________________
શતક-૧, ઉદેસો-૫
૨૫ [પ૩ ૧-માં ત્રીસલાખ ૨-માં પચીશલાખ ૩-માં પંદરલાખ ૪-માં દસલાખ પ-માં ત્રણ લાખ ૬-માં ૯૯૯૯૫ અને ૭ માં પાંચજ અનુત્તર નિયાવાસ છે.
[૫૪-૫] હે ભગવનું અસુરકુમારોના કેટલા લાખ આવાસો કહ્યા છે ? હે ગૌતમ ! “અસુરકુમારોના ચોસઠલાખ, નાગકુમારના ચોર્યાસીલાખ. સુવર્ણકુમારના બોંતેર લાખ તથા દીપકુમાર, દિકકુમાર, ઉદધિકુમાર, વિધુતકુમારેદ્ર, સ્વનિતકુમાર, અને અગ્નિકુમાર, એ છ એ યુગલકોના છોંતેરલાખ આવાસો કહ્યા છે.
[૫૭] હે ભગવન્! પૃથિવીકાયિકોના કેટલા લાખ આવાસો કહ્યા છે ! હે ગૌતમ! પૃથિવીકાયિકોના અસંખ્યય લાખ આવાસો કહ્યા છે. અને એ પ્રમાણે વાવતું જ્યોતિષિકોના અસંખ્યય લાખ વિમાનાવાસો જાણવા. હે ભગવનું ! સૌધર્મકલ્પમાં કેટલા વિમાનવાસો કહ્યા છે ! હે ગૌતમ ! ત્યાં બત્રીશલાખ વિમાનવાસો કહ્યા છે
પિ૮-૬૦] અનુક્રમે ૩ર લાખ, ૨૮ લાખ, ૧૨ લાખ ૮ લાખ, ૮૪ લાખ, પ૦ હજાર, ૪૦ હજાર વિમાનવાસો અને છ હજાર વિમાનવાસો સહસ્ત્રાર દેવલોકમાં છે. આનત અને પ્રાણાતકલ્પમાં ચારસો, આરણ અને અશ્રુતમાં ત્રણસો વિમાનવાસો છે ૧૧૧ વિમાનાવાસો નીચલા અધસ્તન-માં, ૧૦૭ વચલા-મધ્યમાં તથા ૧૦૦ ઉપરના-ઉપરિમ-માં છે. અને અનુત્તર વિમાનો તો પાંચજ છે.
[૧] પૃથિવી વિગેરે જીવાવાસોમાં સ્થિતિ, અવગાહના શરીર, સંહનન, સંસ્થાનલેશ્યા, દ્રષ્ટિ, જ્ઞાન, યોગ અને ઉપયોગ, એ દશ સ્થાન સંબંધે વિચારવાનું છે.
[૬૨] હે ભગવન્! એ રત્નપ્રભા પૃથિવીના ત્રીશલાખ નિરયાવાસોમાંના એક એક નિરયાવાસમાં રહેનારા નૈરયિકોના કેટલાં સ્થિતિસ્થાનો કહ્યાં છે ? હે ગૌતમ ! તેઓનાં અસંખ્ય સ્થિતિસ્થાનો કહ્યાં છે - ઓછામાં ઓછી ઉમર દશહજાર વર્ષની છે તે એક સમયાધિક બે સમયાધિક એ પ્રમાણે યાવતુ-જઘન્ય સ્થિતિ અસંખ્યય સમયાધિક તથા તેને ઉચિત ઉત્કૃષ્ટ સ્થિતિ પણ એ પ્રમાણે છે. હે ભગવન્! એ રત્નપ્રભા પૃથવીની ત્રીસ લાખ નિરયાવાસોમાંના એક એક નિરયાવાસામાં ઓછામાં ઓછી ઉમરમાં વસનારા નૈરયિકો શું ક્રોધોપયુક્ત છે? માનોપયુક્ત છે? માયોપયુક્ત છે ? કે લોભોપયુક્ત છે? હે ગૌતમ! તે બધાય પણ ક્રોધોપયુક્ત હોય છે. અથવા ઘણા ક્રોધોપયુક્ત અને એકાદ માનોપયુક્ત, અથવા ઘણા ક્રોધોપયુક્ત અને માનોપયુક્ત, અથવા ઘણા ક્રોધોપયુક્ત અને માનોપયુક્ત, અથવા ઘણા ક્રોધોપયુક્ત અને એકાદ માયોપયુક્ત, અથવા ઘણા ક્રોધોપયુક્ત અને એકાદ લોભોપયુક્ત, અથવા ઘણા ક્રોધપયુક્ત અને લોભોપયુક્ત, અથવા ઘણા ક્રોધો- પયુક્ત અને એકાદ માનોપયુક્ત તથા માયોપયુક્ત, અથવા ઘણા ક્રોધપયુક્ત તથા એકાદ માનોપયુક્ત અને ઘણા માયોપયુક્ત, અથવા ઘણા ક્રોધોપયુક્ત, માનોપયુક્ત અને એકાદ માયોપયુક્ત, અથવા ઘણા ક્રોધોપયુક્ત, માનોપયુક્ત તથા માયોપયુક્ત, એ પ્રમાણે ક્રોધ, માન અને લોભ સાથે બીજા પણ ચાર ભાગા કરવા. તથા એજ પ્રમાણે ક્રોધ, માયા અને લોભ સાથે પણ ચાર ભાંગા કરવા. પછી માન, માયા અને લોભની સાથે ક્રોધવડે ભાંગા કરવા. તથા તે બધા ક્રોધને મૂક્યા શિવાયના એ પ્રમાણે સત્તાવીશ ભેદ જાણવા.
[૩] હે ભગવન્! એ રત્નપ્રભા પૃથિવીના ત્રીસ લાખ નિરયાવાસોમાંના એક એક નિરયાવાસોમાં એક સમયાધિક જઘન્ય ઉમરમાં વર્તતા નૈરયિકો શું ક્રોધોપયુક્ત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org