Book Title: Siddhachakra Varsh 01 - Pakshik From 1932 to 1933
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti

View full book text
Previous | Next

Page 721
________________ ૫૬ ૩ શ્રી સિદ્ધચક્ર તા.૧૯-૯-૩૩ તે પણ અનિયમિત છે પરંતુ ચત્ર અને આસો માસની નવપદની ઓળી સંબંધીની અઠ્ઠાઈ નિયમિત છે અનિયમિત નથી. ઉત્તરાધ્યયન સૂત્રની બૃહદવૃત્તિમાં ચૈત્ર અને આસોની બે અઠ્ઠાઈઓ શાશ્વતી કહેલી છે. આ ગ્રંથકાર વિજયલક્ષ્મીસૂરીજી પોતે જ કહે છે કે વાંચકોને જો મારા ઉપર ભરોસો ન હોય તો બીજો પુરાવો મારા કથનના ટેકામાં તમે લઈ શકો છો ! અમે તો ભદૈયા-સરૈયા ! સદૈયા બારે માસ આરાધન કરે છે ! ચોમાસામાં પણ ભાદરવા માસમાં જે આરાધના કરે તે ભદૈયા છે. આયંબીલ એકલા જ બસ નથી. વળી, અઠ્ઠાઈના આરાધનમાં એકલા આયંબીલ કરવા તે જ બસ નથી એ આરાધનામાં તો અષ્ટાબ્લિકાનો મહોત્સવ પણ કરવો જ રહ્યો ! દેવતાઓ પણ આ બે અઠ્ઠાઇઓનું આરાધન કરે જ છે. દેવતાઓ ક્રોડાક્રોડ યોજનનો પ્રવાસ કરીને શ્રી નંદીશ્વરદ્વીપમાં આવી અઠ્ઠાઇનું આરાધન કરે છે. અવિરતિ દેવતાઓ પણ ક્રોડાક્રોડ યોજનાનો લાંબો પ્રવાસ કરીને ક્રોડક્રોડ યોજન જઈ અઠ્ઠાઇ આરાધના કરે છે. વિદ્યાધરો પણ નંદીશ્વર જાય છે. વિદ્યાધરો તે અર્ધા દેવતા જેવા છે અર્થાત્ વિદ્યાર્થી શક્તિવાળા છે. વિદ્યાધરોના જેટલો પરિશ્રમ સામાન્ય માણસ ન ઉઠાવે એ સમજી શકાય એવી વાત છે પરંતુ મનુષ્યો તીર્થસ્થાને અને તો પણ શક્ય ન હોય તો છેવટે પોતાને સ્થાનકે પણ ઓળીની આરાધના ખચીત કરવી જોઇએ. અશાશ્વતી અઠ્ઠાઇઓ. બે શાશ્વતી અઠ્ઠાઇઓ જે કહી છે તે મેં ઉપર જણાવી છે, હવે તમોને એવો પ્રશ્ન થશે કે જો એ બે અઠ્ઠાઇઓ શાશ્વતી છે તો હવે અશાશ્વતી અઠ્ઠાઇઓ કઈ હશે ? ત્રણ ચોમાસીઓ અને એક પર્યુષણની મળી ચાર અઠ્ઠાઇઓ અશાશ્વતી છે. જીનેશ્વર મહારાજાઓના જન્મ, દીક્ષા, કેવળજ્ઞાનની પ્રાપ્તિ અને નિર્વાણ થાય છે ત્યારે દેવતાઓ નંદીશ્વરને વિષે જઇને અને ખેચરો અને મનુષ્યો પોતપોતાના સ્થાનકે જે મહોત્સવ કરે તે પણ અશાશ્વતી અઠ્ઠાઈઓ છે. કેટલાક ભાગ્યશાળીઓ સૂત્રપંચાગી માનનારા હોય છે તેને માટે તો ઉત્તરાધ્યયનની ટીકાનો પાઠ બસ છે. સૂત્રને સ્થાને હૂતર ! કેટલાક મહાનુભાવો તો એવા છે કે જેમને “સૂત્ર” શબ્દ પણ બોલતા નથી આવડતો તેઓ “હૂતર” કહે છે. આવા કૂતરવાદીઓને માટે આજ વાત જીવાભિગમ સૂત્રમાં કહેવામાં આવી છે. જીવાભિગમ સૂત્રમાં સ્પષ્ટ ભાષામાં નંદીશ્વરદ્વીપના વર્ણનમાં જણાવવામાં આવ્યું છે કે ત્યાં ઘણા ભવનપતિ, વ્યંતરો, જ્યોતિષ્ઠો, અને વૈમાનિક દેવતાઓ અષાઢ, કાર્તિક, અને ફાગણની તથા પર્યુષણની અઠ્ઠાઈઓમાં મોટા મહોત્સવો કરે છે. આ ચાર અઠ્ઠાઈઓને અશાશ્વતી કહેવામાં આવી છે. સાત મુખવાળો મગરમચ્છ. અઠ્ઠાઈના આ મહોત્સવો જે કરવામાં આવે છે તે કુલાચારે કે ધર્માચારે કરવામાં આવે છે. આપણા સમાજના સામાન્ય વર્ગમાં ચૈત્ર અને આસો માસની અટ્ટાઈને અંગે શ્રીપાળ અને મયણાસુંદરીનું ચરિત્ર પ્રસિદ્ધ છે. પરંતુ એ ચરિત્રમાંથી આપણે ફાયદો શો ઉઠાવીએ છીએ ? કાંઈજ નહિ ! આ કાને સાંભળીએ છીએ અને એ ચરિત્ર બીજા કાને કાઢી નાંખવામાં આવે છે. આપણામાં નવપદનો સંસ્કાર

Loading...

Page Navigation
1 ... 719 720 721 722 723 724 725 726 727 728 729 730 731 732 733 734 735 736 737 738 739 740 741 742 743 744