________________
- (૫). ભાવશીત, તે અહીં જીવના પરિણામ રૂપે ગૃહણું કરે છે તે આ પરિણામ છે, કે સંયમ માર્ગમાંથી ન પડતાં સાધુએ સકામ નિર્જરામાટે પરિષહ સમભાવે સહન કરવા, તથા કાર્યમાં શિથીલતા એટલે “ વિહારમાં પ્રમાદ ન કરે તથા મોહનીય કર્મને શાંત કરવું તે સમ્યક્ત્વ. દેશવિરતિ તથા સર્વ વિરતિ લક્ષણવાળે છે અથવા ઉપશમ શ્રેણિ આશ્રયી છે. તે અથવા ક્ષેપક શ્રેણી આશ્રયી કષાય વિગેરેના ક્ષય રૂ૫ છે.
વિરતિ. પ્રાણાતિપાત વિગેરેથી દુર રહેવું તે વિરતિ છે. એટલે, તે સત્તર પ્રકારને સંયમ છે, તથા સુખ એટલે, પૂર્વના પુન્યના ઊદયથી ભેગવવું તે છે. આ પરિષહ વિગેરે તથા, શીત ગરમી બન્નેને ગાથાના બે પદમાં કહે છે –
પરિષહ પૂર્વે કહેલા સ્વરૂપવાળા છે, અને તપમાં ઉદ્યમ કર, તે તપ બાર પ્રકારનું છે, તે શક્તિ પ્રમાણે આચરવું; તથા, કેધ વિગેરે કષા છે, તથા ઈષ્ટ ન મળે; અથવા નાશ થાય, તેથી શેક થાય; તે આધિ છે, તથા સ્ત્રી, પુરૂષ, નપુંસક એમ ત્રણ વિદ છે. અરતિ એટલે, મહના વિપાકથી ચિત્તમાં મલિનતા થાય તે છે, તથા રોગ વિગેરે દુખે છે. આ પરિષહ વિગેરે પીડાકારક હેવાથી આત્મા તપે તેથી ઊણું છે. આ પ્રમાણે ટૂંકાણમાં ગાથાને અર્થ છે, અને એનું વિશેષ વર્ણન નિતિકાર પોતે