Book Title: Siddhachakra Varsh 01 - Pakshik From 1932 to 1933
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti

View full book text
Previous | Next

Page 728
________________ • • • , પ૭૦ શ્રી સિદ્ધચક્ર તા.૧૯-૯-૩૩ શાસ્ત્રકારે દીક્ષાની વયતો આઠ વર્ષની જ રાખી હતી. ૧૨૦ વર્ષનું આયુષ્ય થયું તો પણ દીક્ષાની વય એ જ રાખી છે અને તે જ દૃષ્ટાંતે આજે આયુષ્ય પચાસ વર્ષનું હોય તો પણ એ જ આઠ વર્ષ કાયમ છે ! પ્રશ્ન પર૩- મનુષ્યને સ્વતંત્ર ક્યારે ગણી શકાય? સમાધાન- સોળ વર્ષે, સોળ વર્ષે ધર્મશાસ્ત્રોને મનુષ્યની સ્વતંત્રતા કબુલ રાખી છે. અર્થાત્ સોળ વર્ષની ઉંમર થયા પછી તે મનુષ્ય સ્વતંત્ર રીતે દીક્ષા લે તે માટે વિરોધ કે વાંધો ગણવામાં આવ્યો નથી. જૈન ધર્મશાસ્ત્રમાં અને એના જ સમકાલીન અજૈન ધર્મશાસ્ત્રોમાં એવા સેંકડો ઉદાહરણો છે કે જેમાં સોળ વર્ષ પછી સ્વતંત્ર રીતે માબાપની સંમતિ વિના પણ દીક્ષા અથવા સંન્યાસ લેવાયો છે. આ ઉપરથી સાબિત થાય છે કે સોળ વર્ષની વય પછી દીક્ષા લેવી હોય તો તેવો દીક્ષાભિલાષી એ દીક્ષા કાર્યને માટે સ્વતંત્ર છે. પ્રશ્ન પ૨૪- “દીક્ષાનું શાસ્ત્ર” એ નામના ગ્રંથમાં પાના ૪ ઉપર એમ લખ્યું છે કે ઉંમરનું પ્રમાણ બંધ બેસું કરવા માટે પૂર્વાચાર્યોએ દિક્ષાના વયની હદ સોળ વર્ષ ઉપરથી આઠ વર્ષ ઉપર આણી રાખી હતી ! જો શાસ્ત્રકારે દીક્ષાની વયે ઘટાડી હતી, તો પછી આજે આપણે તેમાં ઉમેરો શા માટે ન જ કરી શકીએ ? સમાધાન- તમે તો મારું કામ પણ પાર પાડી આપ્યું એ વધારે સારું થયું છે, તમે કહો છો કે શાસ્ત્રકારોએ દીક્ષાની હદ સોળ ઉપરથી આઠની કરી હતી, એ ઉપરથી એ વાત તો તમે પણ સ્વીકારો છો કે દીક્ષાની વય આઠ વર્ષની છે એવું માત્ર અમેજ ગણું મારતા નથી પરંતુ શાસ્ત્ર જ દીક્ષાની વય આઠની ઠરાવી છે. હવે તમારા પ્રશ્નનો ઉત્તર સાંભળો. શાસ્ત્રો ૧૬ વર્ષ ઉપરથી ઘટાડીને દીક્ષાની હદ આઠ વર્ષની રાખી છે એ વાત જ ખોટી છે. છતાં માની લ્યો કે તમે કહો છો તે સાચું હોય તો શું થાય, તેનો હવે વિચાર કરો ! પરીક્ષાની ઉંમરની હદ કોણ ઠેરવે? યુનિવર્સિટી કે તમે પોતે? પરીક્ષાની ઉંમરની હદ ઠરાવવાનો અધિકાર જેમ યુનિવર્સિટીને છે તે જ પ્રમાણે જે પૂર્વધરોએ દીક્ષાની હદ ઠરાવી હોય તેમાં ફેરફાર કરવાનો અધિકાર પણ તેમને જ પહોંચે છેઆપણને નહિ પ્રશ્ન પ૨૫ સમાધાન “જીનકલ્પમાં ૧૬ વર્ષ સુધી અવ્યક્ત ગણ્યો” છે, તો પછી દીક્ષાની વય પણ ૧૬ વર્ષની રાખવામાં આવે તો શું વાંધો છે ? વાંધો આવવાની વાત જ નથી, અહીં તો એ જ જોવાવું જોઈએ કે શાસે દીક્ષાની વય શી ઠરાવી છે? શ્રી આચારાંગ વગેરે શાસ્ત્રોમાં જે કહ્યું છે તે સ્વતંત્ર રીતે વિહાર કરવા માટેના વયની મર્યાદા છે. પંચકલ્પ ચુર્ણ વગેરેમાં પણ સાફ સાફ રીતે જણાવેલું છે કે વયની મર્યાદા માટે એક અષ્ટક અને સ્વતંત્ર વિહાર માટે બે અષ્ટક છે. હવે સ્વતંત્ર વિહારની મર્યાદા દીક્ષામાં લાગુ પાડવામાં આવે છે એમાં કેટલું સત્ય છે તે તમે જ જુઓ.

Loading...

Page Navigation
1 ... 726 727 728 729 730 731 732 733 734 735 736 737 738 739 740 741 742 743 744