Book Title: Siddhachakra Varsh 01 - Pakshik From 1932 to 1933
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
૪૩૯
શ્રી સિદ્ધચક્ર
તા. ૭-૭-૩૩ •••••••••••••''''''''3':::::::::::::::
ધન્ય છે તે મુનિઓને કે જેઓ ગૈલોક્યના બન્ધ સમાન જિનેશ્વર દેવના શાસનને પામીને સર્વવિરતિ એટલે પંચ મહાવ્રત પાલન કરવામાં ઉદ્યત છે અને સર્વ દોષથી રહિત ભિક્ષા પ્રાપ્ત કરી સંયમનો નિર્વાહ કરનારા છે આઠ પ્રવચન માતાનું નિત્યે પાલન કરનારા છે તે ચાર પ્રકારના અભિગ્રહ ને તપને ધારણ કરનારા છે. વળી અઢાર હજાર શીલાંગ રથના ભારને ધારવાવાલા અને પ્રથમ રૂપ અમૃતથી ભરપુર હોઈ પૃથ્વી તલ ઉપર વિચરી ભવ્ય જીવોને પ્રતિબોધ કરે છે. અને તીર્થકર દેવોએ કથિત કરેલ માર્ગે પાદપોપગમન અનશન અંગીકાર કરી ચાર શરણના સ્વીકાર પૂર્વક દેહને છોડે છે તે મુનિવરોને ધન્ય છે !!!
તેવી રીતે હું પણ ભવરૂપ સમુદ્રને પાર ઉતારનાર વિજ્યસેન નામ ગુરૂવરની પાસે જઈ તેમની પાસે ચારિત્ર અંગીકાર કરી પૂર્વવિધિએ હું પણ દેહનો ત્યાગ કરીશ એમ વિચાર કરી રાજાએ પોતાના સુબુદ્ધિ આદિક મંત્રીને બોલાવી પોતાનો અભિપ્રાય તેમને જણાવ્યો. મંત્રીઓ પણ રાજાના અભિપ્રાયને સંમત થયા. તે દિવસથી જિનમંદિરની અંદર અણહિકા મહોત્સવનો પ્રારંભ કરાવરાવ્યો, દીન-ગરીબને દાન દઈ કુટુંબીજન તથા નાગરિક લોકોને સન્માન કરી પોતાના મોટા પુત્ર જે ચંદ્રસેન કુમાર તેમને રાજ્ય ઉપર બેસાડી શુભભાવના ભાવતો એટલે હું સવારે ગુરુ પાસે જઈ વ્રત ગ્રહણ કરીશ એ પ્રમાણે વિચારતો રાત્રે કાઉસ્સગ્ન ધ્યાને પોતાનાં મંદિરમાં રહ્યો. અગ્નિશર્મા દેવનો ઉપસર્ગને પ્રથમ ભવની સમાપ્તિ
આ બાજુ અગ્નિશર્મા નિયાણું કરવાથી અનશન કરી કાલ કરીને દશભુવનપતીમાંના વિધુત્યુમાર ભુવનમાં દોઢ પલ્યોપમના આયુષ્યવાળો દેવ તરીકે ઉત્પન્ન થયો.
વિર્ભાગજ્ઞાનથી પોતાનો પૂર્વભવનો સર્વ વૃત્તાંત જાણી ગુણસેન રાજાને કે જે ભાવથી ચારિત્રને પામેલ હાલ કાયોત્સર્ગમાં રહેલ છે તેને ઉપસર્ગ કરવા આવ્યો અને ઘણા ક્રોધથી ધમધમેલો એવા આ અશિર્માના જીવે રાજાને પ્રતિમારૂપે કાઉસગ્ગ ધ્યાનમાં ગુણસેન રાજાને જોવા પૂર્વ દિશાના પ્રચંડ તાપવાળા સર્યથી તપી ગયેલી ધૂળનો આ ધુળદેવે રાજા ઉપર વરસાદ વરસાવ્યો. તપેલી રેતીથી ન સહન થાયે એવી રીતે બળતા છતાં આવા ઉપસર્ગમાં પણ સાત્ત્વિક શિરોમણી ગુણસેન ભૂપતિ વિચાર કરે છે===કે શારીરિકને માનસિક દુઃખથી ભરપૂર એવા સંસારમાં દુઃખ પામવું સુલભ છે. પણ ધર્મની પ્રાપ્તિ અતિ દુર્લભ છે. હું ભાગ્યશાળી છું. કે જેથી આ અનાદિકાલથી સંસાર સાગરમાં મેં ક્રોડાએ ભવે દુર્લભ એવું ધર્મચિંતામણી પ્રાપ્ત કર્યું. ધર્મના પ્રભાવે કોઈપણ કાલે આત્મા દુર્ગતિમાં જતો નથી મારા અનેક ભવોમાં આ ભવ સફળ થયો એટલે આ દુઃખ તો મારે આનંદનો વિષય છે પણ દુઃખ એટલું જ થાય છે કે અગ્નિશર્માએ મારા નિમિતે નિયાણું બાંધી કર્મ ઉપાર્જન કર્યું અને સંસાર વધાર્યો વિચારો પુણ્યવાન્ આત્માઓની ભાવના કેવા પ્રકારના હોય છેદરેક પ્રાણીઓમાં મેં હાલ મૈત્રી અંગીકાર કરી છે ને તેમાંયે પહેલાં મારાથી પરાભવ કરાયેલ અગ્નિશર્માની અંદર વિશેષે કરી મૈત્રી ધારણ કરું છું,