Book Title: Siddhachakra Varsh 01 - Pakshik From 1932 to 1933
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
૩૯૨
શ્રી સિદ્ધચક્ર
, તા. ૨૨-૬-૩૩ કાંટા વાગવાનું બંધ ન થાય, દ્રવ્યદયા એટલે આવેલી અશાતાને અમુક મુદત સુધી રોકવી. દ્રવ્યદયા અને ભાવદયાના ભેદને સમજનારા આત્માઓ જ પ્રભુ શાસનની પરમાર્થતા પામી શક્યા છે. કોઇના પણ બે મત નથી.
આરંભ કરીને પણ કરાતી પૂજા તે ભાવદયાનું કારણ હોવાથી આદરવા લાયક છે. દુઃખ વેઠીને પણ સેવન કરાતો સંયમ તે મોક્ષ માટે છે. વર્તમાનકાળના દુઃખનાશનો ઉપાય તો દુનિયામાં છે. અને તે માટે દુનિયા ખડેપગે ઊભી છે. ભાવદયામાં જનારા ભવ્યજીવો હોઈ શકે, દ્રવ્યદયામાં ભવ્ય અને અભિવ્ય બંન્ને હોય પણ ભાવદયામાં ફક્ત એકલા ભવ્યજીવો ભવ્ય પરિણામવાળા રહી શકે છે. આથી પ્રભુ માર્ગમાં પ્રતિપાદિત કરેલી ભાવદયાને અંગે પહેલું લક્ષણ આસ્તિક્યતા આવવું જોઈએ, જ્યાં સુધી આસ્તિક્તાનું અંધારું હોય ત્યાં સુધી ભાવદયારૂપી ભાનુના ભવ્ય કિરણો સ્કુરાયમાન થતા નથી. તમારા હાથમાં રહેલી પૂજાની થાળીમાંથી ફૂલ કોઈ લઈ લે, અગ્નિ આપે નહિ કે જેથી તમે ધૂપ ન કરી શકો, કળશ, ધૂપ ધાણું, અને ફૂલ ફળની રકાબી લઈ લે તો તે બધા તમારા ઉપર દ્રવ્યદયા કરનારા ખરાકે નહિ? દ્રવ્યદયા તે જ કર્તવ્ય છે કે ભાવ દયાનો ભોગ જેમાં હોય નહિ. આખરે લઈ લે તો પણ ભાવદયામાં વાંધો આવે તેવી રીતે? બીજાએ પણ સમજવું કે ચોવિહારવાળો આળોટતો હોય અને તેને પાણી લાવી આપે તે દયાળુ અને ચોવિહાર જાણીને પાણી ન દે તે ઘાતકી માનશો કે? સભામાંથી નાજી.
દ્રવ્યદયા તે જ ઉપાદેય છે. કે જે ભાવદયાને બાધાકારી ન હોય. અર્થાત્ દ્રવ્યદયાના ભોગે ભાવદયા થાય પણ ભાવદયાના ભોગે દ્રવ્યદયા તો થાય જ નહિ, આજની વીસમી સદીમાં એક પક્ષ દ્રવ્યદયાના રક્ષણ માટે ભાવદયાનો ભોગ આપો, અને બીજો પક્ષ ભાવદયાના રક્ષણ માટે દ્રવ્યદયાનો ભોગ આપો આવા પ્રકારની ચાલુ કાળમાં બે પક્ષની માન્યતા છે. શાંતિથી વિચારવાવાળા ને વસ્તુતત્વ સમજાય તેમ છે. ભાવદયા ધ્યેય તરીકે ન હોય તો પ્રભુ માર્ગની બધી કરણી નકામી જેવી લાગશે ? સાધુઓ પણ અનશન, લોચ, વિગેરે માટે ઉપદેશ આપે છે ? કહેવું જ પડશે કે ભાવદયાના ભવ્ય લાભ આગળ દ્રવ્યદયાના લાભની ગણતરી જ નથી. આ ઉપરથી ભાવદયાનો ભોગ ન થાય તેવી દ્રવ્યદયા કરવા માટે કોઈના પણ બે મત જ નથી. ભાવદયાની ભાગોળ.
તમારા કુટુંબને તમે જેવી રીતે પોષો છો તેવી રીતે મિથ્યાત્વીઓ શું નથી પોષતા? કહેવું પડશે કે પાળે છે. વાઘ સરખાં ફૂર જાનવરો પણ પોતાનાં બચ્ચાંને પાળે છે તેવી રીતે આપણે આપણાં છોકરાને પણ પાળીએ છીએ તેમાં નવાઈ નથી. પણ વસ્તુતઃ જૈનદર્શનના વિવેકને સમજો તો ભાવદયામાં જરૂર જવા જેવું છે. એટલે મારું કુટુંબ કર્મના સંકજામાંથી ખસી જાય કીચડમાં પડતું બંધ ક્યારે થાય? એ ઈચ્છા ન થાય ત્યાં સુધી તમો ભાવદયામાં આવ્યા જ નથી. પ્રાચીન કાળમાં ભરત રાજાનો મરીચિ પુત્ર ભરતરાજાને અળખામણો હશે ! છોકરાં તેઓને વહાલાં હશે કે નહિ ? કહેવુંજ પડશે કે હાલ કરતાં મુખ્યતત્વ સમજતાં હતાં કે આતો મુસાફર મળ્યો છે, માટે મુસાફરીમાં ભેગાં મળેલા પર ઉપકાર કરવો તે જ આવશ્યક છે. દર્પણ ચોખ્ખું રાખો તો જ મોટું ચોખ્ખું દેખશો. નિર્મળ દર્પણ સિવાય મોટું ચોખ્યું હશે તો પણ દેખાશે નહિ. મેલા દર્પણમાં ચોખ્ખું મોઢું પણ મેલું દેખાશે. વગર વાવ્યા ઊગતું