________________
૨૨
ભગવાઈ -૧/-૩૪૧ ગમનીય છે યાવતુ-તેમ મારું અહીં ગમનીય છે.
[૪૨] હે ભગવન! જીવો કાંક્ષામોહનીય કર્મ બાંધે છે? હે ગૌતમ! હા બાંધે છે. હે ભગવન! જીવો કાંક્ષામોહનીય કર્મ કેવી રીતે બાંધે છે ? હે ગૌતમ ! પ્રમાદરૂપ હેતથી અને યોગરૂપ નિમિતથી જીવો કાંક્ષામોહનીય કર્મ બાંધે છે. હે ભગવન્! તે પ્રમાદ શાથી પેદા થાય છે? હે ગૌતમ! તે પ્રમાદયોગથી-પેદા થાય છે. તે યોગ શાથી પેદા થાય છે? તે વિર્યથી પેદા થાય છે. તે વીર્ય શાથી પેદા થાય છે? શરીરથી પેદા થાય છે. તે શરીર શાથી પેદા થાય છે? જીવથી પેદા થાય છે, અને જ્યારે તેમ છે તો ઉત્થાન, કર્મ, બલ, વિર્ય અને પુરુષાકાર પરાક્રમ છે.
[૪૩] હે ભગવન્! શું જીવ પોતાની મેળેજ તેને ઉદીર છે? પોતાની મેળેજ તેને ગહેં છે? અને પોતાની મેળે જ તેને સંવરે છે? હે ગૌતમ! હા, પોતાની મેળેજ પૂર્વ પ્રમાણે કરે છે હે ભગવન! જે તે પોતાની મેળેજ ઉદીરે છે, ગહે છે અને સંવરે છે તે શું ઉદીર્ણને ઉદીરે છે? અનુદીર્ણને ઉદીરે છે ? અનુદીર્ણ તથા ઉદીરણાને યોગ્યને ઉદીરે છે ? કે ઉદયાનંતર પશ્ચાત્કૃત કર્મ ઉદીરે છે? હે ગૌતમ ! ઉદીર્ણને ઉદીરતો નથી તથા ઉદયાનંતર પશ્ચાત્કૃત કમને ઉદીરતો નથી પણ અનુદીર્ણ અને ઉદીરણાને યોગ્ય કર્મને ઉદીરે છે. હે ભગવનું ! જે તે અનુદીર્ણ તથા ઉદીરણાને યોગ્ય કર્મને ઉદરે છે તે શું ઉત્થાનથી, કર્મથી બલથી, વીર્યથી અને પુરુષાકાર પરાક્રમથી ઉદીરે છે ? કે અનુત્થાનથી, અકર્મથી અબલથી. અવીર્યથી અને અપુરુષાકાર પરાક્રમથી ઉદીરે છે? હે ગૌતમ ! તે અનુદીર્ણ અને ઉદીરણાને યોગ્ય કર્મને ઉત્થાનથી, કર્મથી, બલથી, અવયથી અને અપુરુષાકાર પરાક્રમથી ઉદીરતો નથી અને જ્યારે તેમ છે ત્યારે ઉત્થાન છે, કર્મ, બલ, વીર્ય અને પુરુષાકારપરાક્રમ પણ છે. હે ભગવન્! તે પોતાની મેળેજ ઉપશમાવે, ગહું અને સંવરે? હે ગૌતમ ! હા, અહીં પણ તેમ જ કહેવું. વિશેષ એ કે, અનુદીર્ણને ઉપશમાવે, બાકી ત્રણ વિકલ્પોનો નિષેધ કરવો. હે ભગવન્! જે તે અનુદીર્ણને ઉપશમાવે તે શું ઉત્થાનથી, યાવતુ-પુરુષકારપરાક્રમથી ? કે અનુત્યાનથી, યાવતુ-અપુરુષાકારપરાક્રમથી ? હે ગૌતમ ! પૂર્વ પ્રમાણેજ જાણવું. હે ભગવન્! તે પોતાની મેળેજ વેદ અને ગહે? હે ગૌતમ ! અહીં પણ બધી પૂર્વોક્ત પરિપાટી જાણવી. વિશેષ એ કે, ઉદીર્ણને વેદે છે પણ અનુદીર્ણને વેદતો નથી, તથા એ પ્રમાણે યાવતુ-પુરુષાકાર પરાક્રમથી વેદે છે.
[] હે ભગવન્! નૈરયિકો કાંક્ષામોહનીય કર્મને વેદે છે? હે ગૌતમ ! જેમ ઔધિક-સામાન્ય-જીવો કહ્યા તેમ નૈરયિકો પણ જાણવા અને એ પ્રમાણે થાવત્ સ્વનિતકુમારી સુધી જાણવું. હે ભગવન્! પૃથિવીકાયિકો કાંક્ષામોહનીય કર્મને વેદે છે? હે ગૌતમ! હા વેદે છે. હે ભગવન! તે પૃથિવીકાયિકજીવો કાંક્ષામોહનીય કર્મને કેવી રીતે વેદે છે ? હે ગૌતમ ! અમે કાંક્ષામોહનીય કર્મ વેદીએ છીએએ પ્રમાણે તે જીવોને-પૃથ્વિકાયિકોને તર્ક, સંજ્ઞા, પ્રજ્ઞા, મન કે વચન નથી, પણ તેઓ તેને વેદે છે. હે ભગવન! તે નિઃશંક અને સત્ય છે કે જે જિનોએ પ્રવેલું છે? હે ગૌતમ! હા, જિનોએ જે જણાવ્યું છે તે નિશંક અને સત્ય છે યાવતુ-પુરુષકાર, પરાક્રમ વડે નિજર છે., એ પ્રમાણે યાવતુ-ચાર ઈદ્રિયવાળા જીવો સુધી જાણતું. જેમાં સામાન્ય જીવો કહ્યા તેમ પંચેત્રિયતિર્યંચયોનિકો અને યાવતુ વૈમાનિક કહેવા.
[૫] હે ભગવન્! શ્રમણ નિગ્રંથો પણ કાંક્ષામોહનીય કર્મને વેદે છે ! હે ગૌતમ!
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org