________________
૧૯
શતક-૧, ઉસો-૨ આરંભિકી, પરિગ્રહિકી, માયાપ્રત્યયા, અપ્રત્યાખ્યાન પ્રત્યયા, મિથ્યાદર્શનપ્રત્યયાવાનયંતર, જ્યોતિષિક અને વૈમાનિક, એ બધા અસુરકુમારોની પેઠે કહેવા. વેદનામાં ભેદ છે, જે આ પ્રમાણે છે જ્યોતિષ્ક અને વૈમાનિકોમાં જે માયી મિથ્યાદ્રષ્ટિ ઉત્પન્ન થએલા હોય તે ઓછી વેદનાવાળા હોય છે અને જે અનાયી સમ્યગ્દષ્ટિ ઉત્પન્ન થએલા હોય તે મોટી વેદનાવાળા હોય છે એમ કહેવું.
હે ભગવન્! વેશ્યાવાળા બધા નૈરયિકો સમાન આહારવાળા છે ? હે ગૌતમ ! ઔધિક-સામાન્ય, સલેશ્ય અને શુક્લલેશ્યાવાળા એ ત્રણેનો એક ગમ કહેવો. કૃષ્ણલેશ્યાવાળા અને નીલલેશ્યાવાળાઓનો પણ સમાન ગમ કહેવો. પણ તેમાં વેદનામાં ભેદ આ પ્રમાણે છે-માયી અને મિથ્યાવૃષ્ટિ ઉપપનક અને માયી તથા સમ્યગ્રુષ્ટિ ઉપપન્નક કહેવા. તથા કૃષ્ણ અને નીલલેશ્યામાં મનુષ્યો સરાગસંયત, વીતરાગસંયત, પ્રમત્તસંયત, કે અપ્રમત્તસંયત ન કહેવા. વળી કાપોતલેશ્યાવાળામાં પણ એજ ગમ સમજવો. વિશેષ એ કે-કાપોતલેશ્યાવાળા નૈરયિકો ઔધિકાંડની પેઠે કહેવા. જેઓને તેજોલેશ્યા અને પદ્મશ્યા હોય, તેઓ ઔધિકદંડની પેઠે કહેવા વિશેષ એ કે, મનુષ્યોના સરાગ અને વીતરાગ એવા બે ભેદ કહેવા.
[૨૮] કર્મ અને આયુષ્ય જો ઉદીર્ણ હોય તો વેદ છે. આહાર, કર્મ, વર્ણ, વેશ્યા, વેદના, ક્રિયા અને આયુષ્ય, એ બધાની સમતા સંબંધે પૂર્વે કહ્યું છે એમ જાણવું.
[૨૯] હે ભગવન્! વેશ્યાઓ કેટલી કહી છે? હે ગૌતમ! લેશ્યાઓ છ કહી છે. તે આ પ્રમાણે :- અહીં પ્રજ્ઞાપના સૂત્રમાં કહેલ ચાર ઉદ્દેશકવાળા વેશ્યાપદનો બીજો ઉદ્દેશક કહેવો. તે યાવતુ-ઈઢી-ઋદ્ધિની વક્તવ્યતા સુધી કહેવો.
[૩૦] હે ભગવન્! અતીત કાળમાં આદિષ્ટ-નરકાદિ વિશેષણવિશિષ્ટ-થએલ જીવોને સંસારસંસ્થાનનો કાળ કેટલા પ્રકારનો કહ્યો છે? હે ગૌતમ ! સંસારસંસ્થાનનો કાળ ચાર પ્રકારનો કહ્યો છે. તે આ પ્રમાણે-નૈરયિક સંસારસંસ્થાનકાળ, તિર્યંચસંસારસંસ્થાનકાળ, મનુષ્યસંસારસંસ્થાનકાળ અને દેવસંસારસંસ્થાનકાળ. હે ભગવનું ! નૈરયિકસંસારસંસ્થાનકાળ કેટલા પ્રકારનો કહ્યો છે ? હે ગૌતમ ! ત્રણ જાતનો કહ્યો છે. તે આ પ્રમાણે - શૂન્યકાળ, અશૂન્યકાળ, અને મિશ્રકાળ. હે ભગવન્! તિર્યંચયોનિકસંસારસંસ્થાનકાળ કેટલા પ્રકારનો કહ્યો છે ? હે ગૌતમ ! તે બે પ્રકારનો કહ્યો છે. તે આ પ્રમાણે :- અશૂન્યકાળ અને મિશ્રકાળ. મનુષ્યોના અને દેવોના સંસારસંસ્થાનકાળના પ્રકારો નૈરયિકોની પેઠે જાણવા. હે ભગવન્! એ નૈરયિક સંબંધી સંસારસંસ્થાનકાળના ત્રણ-શૂન્યકાળ, અશૂન્યકાળ, અને મિશ્રકાળરૂપ-પ્રકારોમાં કયો કોનાથી ઓછો, વધારે, તુલ્ય કે વિશેષાધિક છે ? હે ગૌતમ ! સૌથી થોડો અશૂન્યકાળ છે, તે કરતાં મિશ્રકાળ અનંતગુણ છે અને તે કરતાં પણ શૂન્યકાળ અનંતગુણ છે. તથા તિર્યંચયોનિકસંસારસંસ્થાનકાળના બે પ્રકારમાં સૌથી થોડો અશૂન્યકાળ છે અને તે કરતાં મિશ્રકાળ અનંતગુણ છે. મનુષ્યોના અને દેવોના સંસારસંસ્થાનકાળની ન્યૂનાધિકતા નૈરયિકોના સંસારસંસ્થાનકાળની ન્યૂનાધિકતા પેઠે જાણવી. હે ભગવન્! નૈરયિકના, તિર્યંચયોનિકના, મનુષ્યના અને દેવના એ સંસારસંસ્થાનકાળમાં કયો કોનાથી ઓછો. વધારે. તુલ્ય કે વિશેષાધિક છે ? હે ગૌતમ ! મનુષ્યસંસારસંસ્થાનકાળ સૌથી થોડો છે, તે કરતાં નૈરયિકસંસારસંસ્થાનકાળ અસંખ્ય ગુણ છે, તે કરતાં દેવસંસારસંસ્થાનકાળ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org