________________
તાવિગમસૂત્ર ભાગ-૨/ અધ્યાય-૨/ સૂ૪, ૫ દર્શનાવરણીયકર્મના ક્ષયથી ક્ષાયિકદર્શન, દાનાંતરાયકર્મના ક્ષયથી ક્ષાયિકદાન, લાભાંતરાયકર્મના ક્ષયથી ક્ષાયિકલાભ, ભોગાંતરાયકર્મના ક્ષયથી ક્ષાયિકભોગ, ઉપભોગવંતરાયકર્મના ક્ષયથી ક્ષાયિકઉપભોગ, વિયતરાયકર્મના ક્ષયથી ક્ષાયિકવીર્યની પ્રાપ્તિ થાય છે. દર્શનસપ્તકના ક્ષયથી શાયિકસમ્યક્તની પ્રાપ્તિ થાય છે, જે ચોથા ગુણસ્થાનક આદિમાં હોય છે અને ચારિત્રમોહનીયકર્મના ક્ષયથી ક્ષાયિકચારિત્રની પ્રાપ્તિ થાય છે. જે બારમા આદિ ગુણસ્થાનકે હોય છે.
વળી કર્મના ક્ષયથી ઉત્પન્ન થયેલું ક્ષાયિકજ્ઞાન અને ક્ષાયિકદર્શન સિદ્ધઅવસ્થામાં રહે છે, જ્યારે કર્મના ક્ષયથી ઉત્પન્ન થયેલું ભાયિકદાન સિદ્ધઅવસ્થામાં નથી, પરંતુ કેવલીને ક્ષાયિકદાનનો લાભ છે. તેથી જેને જે આપવા જેવું તેમને જણાય તેને તેઓ આપે તેમાં અંતરાય કરનાર કર્મ નહીં હોવાથી અવશ્ય આપી શકે છે. કેવલી વિતરાગ હોય છે તેથી તુચ્છ બાહ્ય પદાર્થનું દાન કરવાનું તેઓને કોઈ પ્રયોજન નથી, પરંતુ યોગ્ય જીવોને જ્ઞાન આદિનું દાન તેઓ કરી શકે છે, તે રૂપ જ ક્ષાયિકદાનનું કાર્ય કેવલીને સ્વીકારી શકાય. વળી ક્ષાયિકલાભ સિદ્ધઅવસ્થામાં કાંઈ નથી, પરંતુ કેવલીને ક્ષાયિકલાભ હોવાથી તેઓને દેહ માટે અનુકૂળ આહાર વસ્ત્ર આદિની આવશ્યકતા જણાય તો તેની અવશ્ય પ્રાપ્તિ થાય છે. પરંતુ ઢંઢણ ઋષિની જેમ ભિક્ષા માટે જવા છતાં લાભાંતરાયને કારણે નિર્દોષ આહાર અપ્રાપ્ત થાય છે, તેમ કેવલીને થતું નથી. તે જ રીતે ક્ષાયિક ભોગ-ઉપભોગ પણ સિદ્ધઅવસ્થામાં નથી, પરંતુ કેવલીને ક્ષાયિક ભોગ-ઉપભોગની પ્રાપ્તિ હોવાને કારણે કેવલીને જે આહાર કે વસ્ત્ર આદિની પ્રાપ્તિ છે, તેના ગ્રહણ અને ધારણમાં અંતરાય કરનાર ભોગ-ઉપભોગવંતરાય નહીં હોવાથી વિદ્ગરહિત આહાર આદિનો ભોગ અને વસ્ત્ર આદિનો ઉપભોગ કરી શકે છે. કેવલી વીતરાગ હોવાથી આહાર આદિમાં રાગ આદિનો સંશ્લેષ થતો નથી. વીયતરાયનો ક્ષય થયેલો હોવાથી સિદ્ધમાં પણ અનંત વીર્ય છે, પરંતુ વીર્યનું કોઈ કાર્ય નથી તેથી સિદ્ધમાં વીર્ય નથી એ પણ નયભેદથી માન્ય છે. કેવલી અવસ્થામાં ક્ષાયિકવીર્ય હોવાથી કેવલીને સંભાવ્યવીર્યરૂપે ચૌદરાજલોકને દડાની જેમ ઉછાળી શકે તેવી શક્તિ છે અને કૃત્યરૂપે વિયતરાય નહીં હોવાથી જે કૃત્યો તેમને ઉચિત જણાય તે કૃત્ય વિપ્ન રહિત કરી શકે છે. આથી કેવલી ઉચિત કાળે યોગનિરોધ ક્ષાયિકભાવના વીર્યથી જ કરે છે.
વળી ક્ષાયિકસમ્યક્ત અને ક્ષાયિકચારિત્ર સિદ્ધમાં છે; કેમ કે આત્મભાવમાં સ્થિરતારૂપ ક્ષાયિકચારિત્ર અને પદાર્થના યથાર્થ દર્શનરૂપ ક્ષાયિકદર્શન સિદ્ધમાં છે. વળી કોઈક નયદૃષ્ટિથી સિદ્ધમાં ચારિત્રનો સ્વીકાર કર્યો નથી, તે વ્યવહારની ક્રિયારૂપ ચારિત્રને ગ્રહણ કરીને કરેલ છે. આ દૃષ્ટિથી શાસ્ત્રમાં સિદ્ધના જીવોને નોચારિત્રીનોઅચારીત્રી કહેલ છે. આ પ્રકારે ક્ષાયિકભાવના નવ ભેદોનું સ્વરૂપ જણાય છે. તત્ત્વ બહુશ્રુતો વિચારે.ll૨/૪મા અવતરણિકા :
સૂત્ર-૧માં પાંચ પ્રકારના ભાવો જીવને હોય છે, તેમ બતાવેલ. તેમાંથી પથમિકભાવ અને શાયિકભાવના ભેદો બતાવ્યા. હવે ક્રમપ્રાપ્ત થાયોપથમિકભાવના ભેદને બતાવે છે –