Book Title: Siddhachakra Varsh 01 - Pakshik From 1932 to 1933
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
૫૨૮ શ્રી સિદ્ધચક્ર
તા.૪-૯-૩૩ આ કસોટી છે. આ કસોટી ઉપર જયારે તમે તમારા આત્માને ચઢાવશો ત્યારે જ ખબર પડશે કે આત્માના વિચારો સમ્યકત્વના છે કે મિથ્યાત્વના છે ? ગ્રંથભેદ ક્યારે ?
શાસ્ત્રકારોએ ગ્રંથભેદ કરવાનો ક્યારે કહ્યો છે તેનો વિચાર કરો. શાસ્ત્રકારોએ કેવળજ્ઞાન પહેલાં ગાંઠ ભેદવાની કહી નથી. સર્વવિરતિ કિવા દેશવિરતિ પામ્યા પહેલાં પણ ગાંઠ ભેદવાની કહી નથી. પણ સમ્યકત્વ પહેલાં ગાંઠ ભેદવાની કહી છે; અર્થાત્ અનેક ગ્રંથોમાં સાફ સાફ એવા શબ્દો ઉચ્ચાર્યા છે કે જે ગ્રંથભેદ કરે છે તે જ સમ્યકત્વવાળો છે. ગ્રંથભેદ કર્યા વિના કોઈ સમ્યકત્વ પામી શકતો નથી, તો હવે વિચાર કરો કે એ ગ્રંથી તે કઈ હશે ? જે ગ્રંથી ભેદવાની સર્વવિરતિ, દેશવિરતિ, કેવળજ્ઞાનની પ્રાપ્તિમાં પણ કહી નથી, પણ જે ગ્રંથી સમ્યકત્વ મેળવતાં પહેલાં જ ભેદવાની છે એમ શાસ્ત્રકારો સ્પષ્ટ રીતે ફરમાવે છે; ત્યારે હવે વિચાર કરો કે એ ગ્રંથી કઈ હશે? અને તે ભેદાય ક્યારે? “ગ્રંથી' એટલે શું ? - જો તમે એ ગ્રંથી કઈ હશે તેનો વિચાર નહિ કરશો તો તમે એ ગ્રંથી ભેદી શકવાના નથી. કારણ કે તમો જે કાર્ય કરવા માંગો છો તે કાર્ય કરતાં પહેલાં તે કાર્ય શું છે ? તેનો તમારે વિચાર કરવો જ જોઈએ. વિચાર કરો કે સમ્યકત્વની આડે આવે એવી તે કઈ ગ્રંથી છે? વિષયોની અભિલાષા એનું જ નામ ગ્રંથી ! વિષયોની અભિલાષાનું સુંદરપણું અનાદિકાળથી લાગેલું હતું એ વિષયો અને તેના સેવન પ્રત્યે આત્મનો મોહ હતો એ મોહનો જ નાશ થવો જોઈએ. જેણે એનો નાશ કર્યો છે તે ગ્રંથી ભેદી ચૂક્યો છે ! અનાદિકાળથી જે માન્યતા જે વિચારો ઘર કરીને બેઠા છે તેમાં પરિવર્તન કરવું. એ જ હવે જરૂરી ઠરે છે આવી રીતે વિચારોનું પરિવર્તન થાય તે પછી જ આપણે આગળ ચાલી શકીએ છીએ સર્વવિરતિપણું, દેશવિરતિપણું કે બીજું જે કાંઈ છે તે સઘળું આ પરિવર્તન પછી સંભવી શકે છે તે પહેલાં નહિ જ. જ્યાં સુધી આ રીતે વિચારોમાં પરિવર્તન ન થાય ત્યાં સુધી સમ્યકત્વની પ્રાપ્તિ લેશ માત્ર પણ થવા પામતી જ નથી. આત્માનો કંપ!
આશ્રવ સંવરનો વિભાગ આત્માના ધ્યાનમાં ન હતો, બંધ નિર્જરાની વહેંચણ આત્માએ કરી ન હતી. નાના છોકરાને માસ્તર કે નિશાળનું નામ સાંભળવું પડે છે ત્યારે તેને કાળ જેવું લાગે છે. આમ થવાનું કારણ એ છે કે બાળકને દુનિયાદારીનો ખ્યાલ નથી તે જ પ્રમાણે આત્માને સંવર નિર્જરા કાળ જેવી લાગતી હતી. કસાઇને દેખીને બકરીને જેટલો કંપ ન થાય તેટલો બલ્બ તેનાથી વધારે કંપ બાળકને નિશાળનું નામ સાંભળીને થતો હતો, પણ આત્મા તો સંવર નિર્જરાનું કારણ સાંભળીને તેથી એ વધારે કંપતો હતો. સંવરથી છૂટો એટલે આનંદ કેમ?
આ જીવ સંવરથી છૂટે છે એટલે દોઢગજ કૂદે છે. પ્રતિક્રમણમાંથી, સામાયિકમાંથી ક્રિયા પાળીને ઉઠો છો તે વખતે કેટલા બધા કૂદો છો ? આને જ મળતું તમોને એક બીજું ઉદાહરણ આપું છું. નિશાળોમાં ૬ મહિના જ કામ ચાલે છે. જે વિદ્યાર્થીઓ શિક્ષણનાં રસીલાં છે જેમને શિક્ષણ પર જ પ્રેમ છે તેવાઓને તો આ રજા પણ જરૂર ખટકે છે પરંતુ આ રજામાં જ આળસુ વિદ્યાર્થીઓને દિવાળી