________________
૨૬
ભગવદ - ૧-/પ/૩ છે? માનોપયુક્ત છે? માયોપયુક્ત છે? કે લોભોપયુક્ત છે? હે ગૌતમ ! તેઓમાં એકાદ ક્રોધોપયુક્ત માનોપયુક્ત, માયોપયુક્ત, અને લોભોપયુક્ત હોય છે. અથવા ઘણા ક્રોધોપયુક્ત, માનોપયુક્ત માયોપયુક્ત, અને લોભોપયુક્ત હોય છે. અથવા કોઈ એક ક્રોધોપયુક્ત અને માનોપયુક્ત, અથવા કોઈ એક ક્રોધોપયુક્ત અને ઘણા માનોપયુક્ત, હોય છે, ઈત્યાદિ એ પ્રમાણે એસી ભેદ જાણવા. અને એ પ્રમાણે યાવતુ સંખ્યય સમયાધિક સ્થિતિવાળા નૈરયિકો માટે પણ જાણવું. અસંખ્યય સમયાધિક સ્થિતિને ઉચિત ઉત્કૃષ્ટ સ્થિતિમાં સત્તાવીસ ભાંગા કહેવા. હે ભગવન આ રત્નપ્રભા પૃથિવીમાં ત્રીશલાખ નિરયાવોસોમાંના એક એક નિરયાવાસમાં વસતા નૈરયિકોના અવગાહના સ્થાનો કેટલાં કહ્યા છે ? હે ગૌતમ ! તેઓનાં અવગાહના સ્થાનો અસંખ્યય કહ્યાં છે. તે આ પ્રમાણે :- ઓછામાં ઓછી અંગુલના અસંખ્યય ભાગ જેટલી અવગાહના તે એક પ્રદેશાધિક, બે પ્રદેશાધિક, એ પ્રમાણે ભાવતુ-અસંખ્યયપ્રદેશાધિક જાણવી. તથા જઘન્ય અવગાહના અને તેને ઉચિત ઉત્કૃષ્ટ અવગાહના પણ જાણવી. હે ભગવન! આ રત્નપ્રભા પૃથિવીમાં ત્રીશ લાખ નિરયાવાસોમાંના એક એક નિરયાવાસોમાંના એક એક નૈરયાવાસમાં જઘન્ય અવગાહનાએ વર્તતા નરયિકો શું ક્રોધોપયુક્ત છે ? હે ગૌતમ ! અહીં ભેદ જાણવા. અને એ પ્રમાણે યાવતુ-સંખેય પ્રદેશાધિક જઘન્ય અવગાહનાએ વર્તતા નરયિકો માટે પણ જાણવું. અસંખ્યય પ્રદેશાધિક જઘન્ય અવગાહનાએ વર્તતા તથા તચિત ઉત્કૃષ્ટ અવગાહનાએ વર્તતા નૈરયેયિકોના અરઅથાત એ બન્નેના પણ સત્તાવીશ ભાંગા કહેવા.
હે ભગવન્! આ રત્નપ્રભા પૃથિવીમાં ત્રીશ લાખ નિરવાયવાસોમાંના એક એક નિરયાવાસમાં વસતા અને વૈક્રિયશરીરવાળા નૈરયિકો શું ક્રોધોપયુક્ત છે? હે ગૌતમ ! અહીં સત્તાવીશ ભાંગા કહેવા. અને એ ગમ વડે બાકીના બે શરીર અથતુ બધાં મળીને ત્રણ શરીર સંબંધે પૂર્વોક્ત પ્રમાણે જાણવું. હે ભગવન્! આ રત્નપ્રભા પૃથિવીમાં યાવતુવસતા નૈરયિકોના શરીરોનું કયું સંઘયણ સંવનન કહ્યું છે ! હે ગૌતમ ! તેઓનું શરીર સંઘયણ વિનાનું છે. વળી તેઓના શરીરમાં હાડકાં, નસો અને સ્નાયુ નથી. તથા જે પુદ્ગલો અનીષ્ટ, અકાંત અપ્રિય, અશુભ, અમનોજ્ઞ અને અમનોમ છે તે પુદ્ગલો. એઓના શરીરસંઘાતપણે પરિણમે છે. હે ભગવન ! આ રત્નપ્રભા પૃથિવીમાં યાવતુ-વસતા અને છ સંઘયણમાંથી એકપણ સંઘયણ વિનાના નૈરયિકો શું ક્રોધોપયુક્ત છે! હે ગૌતમ ! અહીં સત્તાવીશ ભાંગા જાણવા. હે ભગવન્! આ રત્નપ્રભા પૃથિવીમાં થાવતુ-વસતા નૈરયિકોના શરીરો કયા સંસ્થાનવાળા કહ્યાં છે ? હે ગૌતમ ! તે નૈરવિકોના શરીરો બે પ્રકારના કહ્યાં છે. ભવધારણીય- જ્યાં સુધી જીવે ત્યાંસુધી રહેનારા અને ઉત્તરક્રિય. તેમાં જે શરીરો ભવધારણીય છે તે હુડકસંસ્થાનવાળાં કહ્યાં છે, અને જે શરીરો ઉત્તરક્રિયરૂપ છે તે પણ હુડકસંસ્થાનવાળાં કહ્યાં છે. હે ભગવન્! આ રત્નપ્રભા પૃથિવીમાં યાવતુ-હૂંડકસંસ્થાને વર્તતા નૈરયિકો શું ક્રોધોપયુક્ત છે ? હે ગૌતમ ! અહીં સત્તાવીશ ભાંગા કહેવા. હે ભગવન્! આ રત્નપ્રભા ! પૃથિવીમાં વસતા નૈરયિકોને કેટલી વેશ્યા પકહી છે? હે ગૌતમ! તેઓને એક કાપોતલેશ્યા કહી છે. તે ભગવન્! આ રત્નપ્રભા પૃથિવીમાં વસતા કાપોતલેશ્યાવાળા નૈરયિકો શું ક્રોધોપયુક્ત છે? અહીં સત્તાવીશ ભાંગા કહેવા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org