Book Title: Siddhachakra Varsh 01 - Pakshik From 1932 to 1933
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti

View full book text
Previous | Next

Page 713
________________ ૬ શ્રી સિદ્ધચક્ર. ૬ (પાક્ષિક) -::: ઉદેશ ::વાર્ષિક લવાજમ રૂ. ૨-૦-૦ છુટક નકલ રૂા. ૦-૧-૬ આ પાક્ષિક પત્ર મુખ્યતાએ નવપદોમય શ્રી સિદ્ધચક્રની આરાધના અને શ્રી આચામાપ્ત વર્ધમાન તપની પ્રવૃત્તિ પોષવા સાથે આગમની મુખ્યતાવાળી દેશના, અને શંકાના સમાધાનોનો ફેલાવો કરશે - दुष्कर्मसानुभिद्वगं सर्वसंपत्तिसाधकं । आगमोपनिषद्भूतं सिद्धचक्रं सदाऽऽद्रिये ॥१॥ ભાવાર્થ- દુષ્કર્મોને ભેદવામાં વજસમાન, સર્વ સંપત્તિનું સાધક, આગમોના સારભૂત શ્રી સિદ્ધચક્રનો સર્વદા આદર કરું છું. “આગમોદ્વારક.” પ્રથમ વર્ષ અંક ૨૪ મો મુંબઈ, તા. ૧૯-૯-૩૩, મંગળવાર. ભાદરવા વદ ૦)) વિર સંવત્ ૨૪૫૯ વિક્રમ ,, ૧૯૮૯ . અમારું પુરું થતું વર્ષ. sન જનતાને જડવાદના ઝેરી પવનમાં ખેંચી જવા, તેને સ્વધર્મથી ભ્રષ્ટ કરવા અને પશ્ચિમના રંગે રંગી નાંખવાના અનેક પ્રયત્નો થતા હતા. એ પ્રયત્નોને સફળતા મળે તે માટે પદ્ધતિસરનાં કાર્યો થઈ રહ્યા હતા. સુધારકો સંગઠિત રીતે ભાષણ લેખન અને વર્તનથી જૈન શાસનના આત્માનો નાશ કરવાનો સંકલ્પ કરી રહ્યા હતા. એ સમયે જૈન જનતાના સંસ્કૃતિ રક્ષકવર્ગને માટે એક વસ્તુની ખોટ અમોને લાંબો સમય થયા જણાયા કરતી હતી. જૈન ધર્મ એ મહાસાગર જેવો વિશાળ છે. મહાસાગરનું મંથન કરીને તેમાંથી રત્નો મેળવવા એ કાંઈ પ્રત્યેક મનુષ્યોને માટે શક્ય નથી, તે જ પ્રમાણે જૈન શાસનના સિદ્ધાંતો સમજવા અને તેમાં ઉડતી શંકાઓનું સમાધાન કરવું એ પણ દરેક આત્માને માટે શક્ય નથી. આથી આવા એક પાક્ષિકની આવશ્યકતા સિદ્ધ થવા લાગી હતી કે જેમાં જૈનધર્મના સિદ્ધાંતોને સમજાવતા લેખો હોય અને જૈન સમાજના કોઇપણ અંગને થયેલી શાસન-રહસ્ય પરત્વેની શંકાનો પણ જેમાં અદભુત ઉકેલ હોય!

Loading...

Page Navigation
1 ... 711 712 713 714 715 716 717 718 719 720 721 722 723 724 725 726 727 728 729 730 731 732 733 734 735 736 737 738 739 740 741 742 743 744