Book Title: Siddhachakra Varsh 01 - Pakshik From 1932 to 1933
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
શ્રી સિદ્ધચક્ર
તા. ૧૫-૧૦-૩૨ શંકા- અરિહંત આદિપદોનું આરાધન કરવું છે ને તેમાં દેવ ગુરુધર્મ ત્રણ તત્વ છે તો નમો રેવા ગુણો થમ્પ દેવ-ગુરુ અને ધર્મને નમસ્કાર એવું કહી દો , નવપદમાં દેવ-ગુર, ધર્મ લાવવા છે માટે અરિહંતને સિદ્ધમહારાજદેવ, આચાર્ય આદિ ગુરુ; અને દર્શનાદિ પદોથી ધર્મ આવી જાય છે, માટે સીધા જ ત્રણ તત્ત્વો કહી દો.
સમાધાન- દેવ-ગુરુ-ધર્મ એ ત્રણ તત્ત્વો છે, પણ દેવના બે ભેદો ન સમજે તો દેવ દેવ શબ્દ પોકારતો પોકારતો રખડી મરે !! સાકાર અને નિરાકારે દેવ. સાકાર દેવ ન સમજે તો નિરાકારને સમજવાનો વખત આવે નહીં. પહેલા પદે સાકાર બીજા પદે નિરાકાર. અહીં આચાર્ય નામ કોનું? જ્ઞાનાચારાદિ પાંચે આચારમાં જે બરોબર પ્રવીણ હોય, ગણધર ગુલ્ફિત સૂત્રઅર્થ તદુભયના વેત્તા બની વસ્તુ સ્થિતિને પ્રરૂપનાર, પૂર્વોક્ત પંચાચારમાં પ્રવર્તનાર ને પ્રવર્તાવનાર તે આચાર્ય. આ જાતિવાચક પદોમાં જૈનાચાર્ય કહ્યા નથી, પણ વિશિષ્ટ સ્વરૂપધારણ કરનાર જૈનાચાર્યો જ આ પદોમાં હોઈ શકે.
- અહીં આચાર્યને નમસ્કાર કરેલો છે. દુનિયાના બધા આચાર્યને નમસ્કાર નથી. દેવતત્ત્વના પ્રરૂપકો ગુરુપદમાં બિરાજે છે !!! અરિહંતના તત્ત્વને અમલમાં મુકનારાઓ જ આચાર્ય ઉપાધ્યાય અને સાધુ, પરમેષ્ટિ પદમાં '
સુશોભિત છે. તે સિવાય બાકીના નામના આચાર્ય, ઉપાધ્યાય
અને સાધુ સાથે લાગતું વળગતું નથી. જે શ્રધ્ધાહીન હોય તે ડુંગર ખોદીને ઉંદર જ એમ બોલી શકે, કે આચાર્યથી, ઉપાધ્યાયથી અને સાધુથી કાઢવાનો આ રસ્તો નથી. બધા આચાર્ય લેવા કેમ નહીં ? જો કે સુવિશેષણ લાગ્યું
નથી, પણ અહીં આચાર્ય જ્ઞાનાચારાદિ આચારમાં વર્તતા હોય, પ્રરૂપતા હોય, પ્રવર્તતાવતા હોય તે જ ગણવાના છે. ઉપાધ્યાય દ્વાદશાંગી ભણેલા હોય અને શિષ્યોને ભણાવતા હોય. કપડા માત્ર પલટાવવાથી આચાર્ય ઉપાધ્યાય અને સાધુ નથી તેમ તેની સાથે કપડા વગરના એટલે સાધુ વેશ વગરના પણ સાધુ કહી શકાતા નથી. છાપ વગરની ચાંદી રૂપિયો નહીં, રૂપિયો ક્યારે ? ચાંદી અને છાપ બંને હોય. તેવી રીતે ગુરુ. ગુરુપણાના ગુણ અને સાધુ વેશની છાપ બે હોય ત્યારે જ ગુરુપદના અધિકારી છે.
જેમ હાઈસ્કુલમાં ત્રણ વસ્તુ છે. હેડમાસ્તર, માસ્તર અને વિદ્યાર્થીઓ. તેવી રીતે જૈન શાસનરૂપ હાઈસ્કુલમાં હેડમાસ્તર તરીકે આચાર્ય દેવો, માસ્તર તરીકે ઉપાધ્યાયો, અને વિદ્યાર્થી તરીકે સાધુઓ છે. જાતિસ્વરૂપના પ્રતિપાદનમાં સુવિશેષણ લાવવાની જરૂર નથી. દારૂ શબ્દમાં ઘેન ચડાવનાર