________________
( ૪ ) હા! બંધુ! આપણું સૈન્યને આ ભયંકર સમુદ્રમાંથી પાર ઉતારી, દશાનન સાથે યુદ્ધ કરીને જાનકીને લાવવાની છે?” વડીલ બાંધવે કહ્યું.
એ બને નવયુવાન જણાતા સુંદર પુરૂષે વિશ્વમાં અદ્વિતીય વીર ગણાતા રામચંદ્રજી અને લક્ષ્મણ હતા. ન્હાની ઉમ્મર છતાં અપૂર્વ પરાક્રમથી સમસ્ત જગતમાં એમણે પિતાનું નામ પ્રસિદ્ધ કર્યું હતું. દેવતાધિષ્ઠિત એવા વાવર્ત અને અરણુવર્ણ ધનુષ્ય ઉપર બાણ ચઢાવીને વિદ્યાધોને આશ્ચર્યચકિત કર્યા હતા. તે સિવાય જુલ્મી–રાક્ષસોને પણ સંહાર કર્યો હતો. પિતાની આજ્ઞાથી હમણાં તે બાર વર્ષ પર્યત વનવાસ ભેગવવાને નિકળ્યા હતા. દંડકારણ્યમાં ગદાવરી નદીના કાંઠાના રમણીય વનની પર્ણકુટીમાં રહેતાં એમને કેટલાંક વર્ષ વહી ગયા હતાં.
એક દિવસ લક્ષ્મણ વનમાં વનફલ મેળવવાને ફરતા હતા, એટલામાં સૂર્યહ્રાસ ખર્શ એમના જોવામાં આવ્યું. અને એ અતિરથી મહાવીર પુરૂષે જોવાની ખાતર ખ્યાનમાંથી બહાર ખેંચી કાઢયું. આવું અપૂર્વ ખ જોઈ એની પરીક્ષા કરવાને એમનું મન લલચાયું ને એક વંશજાળ ઉપર અજમાયસ કરતાં એકજ ઘાએ તેને કાપી નાંખ્યું. તે સાથે તેની આડમાં રહી તપ કરતા એક મનુષ્યનો સંહાર થઈ ગયે. જેથી લક્ષ્મણને ઘણે પસ્તા થયે; પરન્તુ હવે કાંઈ ઉપાય નહોતે. પશ્ચાત્તાપ કરતાં એ સૂર્યહ્રાસ ખગ લઈને વડીલ બંધુ પાસે આવી સર્વે હકીકત કહી બતાવી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com