Book Title: Siddhachakra Varsh 01 - Pakshik From 1932 to 1933
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti

View full book text
Previous | Next

Page 710
________________ به به સમાલોચના અને નોંધ. દરેક આચાર્ય આદિ પદસ્થો અને સાધુઓ દરેક વર્ષે મહિને અને પક્ષમાં જોધપુરી ચંડાશુચંડ પંચાંગને આધારે તિથિ અને પર્વો કરે છે, છતાં આ વર્ષે કેટલાકોએ માત્ર સંવચ્છરીના પર્વ માટે જ તે ટીપ્પણું ન માનતાં બીજાં ટીપ્પણાં માન્યાં છે. કેટલાક મહાશયોએ જોધપુરીમાં પાંચમનો ક્ષય છે એમ જણાવીને પણ ભાદરવા સુદ ૬ નો ક્ષય જણાવ્યો છે. કેટલાકોએ સંવચ્છરીના ફેરફારની અપેક્ષાએ મરેલી માં જેવી ગણેલી પંચમીને છઠ અઠમ આદિની અપેક્ષાએ તિથિ તરીકે માન્ય રાખેલી છતાં ક્ષય ગણી ઉડાવી દીધી છે. ૪ દરેક આચાર્ય આદિ દરેક પુનમના ક્ષયે તેરસે ચૌદશ ને ચૌદશે પુનમની ક્રિયા કરે છે. છતાં કેટલાકોએ એ ભાદરવા સુદ પાંચમના ક્ષયે ત્રીજે ચોથની ને ચોથે પાંચમની માન્યતા ન કરતાં તેમાંના કેટલાક ભાગે તે ટીપ્પણું છોડી છઠનો ક્ષય માન્યો ને કેટલાકોએ પાંચમનો જ ક્ષય માની લીધો. શાસ્ત્ર અને રીવાજને અનુસરનારાઓએ તો ભાદરવા સુદ પાંચમનો ક્ષય હોવાથી ત્રીજનો ક્ષય ગણી ત્રીજે ચોથ ને ચોથે પાંચમની ક્રિયા કરી અનેક સ્થાને પર્યુષણાની આરાધના કરી છે. અમાવાસ્યાને દિવસે ૮-૪૮ પછી ગ્રહણ શરૂ થનાર ને ૧૧-૫૭ મુક્ત થનાર હોવાથી શાસ્ત્રાનુસારિયોએ તો પાંચ દિવસનો નિયમ જાળવ્યો ને ટળી શકાય એવી અસઝાય ગણીને ગ્રહણ શરૂ થવા પહેલાં કલ્પસૂત્રનાં બન્ને વ્યાખ્યાનો વાંચી લીધાં, જ્યારે કેટલાકોએ પાંચ દિવસના નિયમને ઓલંઘી કલ્પસૂત્ર પહેલેથી શરૂ કર્યા ને કેટલોકોએ ગ્રહણનો દૂષિત ભાગ છોડી બાકીની અસઝાયને વખતમાં કલ્પસૂત્રનું વાચન કર્યું. મા પદનો અર્થ અભોજન નથી પણ મનાશ્રવ છે ને તેથી સંયમની અનાશ્રવ ને અનાશ્રવથી તપ થાય છે એમ સમજવું (સાપ્તાહિક) સ્વરૂપમદ્દેતુસ્નાદ્રિવામિ:- એ પદ ૧ સ્વરૂપ ૨ ભેદ ૩ હેતુ અને ૪ ફલ વગેરેને કહેનારા એમ સ્વસ્વમતના શાસ્ત્રોનું વિશેષણ સમજવું (સાપ્તાહિક) સૂર્યપૂરમાં ગોપીપુરા અને વડાચૌટામાં ભાદરવા સુદ ૪ને ગુરૂવારે સાંવત્સરિક પર્વની દિવ્ય ઉજવણી, ભા. સુ. પને શુક્રવારે જંગી વરઘોડો, ભવ્ય તપશ્યાઓ, (૨૯ ઉપવાસ, ૧૨ દિવસ, ૧૦ દિવસ તથા અઠ્ઠાઇઓ) મોટા પ્રમાણમાં થઈ હતી. ૧૦ ગુરૂવારે સાંવત્સરિકપર્વની આરાધના કઠોર, બીલીમોરા, દમણ, ધાર (માળવા,) છાણી અને વેજલપુર, વિગેરે સ્થળોમાં પુણ્યવંતા પર્વાધિરાજની આરાધના સારા પ્રમાણમાં થઈ હતી. ૧૧ આતુરતા પૂર્વક રાહ જોઈ બેઠેલા ભવ્યાત્માઓને પંચમંગળમહાસુતસ્કંધ સ્વરૂપ નવકારમહામંત્રાદિના ઉપધાનને વહન કરવાની સુંદર જોગવાઈ પૂર્વકનું સ્થાન સુર્યપુરમાં નક્કી થયેલ છે અને તે અવસરનો લાભ લેવા આવનાર માટે ટુંક સમયમાં કુકુંપત્રિકાઓ નીકળશે. ૧૨ બિલ્લાની લ્હાણી કરનાર અને ખોટી અસઝાય કહેનારને થાબડવા સંમેલનનું નામ આગળ કરાય તે સમાજને શોભે નહિં. તા.ક.:- દૈનિક, સાપ્તાહિક, પાક્ષિક, માસિક પત્રો, તથા ટપાલ દ્વારા આ ચાલુ પાક્ષિકને અંગે કરેલ પ્રશ્નો, આક્ષેપો, જિજ્ઞાસાના સમાધાનો અને નોંધ અત્રે છે - સુધાવર્ષી. કરી

Loading...

Page Navigation
1 ... 708 709 710 711 712 713 714 715 716 717 718 719 720 721 722 723 724 725 726 727 728 729 730 731 732 733 734 735 736 737 738 739 740 741 742 743 744