Book Title: Siddhachakra Varsh 01 - Pakshik From 1932 to 1933
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
૫૪૪
શ્રી સિદ્ધચક્ર
તા.૪-૯-૩૩ :
૭૨૫ સૂત્રનો એક અક્ષર વિરૂદ્ધ બોલનારો હોય તો ત્યાં આચાર્યપણું કે ઉપાધ્યાયપણું પણ ટકી શકતું
નથી. ૭૨૬ સિદ્ધો એ પરીક્ષાના વિષયની બહાર છે, જ્યારે અરિહંતાદિ ચારેની પરીક્ષા શક્ય છે. ' ૭૨૭ અરિહંતે જે સિદ્ધો આરાધ્ય બતાવ્યા છે તે જ સિદ્ધોને આરાધનમાં લેવાના છે, જે કોઈ અન્ય
પ્રકારના સિદ્ધો હોય તે ધ્યાનમાં લેવાના નથી. ૭૨૮ સિદ્ધોની માન્યતા કોઈની સ્વતંત્ર છે જ નહિ, એ માન્યતા પણ અરિહંત ભગવાનની સાક્ષીએ
જ છે. ૭૨૯ અરિહંતોની માન્યતા સ્વતંત્ર છે કેમકે તેમની અને તેમના આગમોની પરીક્ષા કરી શકાય છે. ૭૩૦ અરિહંતે જેના પર સહી કરી છે, તે દસ્તાવેજ જો તેના સંતાનો એટલે અનુયાયીઓ કબુલ
ન રાખે તો એ તેના સંતાન જ નથી ! ૭૩૧ જે અઢારે દોષોથી રહિત છે, તે અરિહંત છે. ૭૩૨ જે પાંચે આચારોને શાસ્ત્રાનુસારે પાળે છે તે જ આચાર્ય, બીજા નહિ.
પઠન પાઠનમાં તત્પર હોય તે દ્વારા ઉપાધ્યાયની પરીક્ષા છે, તથા મોક્ષમાર્ગની સાધના અને સહાયતા વાર ન : પરીક્ષા છે. અરિહંતના વચનની પ્રમાણિકતાથી જ સિદ્ધની સિદ્ધતાને આપણે સ્વીકારીએ છીએ અર્થાત્ સિદ્ધરૂપી ઝવેરાતને ઓળખાવનારા અરિહંતરૂપી ઝવેરી જ છે અને તેથી જ તેમનો પહેલો
નમસ્કાર કરવાનો છે. ૭૩૫ શ્રી અરિહંતે જે આચાર્યોને આરાધ્ય જણાવ્યા છે તે જ આચાર્યોને વંદના કરવી ઘટિત છે. ૭૩૬ નવપૂર્વથી આગળના જ્ઞાનવાળા, તથા જિનકલ્પને લીધે સમુદાયને છોડી ગયેલા હોય, તેમજ
મોક્ષને સાધનારા તેવા બધા સાધુ નમસ્કાર કરવાને લાયક છે. ૭૩૭ એક સાધુની અવજ્ઞા અને સર્વ સાધુસંઘની અવજ્ઞા એમાં કશો જ ફેર નથી. ૭૩૮ એક અરિહંતને આરાધો તો એનો અર્થ એ જ છે કે તમો સઘળા અરિહંતોને આરાધો છો. ૭૩૯ વ્યક્તિની આરાધના ગુણના મુદથી છે; વ્યક્તિ પરત્વે છે. ૭૪૦ ગુણ પરત્વે ન જતાં માત્ર વ્યક્તિ પરત્વે જ જઈએ તો કહેવું પડશે કે આપણે ગુણના પૂજારી
* નથી, માત્ર હાડકા તથા માંસના પૂજારી છીએ.
૭૩૪ -