિક શું એક ભાગવડે એક ભાગને, એક ભાગવડે સર્વ ભાગને, સર્વ ભાગવડે એક ભાગને, કે સર્વ ભાગવડે સર્વ ભાગને આશ્રી આહાર કરે ? હે ગૌતમ ! તે એક ભાગવડે એક ભાગને. એક ભાગવડે સર્વભાગને આશ્રીને આહાર ન કરે. પણ સર્વ ભાગવડે એક ભાગને, સર્વ ભાગવડે સર્વ ભાગને આશ્રીને આહાર કરે અને એ પ્રમાણે વૈમાનિક સુધી જાણવું. હે ભગવનું ! નૈરયિકોથી ઉદ્વર્તતો નૈરયિક શું એક ભાગવડે એક ભાગને આશ્રીને ઉદ્વર્તે ? ઇત્યાદિ પૂછવું. હે ગૌતમ ! જેમ ઉત્પધમાન વિષે કહ્યું તેમ ઉદ્વર્તમાન વિષ પણ દંડક કહેવો. હે ભગવન્! નૈરયિકોથી ઉદ્વર્તમાન નેરયિક શું એક ભાગવડે એક ભાગને આશ્રીને આહાર કરે ? હે ગૌતમ! પૂર્વ પ્રમાણે જાણવું. યાવતુ-સર્વભાગવડે એક દેશને, અને સર્વ ભાગવડે સર્વને આશ્રીને આહાર કરે તથા એ પ્રમાણે વૈમાનિકો સુધી જાણવું. હે ભગવનું ! નરયિકોમાં ઉત્પન્ન નૈરયિક શું એક ભાગવડે એક ભાગને આશ્રીને ઉત્પન્ન છે? ઇત્યાદિ પૂછવું. હે ગૌતમ! એ દંડક પણ તેજ પ્રમાણે જાણવો. યાવતુ-સર્વ ભાગ વડે સર્વ ભાગને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org