Book Title: Siddhachakra Varsh 01 - Pakshik From 1932 to 1933
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
૪૯૪
૬૩૯
૬૪૦
૬૩૮ અપૂર્ણ પણ પૂર્ણતાને શાથી પામે છે, એ ધ્યેય સમજાવવાને માટે પણ ગુરૂતત્વની ખાસ જરૂર જ છે.
૬૪૧
૬૪૨
૬૪૩
૬૪૪
૬૪૫
૬૪૬
શ્રી સિદ્ધચક્ર
૬૪૭
તા.૫-૮-૩૩
સુધા સાગર
[નોંધઃ-સકલ શાસ્ર પારંગત, સ્યાદ્વાદસિદ્ધાંત સુધા-સ્ત્રાવી, આગમના અખંડ અભ્યાસી આગમોદ્ધારક પૂ. શ્રી. આચાર્યદેવ શ્રીમદ્ સાગરાનંદસૂરીશ્વરજીની મનનીય હૃદયગંમ દેશનામાંથી ઉષ્કૃત કરેલ કેટલાક સુધા સમાન વાક્ય બિંદુઓનો સંગ્રહ પૂ. શ્રી ચંદ્રસાગરજી મહારાજજી પાસેથી મેળવી ભવ્ય જીવના જીવનને નવપલ્લવિત રાખવા માટે અમોધ છે એમ ધારી અમે અત્રે આપીએ છીએ.
તંત્રી
દેવના કહેલા તત્વ પ્રમાણે ચાલીને, એ દેવતત્વની પ્રાપ્તિ માટે તૈયાર થયેલા હોય તે જ ગુરુ છે.
જેની વિતરાગપણા તરફ અને નિષ્કામપણા તરફ દ્રષ્ટિ છે, તેઓ જ એ વસ્તુને પામે છે. અરિહંતના જીવો સિદ્ધ થાય છે, પણ સિદ્ધ કદી અરિહંત થતા નથી.
તીર્થંકર ભગવાન એ સંસારમાં કોઇપણ જાતના પ્રકાશની જોડે સરખાવી ન શકાય તેવા દિવ્ય દીપક છે.
ભગવાન કેવા છે, એ સદા લક્ષ્યમાં રાખો, ભગવાન પોતે જેટલા જ્યોતિર્મય છે તેટલા બીજાને પણ જ્યોતિર્મય બનાવે છે.
અરિહંત અને સિદ્ધનું આરાધન પોતાના જેટલું જે સામર્થ્ય બીજાને આપે છે, એથી જ કોઇ લાયક હોય તે એને ખુશીથી મેળવી શકે છે.
અરિહંત અને સિદ્ધનું આરાધન કરી લાયકાત મેળવવાને અંતે અપૂર્ણ પણ પૂર્ણતાને જ પામે છે.
જૈનશાસનમાં દેવપણું પણ સિદ્ધ કે અરિહંતને ત્યાં રજીસ્ટર નથી.
આત્માને સો શિખામણોથી જે અસર નહિ થાય તે એક માત્ર શાસ્ત્રની દલીલથી થાય છે અને શાસ્ત્રની દલીલથી જે અસર નહિ થાય, તે અસર સર્વજ્ઞશાસ્ત્રોમાં કહેલા એક ઉદાહરણથી જ થાય છે.