________________
શતક-૧, ઉદ્દેસો-૬
૨૯
[૭૦] હે ભગવન્ ! લોકનો અંત અલોકના અંતને સ્પર્શે, અલોકનો પણ અંત લોકના છેડાને સ્પર્શે ? હા, ગૌતમ ! લોકનો છેડો અલોકના છેડાને સ્પર્શે અને અલોકનો પણ અંત લોકના છેડાને સ્પર્શે. હે ભગવન્ ! જે સ્પર્શાય છે તે શું સ્પૃષ્ટ છે ? હે ગૌતમ ! નિયમપૂર્વક છએ દિશામાં સ્પર્શાય છે હે ભગવન્ ! બેટનો છેડો સમુદ્રના છેડાને સ્પર્શે ? સમુદ્રનો છેડો પણ બેટના છેડાને સ્પર્શે ? હા, યાવનિયમ છ એ દિશામાં સ્પર્શે. એ પ્રમાણે અભિલાપવડેપાણીનો છેડો વહાણના છેડાને સ્પર્શે, છિદ્રનો છેડો વસ્ત્રના છેડાને સ્પર્શ ? અને છાયાનો છેડો તડકાના છેડાને સ્પર્શે ? હે ગૌતમ ! યાવ-નિયમે છએ દિશામાં સ્પર્શે.
[૭૧] હે ભગવન્ ! જીવો દ્વારા પ્રાણાતિપાત ક્રિયા કરાય છે ? હા, કરાય છે. હે ભગવન્ ! જે ક્રિયા કરાય છે તે શું સ્પષ્ટ છે ? કે અસ્પૃષ્ટ છે ? હે ગૌતમ ! યાવત્નિર્વ્યાઘાતવડે છએ દિશાને, વ્યાઘાતને આશ્રીને કદાચ ત્રણ દિશાને, કદાચ ચાર દિશાને અને કદાચ પાંચ દિશાને સ્પર્શે છે. હે ભગવન્ ! જે ક્રિયા કરાય છે ! તે શું કૃત છે ? કે અમૃત છે ? હે ગૌતમ ! તે ક્રિયાકૃત છે. પણ અકૃત નથી. હે ભગવન્ ! જે ક્રિયા કરાય છે તે શું આત્મકૃત છે ? પરકૃત છે ! કે ઉભયકૃત છે ? હે ગૌતમ ! તે ક્રિયા આત્મકૃત છે. પણ પરકૃત કે તદુભયકૃત નથી. હે ભગવન્ ! જે ક્રિયા કરાય છે ? તે અનુક્રમપૂર્વક કૃત છે ? કે અનુક્રમ સિવાયકૃત છે ? હે ગૌતમ ! તે અનુક્રમપૂર્વક કૃત છે. પણ અનુક્રમ સિવાય કૃત નથી, વળી જે કૃત ક્રિયા કરાય છે ? અને કરાશે તે બધી અનુક્રમપૂર્વક કૃત છે. પણ અનુક્રમ સિવાય કૃત નથી એમ કહેવાય. હે ભગવન્ ! નૈરયિકોદ્વારા પ્રાણાતિપાત ક્રિયા કરાય છે ? હે ગૌતમ ! હા, કરાય છે. હે ભગવન્! જેક્રિયા કરાય છે તે શું સ્પષ્ટ છે ? કે અસ્પષ્ટ છે ? હે ગૌતમ ! યાવનિયમે છએ દિશામાં કરાય છે હે ભગવન્ ! જે ક્રિયા કરાય છે ? તે શું કૃત છે ? કે અકૃત છે ? હે ગૌતમ તે પૂર્વ પ્રમાણે જાણવું. યાવત્-તે અનુક્રમ સિવાય કૃત છે એમ ન કહેવાય. નૈરયિકોની પેઠે એકેંદ્રિય સિવાયના યાવત્-વૈમાનિક સુધીના બધા જીવો કહેવા. અને જીવોની પેઠે એકેંદ્રિયો કહેવા. પ્રાણાતિપાતની ક્રિયા પેઠે મૃષાવાદ, અદત્તાદાન, મૈથુન, પરિગ્રહ, ક્રોધ અને યાવમિથ્યાદર્શનશલ્ય સુધી જાણવું. અને એ પ્રમાણે એ અઢાર પાપસ્થાન વિષે ચોવીશ દંડક કહેવા. હે ભગવન્ ! તે એ પ્રમાણે છે, તે એ પ્રમાણે છે, એમ કહી ભગવં મહાવીરને નમીને યાવત્ વિહરે છે.
[૭૨] તે કાલે, તે સમયે શ્રમણ ભગવંત મહાવીરના શિષ્ય રોહ નામના અનગાર હતા, જેઓ સ્વભાવે ભદ્ર, કોમળ, વિનયી, શાંત, ઓછા ક્રોધ-માન-માયા- અને લોભવાળા, અત્યંત નિરભિમાની, ગુરુને આશરે રહેનારા, કોઇને સંતાપ ન કરે તેવા અને ગુરુભક્ત હતા. તે રોહ નામના અનગાર પોતે ઉભડક રહેલા, નીચે નમેલ મુખવાળા, ધ્યાનરૂપ કોઠામાં પેઠેલા તથા સંયમ અને તાપ વડે આત્માને ભાવતા શ્રમણ ભગવંત મહાવીરની આજુબાજુ વિહરે છે. પછી તે રોહ નામના અનગાર જાતશ્રદ્ધ થઇ યાવત્પર્યુપાસના કરતા આ પ્રમાણે બોલ્યા ઃ- ભગવન્ ! પહેલો લોક છે અને પછી અલોક છે ? કે પહેલો અલોક છે ? અને પછી લોક છે ? હે રોહ ! લોક અને અલોક, એ પહેલો પણ છે અને પછી પણ છે. એ બન્ને પણ શાશ્વતા ભાવ છે. હે રોહ ! એ બેમાં ‘અમુક પહેલો અને અમુક પછી’ એવો ક્રમ નથી. હે ભગવન્ ! જીવો પહેલા છે ? અને અજીવો પછી છે ? કે પહેલા અજીવો છે અને પછી જીવો છે ! હે રોહ ! જેમ લોક અને અલોક વિષે કહ્યું તેમ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org