Book Title: Siddhachakra Varsh 01 - Pakshik From 1932 to 1933
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
પ૩૫
શ્રી સિદ્ધચક્ર
તા.૪-૯-૩૩ તિલક મંજરી.
કવિ ધનપાળે “તિલક મંજરી” નામક પુસ્તિકા રચી હતી અને તેમાં ભગવાનની જીવન કથાનું વૃતાંત લખવામાં આવ્યું હતું. ધારાનગરીના રાજા ભોજે એ ગ્રંથ જોયો ત્યારે તેણે ધનપાલને આજ્ઞા કરી કે આ ગ્રંથમાં “અયોધ્યા” છે તેને બદલે વાર્તાના સ્થળ તરીકે ધારાનગરી રાખ અને રાજાની જગ્યાએ મારું નામ રાખી આખી વસ્તુનો પ્લોટ ફેરવી નાંખ ! ધનપાલ આ વખતે શું કહે છે તે સાંભળજો! ધનપાલ કહે છે કે તમારી અને કથાના પાત્રોની વચ્ચે કાગડા અને હંસના જેટલું અંતર છે, ! એટલે આ કથા તમોને લાગુ પડતી ન જ બનાવી શકાય ! આ નિર્ભયતાનો વિચાર કરો, એકના હાથમાં જીવન મરણની દોરી છે, રાજા છે, સત્તાધીશ છે આખો દેશ જેના હુકમમાં પ્રવર્તે છે, ધારે તો મરણાંત ઉપસર્ગો પણ તે આપી શકે છે ! આટલું છતાં ધનપાલ નિર્ભય છે ! હવે એ નિર્ભયતાની કિંમત આંકો ! ભોજે હવે શું કર્યું ? તેણે પુસ્તક બાળી નંખાવ્યું, પરંતુ ધનપાલની પુણ્યવંતી પુત્રી તિલકમંજરીને એ પુસ્તિકા મુખોદગત હતી તેણે સ્મરણ કરીને આખી પુસ્તિકા ફરી લખી નાંખી ! કુશળતા શી રીતે સંભવે ?
કહેવાની વસ્તુ એ છે કે શાસ્ત્રમાં કુશળતા જોઇએ. જેનામાં આ કુશળતા ન હોય તે રાજાને કાગડો ન કહી શકે. હવે વિચાર કરો કે એ કુશળતા ક્યાંથી અને શાથી આવે છે? જવાબઃ-તીર્થ સેવાથી! જૈન શાસને જણાવેલા સ્થાવર અને જંગમ તીર્થોની સેવામાં જે સદા સર્વદા લીન રહે છે તે જ જૈનશાસનમાં કુશળતા પામી શકે છે ! જૈન શાસનની આવી કુશળતા એ પણ સમ્યકત્વને શોભાવવાનું એક આભુષણ છે ! મોક્ષ પહેલાં સમ્યકત્વ.
સમજો ત્યારે મોક્ષને પંથે પ્રયાણ કરવાને માટે કાંઈ પણ કરો તે પહેલાં તમારે સમ્યક્ત્વની પ્રાપ્તિ કરે જ છૂટકો છે. જ્યાં સુધી સમ્યકત્વ પ્રાપ્ત થઈ શકતું નથી ત્યાં સુધી બીજા ગમે તે ઉપાયો કરો, પણ તે જરૂર નિષ્ફળ જવાના છે. હવે સમ્યકત્વ શી રીતે મળે? તેને માટે વિચાર પલટાની જરૂર છે. વિચાર પલટો થવો જ જોઈએ. રાગમાં જે સુખવૃત્તિ છે તે જવી જોઈએ અને ત્યાગમાં જ સુખવૃત્તિ ઉપજવી જોઈએ. હવે વિચારો કે એ વિચાર પલટો શી રીતે થાય ? પ્રયત્નોથી ! મહાનુભાવો ! વિચાર પલટો કરવાનો પ્રયત્ન કરવા જોઈએ એ પ્રયત્ન વિચાર પલટો થવો જોઈએ. વિચાર પલટો થાય છે ત્યારે જ સમ્યકત્વની પ્રાપ્તિ થઈ શકે છે અને સમ્યકત્વની પ્રાપ્તિ થાય તે પછી પણ સમ્યકત્વને શોભાવવાને માટે એ પાંચ દાગીનાઓ-પાંચ ઘરેણાંની જરૂર છે ! તમારી ફરજ.
આ રીતે વિચાર પલટા માટે પ્રયત્ન કરવો, એ પ્રયત્ન વિચાર પલટો કરી સમ્યકત્વની પ્રાપ્તિ કરવી અને સમ્યકત્વની પ્રાપ્તિ પછી ઉપરના પાંચે આભુષણો દ્વારા એ સમ્યકત્વને શોભાવવું એ પ્રત્યેક શ્રાવકની દઢ ફરજ છે. આ ફરજ તમે બજાવો એ હું ઈચ્છું છું. જો આ કાર્યને પંથે તમે ક્રમસર થોડા પણ આગળ વધશો. તો આજે તમોએ જે ઉત્સવ કરેલો છે, તમે આજે જે દિવસ ઊજવો છે તેની ઉજવણી સફળ છે. સર્વ
સંપૂર્ણ