Book Title: Siddhachakra Varsh 01 - Pakshik From 1932 to 1933
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
૫૫૮
શ્રી સિદ્ધચક્ર
તા.૧૯-૯-૩૩
.
-
.
શ્રી શેરઘેશ્વરપાર્શ્વનાથાય નમ:
* આગમોદ્ધારકની અમોઘ દેશના.
પર્વાધિરાજ,
અણહિકા કેટલી છે?- તે કોણે કહી છે?- શું અષ્ટાન્ડિકા એ પર્વ છે?અણહિકાને કોણ આરાધી શકે?- બારવૃત ન લીધી હોય તેને અષ્ટાબ્દિકાનું આરાધન કરવાનો અધિકાર છે કે નહિ?- સ્યાદ્વાદ એટલે શું ?-જૈનેતરો સ્યાદ્વાદને શા માટે માની શકતા નથી?-કોરા આધ્યાત્મવાદીઓની આ શાસનમાં કાંઈજ જરૂર નથી!- કોરા આધ્યાત્મવાદીઓ એટલે ફાગણ મહિનાના છોકરા!- દયાધર્મની સમાલોચના-જૈન અને અર્જુન દયામાં ફેર શો?- શાશ્વતી અને અશાશ્વતી અષ્ટાહિકાનો ભેદ-એ અાન્ડિકાનું આરાધન તમે શી રીતે કરી શકો છો?- જીવદયા, જીનમંદિરે વિસ્તારથી ઉત્સવ અને ખંડનાદિ ક્રિયાઓની બંધી એ અણન્ડિકાના સામાન્ય કૃત્યો છે-અમારી પડહ વગડાવવાની અત્યંત આવશ્યક્તા છેઅષ્ટાન્ડિકા એટલે શું?
શા) સ્ત્રકાર મહારાજા ભવ્યજીવોના ઉપકાર માટે અષ્ટાદિકાના વ્યાખ્યાન કરતાં પહેલી ir S એ વાત જણાવે છે, કે અષ્ટાન્ડિાકા એ શું વસ્તુ છે, તે કેટલી છે, એ કોણે કહી
માં છે, અને તે કોણે આરાધવી જોઈએ એ સૌથી પ્રથમ કહેવાવું જોઈએ તે કહેવાય. : - તો જ જૈન જનતાને એ પર્વને આરાધવાનો સાચો ઉત્સાહ આવે અને તે અત્યંત
" ઉત્સાહપૂર્વક એ કાર્ય કરી શકે. પણાિપdffor . અર્થાતુ અઠ્ઠાઇઓ છ છે. દરેક અઠ્ઠાઇઓ એટલે એ આઠ દિવસો સુંદર ધર્મોત્સવ છે, એ અઠ્ઠાઇઓ એ ખરેખર આત્માને શાંતિ આપી તેને મોક્ષને માર્ગે લઈ જનારાં પર્વો છે.
પર્વોમાં આપણને જે જે કાર્યો કરવાના છે, તે સઘળા કાર્યો આ આઠ દિવસમાં કરવાના છે અને એ કાર્યો આ આઠ દિવસમાં બરાબર રીતે થવાં જોઈએ. પર્વનો અર્થ સમજવા જેવો છે. પુરત પોષતિ પર્વ | ધર્મને જે પુરેપુરી રીતે પોષે છે તે પર્વ છે. અઠ્ઠાઈના આઠે દિવસો પર્વ તરીકે છે તેથી એ આઠે દિવસોનો સમુહ તે પર્વ છે અને તેનું જ નામ અઠ્ઠાઈ છે. *શાસન પ્રભાવક, સકલશાસ્ત્ર પારંગત સ્યાદ્વાદ સિદ્ધાંત સુધાસ્ત્રાવી, આગમાભ્યાસી, સાહિત્ય સંશોધક, ગુર્જર ભાષા ભૂષણ આગમોદ્ધારક આચાર્ય દેવ શ્રીમદ્ સાગરાનંદ સૂરિશ્વરજી મહારાજાશ્રીએ પર્યુષણ પ્રથમ બારસને રોજ પર્વાધિરાજ પર્યુષણ પર્વને અંગે જે પહેલું વ્યાખ્યાન આપ્યું હતું તે વસ્તુતત્વને સમજાવનારું અને ભારે આકર્ષક નિવડયું હતું. એ વ્યાખ્યાન અત્યંત લાંબુ હોઈ તેણે ઘણો સમય લીધો હતો. અમારા વાંચકોને એ વાંચનનો લાભ મળી શકે એ અર્થે એ વ્યાખ્યાનનો સારભૂત હેવાલ અહીં આપવામાં આવે છે.