Book Title: Siddhachakra Varsh 01 - Pakshik From 1932 to 1933
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
૫૫૯
શ્રી સિદ્ધચક્ર
તા.૧૯-૯-૩૩ અણહિક કેટલી છે?
આવી અઠ્ઠાઇઓ કેટલી છે ? આવી અઠ્ઠાઇઓ વરસમાં ૬ વાર આવે છે. હવે અઠ્ઠાઈઓ કોણે આરાધવી જોઈએ તે વિચારો અણુવ્રત, ગુણવ્રત, શિક્ષાવ્રત આદિ બારવૃતો છે. એ બારવૃતો જેણે જેણે ધારણ કરેલા છે તેણે તેણે આ ૬ અઠ્ઠાઈના પર્વે જરૂર આરાધવાના છે. પણ અહીં એવો અર્થ લેવાનો નથી કે જેણે એ બારવૃત લીધા હોય તેણે જ અઠ્ઠાઈ પર્વે આરાધવાના છે એટલે બીજાઓએ આરાધવાના નથી. જો આવો અર્થ કરીએ તો તેનું એ જ પરિણામ આવે કે જેમણે બારવૃત ન લીધા હોય તેઓને આ અઠ્ઠાઈઓ આરાધવાનો અધિકાર નથી એમ ફલિત થાય ! પરંતુ આ વસ્તુ દેખીતી રીતે જ ખોટી છે કારણ કે શાસ્ત્રકારો તો આરાધનાનો ઉપદેશ જ કરે છે. વ્રતધારી અને વ્રત વગરના પણ જીવો વસ્તુ પામી જાય એવા શુભ ઉદેશને લક્ષીભૂત કરવાવાળા તેઓ આરાધનાનો નિષેધ ન જ કરે એ સર્વમાન્ય અને દેખીતું જ છે. શાસ્ત્રકારોએ તો મોક્ષ મેળવવાના અસંખ્યાત યોગ માનેલા છે. અષ્ટાન્ડિકા કોણ આરાધી શકે ?
જેણે બારવ્રત ન લીધી હોય તેવો રાજવી અમારી પડહ વગડાવવા માંગતો હોય તો શું તેને તે વગડાવવાનો અધિકાર નથી ? જરૂર છે. કેટલાક માણસો એમ કહે છે કે
છે કે અમારી પડત પહેલવહેલો મહારાજ કુમારપાળે જ વગડાવ્યો હતો, તે પહેલાં કોઈપણ વખતે અમારી પડહ વગડાવવામાં આવ્યો નહતો, આમ કહેનારાઓ ખરેખરા ભૂલે છે. શ્રી રૂપાશવશiા નામક ગ્રંથમાં એવો સ્પષ્ટ ઉલ્લેખ છે અને તે ઉપરથી માલમ પડે છે કે તે સમયે પણ અમારી પડહ વગડાવવાની પદ્ધતિ વિદ્યમાન હતી. મૂળસૂત્રમાં પણ આખા શહેરમાં અમારી પડહ વગાડયાનો ઉલ્લેખ છે. એટલું જ નહિ પણ ભગવાન શ્રી હરિભદ્રસૂરી મહારાજશ્રી જણાવે છે કે આચાર્ય પ્રભાવક હોય તો તે દ્વારાએ, નહિ તો શ્રાવક દ્વારાએ રાજાને વિનંતિ કરી પ્રતિષ્ઠા મહોત્સવ સમયે સારાય નગરમાં અમારી પડત વગડાવવો જોઈએ, ભગવાન હરિભદ્રસૂરી મહારાજ તો કુમારપાળની પહેલા થયેલા છે તે ઉપરથી, તથા ઉપાસક દશાંગના લેખ ઉપરથી સાબીત થાય છે કે અમારી પડહ વગડાવવાની પદ્ધતિ પહેલાં પણ અવશ્ય હતી જ. ૬ અષ્ટાન્તિકા.
આ ઉપરથી આપણે સમજવાનું એ છે કે જેણે બારવૃતો નહિ લીધા હોય, તો તે અમારી પડહ વગડાવી જ ન શકે એવો નિયમ નથી. તે જ પ્રમાણે જેણે બારવૃત નથી લીધાં એવો પુણ્યાત્મા નહિ આરાધી શકે એવો નિયમ ન જ હોઈ શકે અને તે નથી જ. તાત્પર્ય એ છે અઠ્ઠાઈ જેના જેનાથી બની શકે તેણે તો કરવી જ રહી પરંતુ જેણે બારવ્રત ધારણ કરેલા હોય તેણે તો એ અઠ્ઠાઈઓ વિશેષપણે કરવી જ જોઇએ. જો નિયમ બાંધવો હોય તો તો એ જ નિયમ બાંધી શકાય કે જેણે બારવૃતો લીધા છે તેને શીરે તો અઠ્ઠાઇઓ કરવાની ફરજ રહેલી જ છે. અષ્ટાબ્લિકા ૬ કહી છે. વ્યક્તિ-વચન-વિશ્વાસ.
શાસ્ત્ર વચનમાં આપણે સંદેહહિનતા શાથી માનીએ છીએ તે વિચારો. પુરુષનો વિશ્વાસ જોવો હોય તો તે તેના વચન દ્વારાએ જોઈ શકાય છે, અને વચનનો ભરોસો અગર વચનની સત્યતા જોવી હોય તો તે પુરુષ દ્વારાએ જોઈ શકાય છે. વ્યક્તિના વચનને અંગે એટલે વ્યક્તિએ જે વાત કહી હોય તે સાચી છે કે જુઠી છે સંબંધી શંકા હોય તો તે વખતે વચનની સયાસત્યતાયોગ્યયોગ્યતાનો નિર્ણય વક્તાની યોગ્યતાને આધારે થાય છે, પણ પુરુષને અંગે જ શંકા હોય તો તેનો