Book Title: Siddhachakra Varsh 01 - Pakshik From 1932 to 1933
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
-
-
-
-
-
-
૧
૪૩૧
શ્રી સિદ્ધચક્ર
તા. ૭-૭-૩૩ જે નોકર કબજો લઈ બેઠો હોય તેનો ઘડો ઘાટ કરીએ તો રાજ્ય આપણા હાથમાં. નોકરનો ઘાટ કરવામાં તૈયાર થયેલો માલિક જાગતો ન હોય તો બીજો બદમાશ ઘૂસે. નોકરનો ઘાટઘડવો એટલે શરીરને તપસ્યામાં ઉતારો. શરીરને કહો કે તું સજા ભોગવ અને તે સજા પણ હું દઉં. ગુનેગાર શરીર અને સજા દેનાર હું દુનિયાદારીથી આવેલાં દુઃખો ભોગવો તે પારકી કરેલી સજા અને આત્મજ્ઞાનથી રંગાઈને તપસ્યા કરો તો આપણી દીધેલી સજા. આત્મજ્ઞાનથી રંગાયેલો આત્મા હોય તો જરૂર શરીર રૂપ ગુનેગારને સજા કરે. આત્મજ્ઞાનથી દુઃખ હણવાના અમોઘ ઉપાયને હસ્તગત કરશે તે જીવો આ ભવ પર ભવરૂપ કલ્યાણ મંગલિક માળા વિસ્તારને પામી સિદ્ધિના સુખો ભોગવવા શાશ્વત ધામમાં બિરાજમાન થશે. સર્વ મંગલ. પ્રાસંગિક નોંધ.
મેઈનરોડ ઉપરથી આવતા આજુબાજુની લાઇનો માણસોથી ચિકાર ભરાઈ ગઈ હતી ત્યાંથી નાણાવટ આગળ આવતાં શાસન રસિકોની પ્રાણપ્રિય સોસાયટી આગળ શ્રી આચાર્યશ્રીનું સ્વાગતબોડેથી સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યાં આગળ પણ શાકરનાં પાણી હતા. ત્યાંથી આગળ આવતાં વડાચૌટા આગળ પધાર્યા ત્યાંની શોભા પણ અપૂર્વ હતી. આખોએ લત્તો રેશમી અને જરીની સાડીઓથી ભરી દીધો હતો. ત્યાં પણ સાકરનાં પાણી થયાં હતાં. ત્યાં કલ્યાણ પાર્શ્વનાથને દહેરે આચાર્ય દેવ દર્શન કરીને આગળ ચાલતા રસ્તામાં નગરશેઠ વિગેરે પણ આવી પહોંચ્યા હતા અને સાજનનો ઠાઠ અપૂર્વ હતો. શહેરનાં તેમજ બહારના તમામ સંભાવિત ગૃહસ્થો નજરે પડતા હતા. નગરશેઠ તથા માજી સબજજ સુરચંદભાઈ બદામીઃ તેમજ મંગળભાઈ વાડીવાલા શેઠ, નવલચંદ ખીમચંદ, શેઠ નેમચંદ નાથાભાઈ, શેઠ મોતીચંદ ગુલાબચંદ, શેઠ ખીમચંદ કલ્યાણચંદ, શેઠ પોપટભાઈ ધારશી (જામનગર) બુહારીથી ઝવેરચંદ પનાજી, કસ્તુરચંદ ચોકસી, એડવોકેટ વકીલ અમીચંદ ગોવિંદજી શાહ, ચંદુભાઈ ચીમનલાલ, ચુનીભાઈ બાલુભાઈ, ચુનીભાઈ મંછુભાઈ, રૂપચંદ ઘેલાભાઈ, ઉત્તમભાઈ વિગેરે અનેક સંભવિત ગૃહસ્થોની હાજરી તેમજ બહારગામથી પણ અનેક ભક્તો આવી પહોંચ્યા હતા. ત્યાંથી આગળ ચાલતાં ગોપીપરા આવી પહોંચ્યા. આજે ગોપીપુરા સુરત એટલે શ્રી આચાર્યદેવનું પાયતખ્ત અને ગોપીપુરા તે મુખ્ય કચેરી; એટલે ગોપીપુરે મુખ્ય કચેરીએ પધારતાં સૂરીસમ્રાટનું સ્વાગત કરવા અનેક કમાનો અને રંગબેરંગી વાવટા તોરણો અનેક સાડી બસમાઓ તથા પરવાલાના તોરણો તથા અપૂર્વ સ્વાગત બોડૅના શણગારથી આખુંએ ગોપીપુરા તથા ઓસવાળ મોહલ્લો વિદ્યાધરોની વિલાસી નગરીની જેમ અપુર્વ બની ગયો હતો. જ્યાં શાકરનાં પાણી પણ રાખવામાં આવ્યા હતા. ત્યાંથી વાડીને ઉપાશ્રયે પધારતાં ઉભા રહેવાનીએ જગ્યા ન મળે અર્થાત્ ઉપાશ્રયની બહાર લોકોને ઉભા રહેવું પડ્યું હતું. ત્યારબાદ આચાર્યશ્રીએ અમોધ દેશનાનું પાન કરાવ્યું હતું. ત્યારબાદ શ્રીફળની પ્રભાવના થઇ હતી. આશરે પચીસો શ્રીફળ ખપ્યાં હતાં. આવી રીતે શ્રી આચાર્ય દેવનું પાયતન સુરત શહેરમાં અપૂર્વ રીતે પ્રવેશ થયો હતો.