________________
ભગવઇ - ૧/-૪૪૯
૨૪
જીવ આ કર્મને આલ્યુ- પગમિક વેદના વડે વેદશે. આ જીવ આ કર્મને ઔપક્રમિક વેદના વડે વેદશે. યથાકર્મ- બાંધેલ કર્મને અનુસારે, નિકરણોને અનુસારે જેમ જેમ ભગવંતે તે જોયું છે તેમ તેમ તે વિપરિણામ પામશે. માટે હે ગૌતમ ! તે હેતુથી એમ કહ્યું છે કે, યાવતા-કરેલ કર્મોને અનુભવ્યા વિના નૈરયિક આદિનો મોક્ષ નથી.
[૫૦] હે ભગવન્ ! ‘એ પુદ્ગલ વીતેલા અનંત અને શાશ્વત કાળે હતું’ એમ કહી શકાય ! હે ગૌતમ ! હા, એ પુદ્ગલ વીતેલા અનંત અને શાશ્વત કાળે હતું એમ કહી શકાય. હે ભગવન્ ! એ પુદ્ગલ વર્તમાન શાશ્વતકાળે છે, એમ કહેવાય ! હે ગૌતમ ! હા, એમ કહેવાય. હે ભગવન્ ! એ પુદ્ગલ અનંત અને શાશ્વત ભવિષ્યકાળે થશે રહેશે-એમ કહી શકાય ? હે ગૌતમ ! હા, એમ કહેવાય. એ પ્રમાણે સ્કંધ સાથે પણ ત્રણ આલાપક કહેવા. તથા જીવ સાથે પણ ત્રણ આલાપક કહેવા.
[૫૧] હે ભગવન્ ! વીતેલા અનંત શાશ્વત કાળમાં છદ્મસ્થ મનુષ્ય કેવલ સંયમથી, કેવલ સંવરથી બ્રહ્મચર્યાવાસથી અને કેવલ પ્રવચનમાતાથી સિદ્ધ થયો, બુદ્ધ થયો, અને યાવત્-સર્વ દુઃખનો નાશ કરના થયો ! હે ગૌતમ ! એ અર્થ સમર્થ નથી હે ભગવન્ ! તે એ પ્રમાણે શા હેતુ કહો છો કે, હે ગૌતમ ! જે કોઈ અંત કરે કેવા અંતિમ શરીરવાળાએ સર્વ દુઃખોના નાશને કર્યો, તેઓ કરે છે કે કરશે તે બધા ઉત્પન્નજ્ઞાનદર્શનધર, અરિહંત, જિન અને કેવલી થઇને ત્યારપછી સિદ્ધ, બુદ્ધ, અને મુક્ત થાય છે, પરિનિર્વાણ પામ્યા છે તથા તેઓએ સર્વ- દુઃખોનો નાશ કર્યો છે કરે છે અને ક૨શે. માટે હે ગૌતમ ! તે હેતુથી એમ કહ્યું છે કે યાવત્-સર્વ દુઃખોનો અંત કર્યો, વર્તમાનકાળમાં પણ એ પ્રમાણેજ જાણવું. વિશેષ એ કે, સિદ્ધ થાય છે, એમ કહેવું તથા ભવિષ્યકાળમાં તેવીજ રીતે જાણવું. વિશેષ એ કે-સિદ્ધ થશે” એમ કહેવું. જેમ છદ્મસ્થ કહ્યો તેમ અધોવધિક પણ જાણવો, અને તેના ત્રણ ત્રણ આલાપક કહેવા. હે ભગવન્ ! વીતેલા અનંત શાશ્વત કાળમાં કેવલી મનુષ્યે યાવત્ સર્વદુઃખોનો નાશ કર્યો ! હે ગૌતમ ! હા, તે સિદ્ધ થયા, તેણે સર્વ દુઃખોનો નાશ કર્યો. અહીં પણ છદ્મસ્થની પેઠે ત્રણ આલાપક કહેવા. વિશેષ એ કે, સિદ્ધ થયા, સિદ્ધ થાય છે, અને સિદ્ધ થશે; એમ કહેવું. હે ભગવન્ ! વીતેલા અનંત શાશ્વતકાળને વિષે, વર્તમાન શાશ્વત સમયમાં અને અનંત શાશ્વત ભવિષ્યકાળમાં જે કોઇ અંતકરોએ, અંતિમ શરીરવાળાઓએ સર્વ દુઃખોનો નાશ કર્યો, કરે છે, અને ક૨શે; તે બધા ઉત્પન્નજ્ઞાન- દર્શનધર, અરિહંત, જિન અને કેવલી થઇ ત્યારપછી સિદ્ધ થાય છે, યાવત્ સર્વ દુઃખોનો નાશ કરશે ? હે ગૌતમ ! હા, વીતેલા અનંત શાશ્વત કાળને વિષે યાવત્-સર્વ દુઃખોનો નાશ કરશે. હે ભગવન્ ! તે ઉત્પન્નજ્ઞાનદર્શનધર, અરિહંત જિન અને કેવલી પૂર્ણ-કહેવાય ! હે ગૌતમ ! હા, ત ઉત્પન્નજ્ઞાનદર્શનધર, અરિહંત, જિન અને કેવલી પૂર્ણ કહેવાય. હે ભગવન્ ! તે એ પ્રમાણે છે, એમ કહી યાવત્ વિહરે છે.
શતક-૧, ઉદ્દેસા-૪ની મુનિ દીપરત્નસાગરે કરેલ ગુર્જરછાયા પૂર્ણ -: ઉદ્દેશક-૫ઃ
[૫૨] હે ભગવન્ કેટલી પૃથિવીઓ કહી છે ! હે ગૌતમ ! સાત પૃથિવીઓ કહી છે, તે આ પ્રમાણે :- રત્નપ્રભા, યાવત્તમસ્તમાપ્રભા. હે ભગવન્ ! રત્નપ્રભા પૃથિવીમાં કેટલા લાખ નિરયાવાસો-કહેલાછે ! ત્યાં ત્રીસલાખ નિરયાવાસો કહ્યા છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org