________________
૨૧
શતક-૧, ઉદેસો-૩ ગૌતમ! હા, તે ક્રિયા નિષ્ણાઘ છે. હે ભગવન્! તે શું દેશથી દેશત છે, દેશથી સર્વત છે, સર્વથી દેશકૃત છે, કે સર્વથી સર્વકૃત છે? હે ગૌતમ ! તે દેશથી દેશકતા નથી, દેશથી સર્વત નથી, સર્વથી દેશમૃત નથી પણ સર્વથી સર્વત છે, હે ભગવન્! નૈરયિકો સંબંધિ કાંક્ષામોહનીય કર્મકૃત છે? હે ગૌતમ! હા, તે કૃત છે. સર્વથી સર્વત છે. અને એ પ્રમાણે વૈમાનિકો સુધી દંડક કહેવો.
૩૫] હે ભગવન્જીવોએ કાંક્ષામોહનીય કર્મ કર્યું? હે ગૌતમ ! હા, કર્યું. હે ભગવન્! તે શું દેશી દેશે કર્યું? હે ગૌતમ ! સર્વથી સર્વ કર્યું છે. એ પ્રમાણે યાવત્ વૈમાનિકો સુધી દેડક કહેવો. એજ પ્રમાણે કરે છે અને કરશે, એ બન્નેનો અભિશાપ પણ યાવતુ-વૈમાનિકો સુધી કહેવો. તથા એજ પ્રમાણે ચય. ચય કર્યો. ચય કરે છે તથા ચય કરશે; ઉપચય, ઉપચય કર્યો, ઉપચય કરે છે, ઉપચય કરશે. ઉદીયું, ઉદીરે છે, ઉદરશે. વેધું વેદે છે, વેદશે, નિર્જ નિજર છે, અને નિર્જરશે, એ બધા અભિલાપો કહેવા.
૩૬] કૃત, ચિત અને ઉપચિતમાં એક એકના ચાર ભેદ કહેવાના છે અર્થાત સામાન્ય ક્રિયા, પછી ભૂતકાળની તથા ભવિષ્યકાળની ક્રિયા અને પાછળના ત્રણ પદમાં - ઉદરિત, વેદિત, અને નિર્જિમાં એક એક પદમાં માત્ર ત્રણ કાળનીજ ક્રિયા કહેવી.
૩િ૭] હે ભગવન્! શું જીવો કાંક્ષામોહનીય કર્મને વેદે છે? હે ગૌતમ! હા વેદે છે. હે ભગવન્! જીવો કાંક્ષામોહનીય કર્મને કેવી રીતે વેદે છે? હે ગૌતમ! તે તે કારણો વડે શંકાવાળા કાંક્ષાવાળા, વિચિકિત્સાવાળા, ભેદસમાપન અને કલુષસમાપન થઈને એ પ્રમાણે કાંક્ષામોહનીય કર્મને વેદે છે.
[૩૮] ભગવન્! તેજ સત્ય અને નિશંક છે કે જે જિનોએ જણાવ્યું છે?હે ગૌતમ! હા તેજ સત્ય અને નિઃશંક છે કે જે જિનોએ જણાવ્યું છે.
[૩૯] હે ભગવન્! એજ પ્રમાણે મનમાં ધારતો, પ્રકરતો રહેતો, અને સંવરતો પ્રાણી આજ્ઞાનો આરાધક થાય છે ? હે ગૌતમ ! હા એ પ્રમાણે મનમાં ધારતો યાવતુ-સંવરતો પ્રાણી આજ્ઞાનો આરાધક થાય છે.
[૪૦] હે ભગવનું ! અસ્તિત્વ અસ્તિત્વમાં પરિણમે છે, નાસ્તિત્વ નાસ્તિત્વમાં પરિણમે છે? હે ગૌતમ! હા, તે પ્રમાણે યાવતુ-પરિણમે છે. હે ભગવન્! જે તે અસ્તિત્વ અસ્તિવમાં પરિણમે છે અને નાસ્તિત્વ નાસ્તિત્વમાં પરિણમે છે. તે શું પ્રયોગથી-જીવના. વ્યાપારથી-પરિણમે છે કે સ્વભાવથી પરિણમે છે ? હે ગૌતમ ! તે પ્રયોગથી અને સ્વભાવથી બન્ને પ્રકારે) પરિણમે છે. હે ભગવન્! જેમ તારું અસ્તિત્વ અસ્તિત્વમાં પરિણમે છે. તેમ તારે નાસ્તિત્વ નાસ્તિત્વમાં પરિણમે છે ? અને જેમ તારે નાસ્તિત્વ નાસ્તિત્વમાં પરિણમે છે તેમ મારું અસ્તિત્વ અસ્તિત્વમાં પરિણમે છે. હે ગૌતમ ! હા, જેમ મારે અસ્તિત્વ અસ્તિત્વમાં પરિણમે છે તેમ તારે નાસ્તિત્વ નાસ્તિત્વમાં પરિણમે છે. અને જેમ મારું નાસ્તિત્વ નાસ્તિત્વમાં પરિણમે છે તેમ મારું અસ્તિત્વ અસ્તિત્વમાં પરિણમે છે. હે ભગવન્! અસ્તિત્વ અસ્તિત્વમાં ગમનીય છે ? હે ગૌતમ ! હા, જેમ પરિણમે છે' એ પદના બે આલાપક કહ્યા તેમ અહીં ગમનીય’ પદ સાથે પણ બે આલાપક કહેવા. યાવતુ-જેમ મારું અસ્તિત્વ અસ્તિત્વમાં ગમનીય છે.
[૪૧] હે ભગવન્! જેમ તારું અહીં ગમનીય છે તેમ તારું ઈહ ગમનીય છે? જેમ તારું ઈહ ગમનીય છે તેમ તારું અહીં ગમનીય છે? હે ગૌતમ ! હા, જેમ મારું અહીં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org