________________
( ૩ ) સમુદ્ર પણ જાણે આ સૈન્યથી ક્ષેભ પામ્યો હોય તેમ પોતાનાં ભયંકર મેજાએ આકાશમાં ઉછાળ, કાનને ફાડી નાખે તેવી ઘેર ગર્જના કરી સૈનિકોને ડરાવી રહ્યો હતે. અંદર રહેલાં જલજંતુઓ તે સ્તબ્ધ જ થઈ ગયાં હતાં; કારણકે શત્રુના સુભટેએ સમુદ્ર અને સેતુ એ બન્ને રાવણના પ્રસિદ્ધ મિત્રને દેવિક શક્તિથી બાંધી લીધા છે. આવા બળવાન સુભટે જેના વિદ્યમાન છે, એવા મહા પરાક્રમી પુરૂષો તથા એના સૈનિકોને આપણે શું કરી શકીશું? એમ વિચારતાં ક્ષણમાં–જળજંતુઓ જળની સપાટી ઉપર આવી ડોકીયું કરીને એ વિશાળ સૈન્યને જોતાં ભયથી તેજ ક્ષણે એ અથાગ જળમાં ગરક થઈ જતા હતા.
સેનિકે, સુભટો અને વિદ્યાધરોના પરિવારથી ભરપુર આ છાવણીમાં અત્યારે વિશ્રાંતિ હોવાથી સર્વ કે મનમાનતી મેજમાં પડેલા હતા. કોઈ આરામમાં હતા. કઈ ખાનપાનમાં હતા. તે કઈ નજીક જંગલમાં ખેલી રહ્યા હતા. કેમકે પુન્ય. વંત અને પરાક્રમી મહારાજ જેના શિરે હોય તેના સેવકને ચિતા શી ?
આ સમયે દેવ સમાન આકૃતિવાળા ફક્ત બે પુરૂષ કંઈક ચિંતાતુર વદને સમુદ્રના કિનારા ઉપર ફરતા, ચંદ્રના નિર્મળ પ્રકાશથી વનમાં નવપલ્લવિત થયેલી વિવિધ તરૂલતાએને નિહાળી રહ્યા હતા. “વડીલ બંધુ! સમુદ્રનાં વિચિત્ર મેજ આકાશ પર્યત કેવા ઉછળી રહ્યા છે? ” લઘુ બાંધવે કહ્યું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com