________________
૨૮
ભગવાઈ -૧/પ/૭ લોભોપયુક્ત પણ છે. એ પ્રમાણે પૃથિવી- કાયિકોને બધાય પણ સ્થાનોમાં અભંગક છે. વિશેષ એકે-તેજલેશ્યામાં એશી એંશી ભાંગ કહેવા. એ પ્રમાણે અપ્લાય પણ જાણવો. તથા તેજસ્કાય અને વાયુ- કાયને પણ સર્વસ્થાનોમાં અભંગક છે. વળી વનસ્પતિકાયિકો પણ પૃથિવીકાયિકની પેઠે જાણવા.
[૬૮] જે સ્થાનોવડે નૈરયિકોને એસી ભંગા છે તે સ્થાનો વડે બેઈદ્રિય, તેઈટિંય અને ચઉરિંદ્રિય જીવોને પણ એંસી ભાંગા છે, વિશેષ એકે, નીચે લખેલા ત્રણ સ્થાનમાં પણ તે જીવોને એંશી ભાંગા થાય છે, તે ત્રણ સ્થાનો - સમ્યકત્વ, અભિનિબોધિકજ્ઞાન અને શ્રુતજ્ઞાન અર્થાત્ આ ત્રણ સ્થાનોમાં પણ બેઈદ્રિયાદિ જીવોને એંસી ભાંગા થાય છે અને એટલું કરતાં વધારે છે. તથા જે સ્થાનોવડે નૈરયિકોને સત્તાવીશ ભાંગા છે તે બધાય પણ સ્થાનોમાં અહીં અભંગમ છે. જેમ નૈરયિકો કહ્યા તેમ પંચેદ્રિયતિયચયોનિકો પણ જાણવા. વિશેષ એ કે - જે સ્થાનોવડે નૈરયિકોમાં સત્તાવીશ ભાંગ કહ્યા છે, તે સ્થાનોવડે અહીં અભંગક કહેવું. અને જ્યાં નૈરયિકોમાં એંશી ભાંગા કહ્યા છે ત્યાં અહીં પણ એંસી ભાંગાજ કહેવા. નૈરયિકોમાં જે સ્થાનોવડે એંસી ભાંગા કહ્યા છે તે સ્થાનોવડે મનુષ્યોમાં પણ એંસી ભાંગા કહેવા. અને એ નૈરયિકોમાં જે સ્થાનોવડે સત્તાવીશ ભંગા કહ્યા છે તે સ્થાનોવડે મનુષ્યોમાં અભંગાક કહેવું. વિશેષ એ કે, મનુષ્યોને જઘન્ય સ્થિતિમાં અને આહારક શરીરમાં એસી ભાંગા છે. અને એ નૈરયિકો કરતાં મનુષ્યોમાં અધિક છે. જેમ ભવનવાસીદેવો કહ્યા તેમ વાનવ્યંતર, જ્યોતિષિક અને વૈમાનિકો જાણવા. વિશેષ એ કે, જેનું જુદાપણું છે તે જાણવું, અને એ પ્રમાણે અનુત્તર સુધી જાણવું. હે ભગવન! તે એ પ્રમાણે છે, તે એ પ્રમાણે છે, એમ કહી યાવતુ વિહરે છે. શતક-૧નાઉસો-પનીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ
(ઉદ્દેશક-૬:-) [૬૯] હે ભગવન્! અવકાશાંતરથી ઉગતો સૂર્ય શીઘ નજરે જોવાય છે તેટલાજ દૂરથી આથમતો સૂર્ય પણ શીધ્ર નજરે જોવાય છે? હે ગૌતમ! હા જેટલે દૂરથી ઉગતો સૂર્ય નજરે જોવાય છે તેટલાજ દૂરથી આથમતો સૂર્ય પણ શીઘ નજરે જોવાય છે. હે ભગવન! ઉગતો સૂર્ય પોતાના તાપદ્વારા જેટલા ક્ષેત્રને સર્વ પ્રકારે ચારે બાજુથી બધી દિશાઓમાં અને બધા ખુણામાં પ્રકાશિત કરે છે, ઉદ્યોતિત કરે છે, તપાવે છે, અને ખૂબ ઉષ્ણ કરે છે, તેટલાજ ક્ષેત્રને બધી દિશાઓમાં અને બધા ખૂણામાંઆથમતો સૂર્ય પણ પોતાના તાપ દ્વારા પ્રકાશિત કરે છે? ઉદ્યોતિત કરે છે? તપાવે છે? અને ઉષ્ણ કરે છે! હે ગૌતમ! હા, ઉગતો સૂર્ય જેટલા ક્ષેત્રને પ્રકાશે છે તેટલાજ ક્ષેત્રને આથમતો સૂર્યપણ યાવતુ-ઉષ્ણ કરે છે. હે ભગવનું ! સૂર્ય જે ક્ષેત્રને પ્રકાશે છે ? તે ક્ષેત્રથી સૂર્યથી સ્મશયેલું છે ? કે, અસ્પશયેિલું છે ? હે ગૌતમ ! તે ક્ષેત્ર સૂર્યથી સ્પશયેિલું છે અને યાવતુ-તે ક્ષેત્રને જીએ દિશામાં પ્રકાશિત કરે છે, ઉદ્યોતિત કરે છે, તપાવે છે. તથા અત્યંત તપાવે છે હે ભગવન! સ્પર્શ કરવાના કાળસમયે-સૂર્યના સાથે સંબંધવાળા જેટલા ક્ષેત્રને સર્વ દિશાઓમાં સૂર્ય સ્પર્શે છે, તેટલું ક્ષેત્ર “સ્પશયેિલું એમ કહેવાય? હે ગૌતમ! હા, હે ભગવન્! સ્પેશીયલ ક્ષેત્રને સ્પર્શે છે? કે સ્મશયા વિનાના ક્ષેત્રને સ્પર્શજ છે? હે ગૌતમ! પશએલ ક્ષેત્રને સ્પર્શે છે, યાવતુ ચોક્કસ એ છએ દિશામાં સ્પર્શે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org