________________
શતક-૧, ઉદ્દેસો-૩
૨૩
હા વેદે છે. હે ભગવન્ ! શ્રમણ નિગ્રંથો કાંક્ષામોહનીય કર્મને કેવી રીતે વેદે છે ? હે ગૌતમ ! તે તે જ્ઞાનાંતર, દર્શનાંતર, ચારિત્રાંતર, લિગંતર, પ્રવચનાનંતર, પ્રાવનિકાંતર, કલ્પાંતર, માર્માંતર, મતાંતર, ભંગાંતર, નયાંતર, નિયમાંતર અને પ્રમાણાંતરવડે શંકાવાળા, કાંક્ષાવાળા, વિચિકિત્સાવાળા, ભેદસમાપન્ન અને ક્લુષસમાપન્ન થઇને, એ પ્રમાણે તે શ્રમણ નિગ્રંથો પણ કાંક્ષામોહનીય કર્મને વેદે છે. હે ભગવન્ ! તેજ સત્ય અને નિઃશંક છે, જે જિનોએ જણાવ્યું છે ? હે ગૌતમ ! હા, તેજ સત્ય અને નિઃશંક છે. જે જિનોએ કહેલું છે, યાવત્-પુરુષાકારપરાક્રમથી નિર્જરે છે. હે ભગવન્ ! તે એ પ્રમાણે છે. શતકઃ ૧ – ઉદ્દેસોઃ ૩ની મુનિ દીપરત્નસાગરે કરેલ ગુર્જરછાયાપૂર્ણ -: ઉદ્દેશક-૪ઃ
[૪૬] હે ભગવન્ ! કર્મકૃતિઓ કેટલી કહી છે ! હે ગૌતમ કર્મપ્રકૃતિઓ આઠ કહી છે, અહીં ‘પ્રજ્ઞાપના'ના કર્મપ્રકૃતિ નામના ત્રેવીશમા પદનો પ્રથમ ઉદ્દેશક જાણવો યાવત્-અનુભાગ સમાપ્ત
[૪૭] કેટલી કર્મપ્રકૃતિ ! કેવી રીતે બાંધે છે ! કેટલાં સ્થાનોવડે પ્રકૃતિઓને બાંધે છે ! કેટલી પ્રકૃતિઓ વેદે છે ! અને કોનો કેટલા પ્રકારનો રસ છે !
[૪૮] હે ભગવન્ ! કૃતમોહનીય કર્મ જ્યારે ઉદયમાં આવેલું હોય ત્યારે જીવ ઉપસ્થાન કરે-હે ગૌતમ ! હા ત્યારે ઉપસ્થાન કરે. હે ભગવન્ ! તે ઉપસ્થાન શું વીર્યતાથી થાય ! કે અવીર્યતાથી થાય ! હે ગૌતમ ! તે ઉપસ્થાન વીર્યતાથી થાય, પણ અવીર્યતાથી ન થાય. હે ભગવન્ ! જો તે ઉપસ્થાન વીર્યતાથી થાય તો શું બાલવીર્યતાથી થાય, પંડિતવીર્યતાથી થાય કે બાલપંડિતવીર્યતાથી થાય ? હે ગૌતમ ! તે ઉપસ્થાન બાલવીર્યતાથી થાય, પણ પંડિતવીર્યતાથી કે બાલપંડિતવીર્યતાથી ન થાય. હે ભગવન્ ! કૃતમોહનીયકર્મ જ્યારે ઉદયમાં આવેલું હોય ત્યારે જીવ અપક્રમણ કરે-હે ગૌતમ ! હા અપક્રમણ કરે. હે ભગવન્ ! તે અપક્રમણ યાવત્ બાલવીર્યતાથી પંડિતવીર્યતાથી કે બાલપંડિતવીર્યતાથી થાય ? હે ગૌતમ ! બાલવીર્યતાથી થાય, અને કદાચિત્ બાલપંડિતવીર્યતાથી પણ થાય, પણ પંડિતવીર્યતાથી ન થાય. જેમ ‘ઉદયમાં આવેલ’ પદ સાથે બે આલાપક કહ્યા તેમ ‘ઉપશાંત’ સાથે પણ બે આલાપક કહેવા વિશેષ એ કે ત્યાં પંડિતવીર્યતાથી ઉપસ્થાન થાય અને બાલપંડિતવીર્યતાથી અપક્રમણ થાય. હે ભગવન્ ! તે અપક્રમણ શું આત્માવડે થાય, કે અનાત્મવડે થાય ? હે ગૌતમ ! તે અપક્રમણ આત્મા વડે થાય પણ અનાત્મા વડે ન થાય. હે ભગવન્ ! મોહનીય કર્મને વેદતો તે એ એ પ્રમાણે હે કેમ હોય ? હે ગૌતમ ! પહેલાં તેને એ એ પ્રમાણે રુચે છે. અને હમણા તેને એ એ પ્રમાણે રુચતું નથી, માટે તે એ એ પ્રમાણે છે.
[૪૯] હે ભગવન્ ! જે પાપ કર્મ કરેલું છે તેને વેદ્યા વિના નૈરયિકનો, તિર્યંચયોનિકનો, મનુષ્યનો કે દેવનો મોક્ષ નથી ? હે ગૌતમ ! હા, કરેલ પાપકર્મને અનુભવ્યા વિના નૈરયિકનો, તિર્યંચયોનિકનો, મનુષ્યનો કે દેવનો મોક્ષ નથી. હે ભગવન્ ! તમે એ પ્રમાણે શા હેતુથી કહો છો કે, હે ગૌતમ ! મેં કર્મના બે પ્રકાર કહ્યા છે. પ્રદેશકર્મ અને અનુભાગકર્મ. તેમાં જે પ્રદેશકર્મ છે તે ચોક્કસ વેદવું પડે છે અને જે અનુભાવકર્મ તે છે તે કેટલુંક વેદાય છે અને કેટલુંક વેદાતું નથી. એ અહંતદ્વારા જ્ઞાત, સ્મૃત અને વિજ્ઞાત છે કે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org