Book Title: Siddhachakra Varsh 01 - Pakshik From 1932 to 1933
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti

View full book text
Previous | Next

Page 729
________________ આટલું તો જરૂર વાંચો ! સખી ! ગગને અંધારું ઘોર, વીજળી રેલી રહી ! જોને ! ગરજે છે ભયના શોર, વીજળી રેલી રહી ! આ કવિતાની કડીઓ વાંચી તમે તેનું રહસ્ય પામ્યા છો ? જો આ પ્રશ્નનો ઉત્તર ના !” હોય, તો સમજો કે ઘનઘોર આકાશમાં જેમ વીજળીના ચમકારા પ્રકાશ પ્રેરે છે, તેમ ધાર્મિક જૈનાકાશમાં ફેલાયેલા અંધકારમાં અને જડવાદીઓના શોરબકોરમાં એક અણદીઠી વીજળીનો અદભુત ચમકારો વ્યાપી ગયો છે ! અને પ્રિય વાંચક ! એ ચમકારો તે કયો ? એ તારી કલ્પનામાં આવે છે ? જો, ન આવતું હોય તો સમજી લ્યો કે એ ચમકારો તે આગમોદ્ધારક આચાર્યદેવની સુધાર્ષિણી વાણી છે અને એ વાણીને સમાજમાં રેલાવવાનું કાર્ય તમારા “માનીતા સિદ્ધચક્ર” પાર પાડયું છે ! પ્રિય વાંચકો ! વિચાર કરો, કે એ સેવાના બદલામાં તમે “સિદ્ધચક્ર” ને તેના આવતા અંકથી શરૂ થતા નવા વર્ષના આરંભે શી ભેટ આપવા નિરધાર્યું છે ! જો તમે એનો નિર્ધાર ન કર્યો હોય તો કાલે કરજો તમે ગભરાશો નહિ ! તમને સસ્તું વાંચન પુરું પડે એ ઉદેશથી સિદ્ધચક્ર સાહિત્ય પ્રચારક સમિતિએ જ આશરે રૂા. રાનો ગ્રંથ તમને ભેટ આપવાનો ઠરાવ કર્યો છે, અને એ ભેટનું પુસ્તક તે આચાર્યદેવ આગમોદ્ધારક મહારાજ સાગરાનંદ સૂરીશ્વરજીનું જીવનચરિત્ર છે ! આમ અમે અમારી ફરજ બજાવીએ છે હવે તમે તમારી ફરજ બજાવશો કે ? સિધ્ધચક્રનો આ ચોવીસમો અંક હોઈ આસો સુદ પૂર્ણિમાનો અંક એ તેના બીજા વર્ષનો પહેલો અંક છે એ ટાંકણે તમારી ફરજ શું? તમારી ફરજ આ રહી : (૧) ચઢેલું લવાજમ તાકીદે મોકલો ! (૨) નવા વર્ષનું લવાજમ પણ તરત રવાના કરો. (૩) સિધ્ધચક્ર તમે વાંચો ! બીજાને વંચાવો ! એની જ વાતો કરો ! અને એનો પ્રચાર કરો! તમે ગ્રાહક રહી, બીજાને ગ્રાહક કરો ! તમારે આ જ્ઞાન પ્રચારના મહાકાર્યમાં જે કાંઈ ભેટ આપવી હોય તે આપી દો ! જે મહાનુભાવોએ આવી ભેટો આપી છે તે આ સમિતિએ સહર્ષ સ્વીકારી છે. અને તમે ગ્રાહક ન હો, તો ગ્રાહક થવા માટે લખો : સિદ્ધચક્ર સાહિત્ય પ્રચારક સમિતિ, લાલબાગ ભુલેશ્વર, મુંબઈ નં. ૪.

Loading...

Page Navigation
1 ... 727 728 729 730 731 732 733 734 735 736 737 738 739 740 741 742 743 744