________________
૩૦.
ભગવઈ-૧/-Iક૭૨ જીવો અને અજીવો સંબંધે પણ જાણવું. એ પ્રમાણે ભવસિદ્ધિકો, અને અભવસિદ્ધિકો, સિદ્ધિ અને અસિદ્ધિ સંસાર તથા સિદ્ધ અને સંસારિઓ પણ જાણવા. હે ભગવનું ! પહેલાં ઈડું છે અને પછી કુકડી છે? કે પહેલાં કુકડી છે અને પછી ઈડું છે? “હે રોહ! તે ઈડું ક્યાંથી થયું? હે ભગવન્!તે ઈડું કુકડીથી થયું' હે રોહ! તે કુકડી ક્યાંથી થઈ હે ભગવન્! તે કકડી ઈડાથી થઈ.” એજ પ્રમાણે હે રોહ! તે ઈડું અને કુકડી એ પહેલાં પણ છે અને પછી છેએ શાશ્વત ભાવ છે. પણ તે રોહતે બેમાં કોઈ જાતનો કમ નથી. હે ભગવન્! પહેલાં લોકાંત છે? અને પછી અલોકાંત છે? કે પહેલાં અલોકાત છે? અને પછી લોકાંત છે? હે રોહ ! લોકાંત અને અલોકાંત એ બન્નેમાં યાવતુ-હે રોહ કોઈ જાતનો ક્રમ નથી. હે ભગવન! પહેલાં લોકાંત છે અને પછી સાતમું અવકાશાંતર છે? ઈત્યાદિ પૂછવું. હે રોહ! લોકાંત અને સાતમું અવકાશાંતર, એ બને પહેલાં પણ છે. એ પ્રમાણે યાવત્ હે રોહ! એ બેમાં કોઈ જાતનો ક્રમ નથી. એ પ્રમાણે લોકાંત, સાતમો તનુવાત, એ પ્રમાણે ધનવાત, ધનોદધિ અને સાતમી પૃથિવી. એ પ્રમાણે એકએકની સાથે લોકાંત જોડવો.
૭િ૩-૭૪] અવકાશાંતર, વાત, ઘનોદધી, પૃથિવી, દ્વીપ, સાગર,ક્ષેત્ર, નરયિકાદિ જીવ, અસ્તિકાય, સમય, કર્મ, વેશ્યા, દ્રષ્ટિ, દર્શન, જ્ઞાન, સંજ્ઞા, શરીર, યોગ, ઉપયોગ, દ્રવ્યપ્રદેશો, અને પર્યવો તથા કાળ પહેલાં છે અને લોકાંત (પછી છે)
૭િપ હે ભગવન્! પહેલાં લોકાંત છે અને પછી સવદ્ધા છે? હે રોહ! જેમ લોકાંત સાથે એ બધાં સ્થાનો જોડ્યાં, તેમ આ સંબંધે પણ જાણવું. અને એ પ્રમાણે એ બધાં સ્થાનો અલોકાંત સાથે પણ જોડવાં. હે ભગવન્! પહેલા સાતમું અવકાશાંતર છે અને પછી સાતમો તનુવાત છે? હે રોહ ! એ પ્રમાણે સાતમું અવકાશાંતર બધા સાથે જોડવું. અને એ પ્રમાણે યાવતુ-સદ્ધિા સુધી જાણવું. હે ભગવન્! પહેલાં સાતમો તનુવાત છે અને પછી સાતમો ધનવાત છે! હે રોહ! એ પણ તે પ્રમાણે જાણવું. વાવતુ-સદ્ધિા . એ પ્રમાણે ઉપરના એક એકને સંયોજતાં અને જે નીચેનો હોય તેને છોડતાં પૂર્વ પ્રમાણે જાણવું. યાવતુ-અતીત અને અનાગતકાળ અને પછી સવદ્ધ, યાવતું- હે રોહ! એમાં કોઈ જાતનો ક્રમ નથી. હે ભગવન્! તે પ્રમાણે છે, યાવતુ વિહરે છે.
૭િ૬] હે ભગવનું એમ કહીને ભગવંત ગૌતમે શ્રમણ ભગવંત મહાવીરને યાવતુ આ પ્રમાણે કહ્યું હે ભગવન્! લોકની સ્થિતિ કેટલા પ્રકારની કહી છે? હે ગૌતમ ! લોકની સ્થિતિ આઠ પ્રકારની કહી છે. તે આ પ્રમાણે - વાયુ આકાશના આધારે રહેલો છે. ઉદધિ વાયુના આધારે રહેલો છે. જમીન ઉદધિના આધારે રહેલા છે. ત્રસ જીવો અને સ્થાવર જીવો પૃથિવીના આધારે રહેલા છે. અજીવો જીવના આધારે રહેલા છે. જીવો કર્મના આધારે રહેલા છે. અજીવોને જીવએ સંઘરેલા છે અને જીવોને કર્મોએ સંઘરેલા છે. હે ભગવન્! એમ કહેવાનું શું કારણ છે? હે ગૌતમ! જેમ કોઈ એક પુરુષ હોય, તે ચામડાની મસકને પવનવડે ફુલાવે. પછી તે મસકનું મુખ બંધ કરે, મસકને વચલે ભાગે ગાંઠ બાંધી, પછી તે મસકનું મુખ ઉઘાડે અને તેની અંદરનો પવન કાઢી નાખે. મસકના ઉપરના ભાગમાં પાણી ભરે, પછી પાછું તે મસકનું મુખ બાંધી દે, પછી તેની વચલી ગાંઠ છોડી દે. તો હે ગૌતમ! તે ભરેલું પાણી તે પવનની ઉપરના ભાગમાં રહે? હા, રહે તે કારણથી યાવતુ-જીવોને કર્મોએ સંઘરેલા છે' એ પૂર્વ પ્રમાણે કહ્યું છે. અથવા હે ગૌતમ ! જેમ કોઈ એક પુરુષ હોય, તે ચામડાની મસકને પવનવડે ફલાવી પોતાની કડે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org