________________
પરવા નહીં કરતાં તેને ધુત્કારી કાઢયે અને પ્રીય પતિ રામ નીજ જપમાળા જપવા લાગી.
રામ અને લક્ષ્મણ સીતાની શોધ કરતાં કરતાં વાનરદ્વિપમાં કિષ્કિધા નગરી તરફ આવ્યા. ત્યાં સુગ્રીવને મેળાપ થયા. સુગ્રીવના કાર્યમાં રામે મદદ કરવાથી સુગ્રીવ એમને ભક્ત થયે. સુગ્રીવની આજ્ઞાથી નળ, અંગદ, હનુમંત આદિ ઘણા પરાક્રમી સુભટે તેમજ બીજા સૈન્યને પરિવાર સીતાની શોધમાં મોકલવામાં આવ્યા. આખરે હનુમંત લંકામાં જઈને સીતાની ભાળ લઈ આવ્યા. રાવણના આ અકાર્યને બદલે લેવા વિદ્યાધરે-વાનરેની સૈન્યના પરિવાર સાથે રામ લમણે લંકા ઉપર ચડાઈ કરવાને તૈયારી કરી. અવિચિછાપ પ્રયાણ કરતા તેઓ હાલમાં લંકા નગરીના કિલ્લાને જેનાં મેજા અથડાઈ રહ્યાં છે એવા ભયંકર સમુદ્રના કિનારા ઉપર પડાવ નાંખીને રહ્યા છે. અને સમુદ્ર તરીને સામે પાર જઈ સીતાજીને મેળવવાની વાત બને બંધુઓ કરી રહ્યા છે.
સીતાજીના હરણ થવા પછી રામચંદ્રજી ઉદાસ રહેતા હતા. કામ સિવાય ઓછું બોલતા. સીતાજીની શોધ સિવાય કેઈપણ બીજી પ્રવૃત્તિમાં તે ઓછે ભાગ લેતા. અત્યારે સમુ
ને કિનારે બને બાંધવો વિચાર કરતા આમતેમ ફરે છે ત્યાં રામચંદ્રજીએ કહ્યું –આ કાર્યમાં દેવીક શક્તિની જરૂર છે કે જેના સાંનિધ્યથી આપણા કામની ફતેહ થાય !
૧ વાનર ચિનહવાળા વીરસૈનિકો–મનુષ્ય. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com