________________
બની સુમતિને સદાગમ પાસે લાવતી થઈ. રાજાએ સદાગમને સુમતિના અધ્યાપક બનાવ્યા.
એક વખતે રસ્તા પર કોલાહલ સંભળાયો. સૌએ જાણ્યું કે ચોરને ફાંસી આપવા વધસ્થળે લઈ જવાય છે. પ્રજ્ઞાના કહેવાથી ચારે સદાગમને આશ્રય લીધો અને એને અભય ભવ્યું. અગૃહીતાએ પૂછયું હે ભાઈ! તને ક્યા અપરાધ બદલ દેહાંતદંડની સજા થઈ? ઉત્તરમાં “સંસારીજીવ” નામના ચેરે સ્વદોષની વાર્તા જણવી. સાંભળનારા તરીકે માત્ર અગ્રહીતસંકેતા, પ્રાવિશાલા, ભવ્યપુરૂષસુમતિ અને શ્રી સદારામ હતા.
સંસારીજીવ-તસ્કરે કથા ચાલુ કરી. “અસંવ્યવહાર” નગર હતું, એના માલિક કર્મ પરિણામ રાજા હતા. “અત્યન્તાબેધ” સેનાપતિ અને તીવમહોદય મહત્તમને સંરક્ષણ માટે આપેલું. ત્યાંના વાસીઓને નિગોદ નામના એરડામાં ભરી રાખતા. હું પણ ત્યાં વસતે હતે.
સદાગમે એક જીવને “નિવૃત્તિ” નગરીમાં મોકલી આપે એટલે “તનિગ” દૂત જગ્યા પતિ માટે કેટલાક લે લેવા આવેલ. ભવિતવ્યતા મારી પત્ની હતી. એણુની આજ્ઞાથી હું અને મારા જેવા બીજા ઘણું ત્યાંથી રવાના થયા. અમને એકાક્ષ નિવાસમાં લઈ ગયા. ત્યાં “બાદરવનસ્પતિ” સાધારણ પ્રત્યેકના રૂપ કરાવ્યા. “એકભવવેદ્ય ગુટિકાઓ બનાવી અને એક એક આપતી. એના પ્રતાપે હું પાર્થિવ, આપ્ય, તેજસ્કાય, વાયવીય વિગેરે ક્રમે અક્રમે વારંવાર બનતો રહ્યો.
પછી વિકલાક્ષ નિવાસમાં લઈ જવામાં આવ્યું, હિષિક, ત્રિકરણ, ચતુરક્ષના વિવિધ રૂપ બનાવરાવ્યા. અહીંથી પંચાક્ષપશુ સંસ્થાનમાં લઈ જવામાં આવ્યું ત્યાં ગર્ભજ સમૂછિમ જળચારી, સ્થળચારી, ભૂચારી બનાવ્યો. હરણ બનાવી ગીત રસીક બનાવ્યું. હાથી બનાવી, દાવાનળના સમયે દોડાવ્યા અને કુવામાં ગબડાવ્યું.