Book Title: Siddhachakra Varsh 01 - Pakshik From 1932 to 1933
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
૫૩૩
શ્રી સિદ્ધચક્ર
તા.૪-૯-૩૩ ઝવેરીની મરજી છે કે પોતાના મિત્રને પણ સમ્યકત્વના માર્ગે વાળવો જોઇએ, આ કારણથી તે અનાર્યરાજાને એમ કહે છે કે ગામને દ્વારે ઝવેરી આવ્યો છે. આમ કહેવામાં પણ જૈન ઝવેરીનો ઉદેશ તો એ જ છે કે અનાર્યરાજા ઝવેરાતનો બડો શોખીન હોવાથી તે ભગવાન પાસે જાય, તેમના સમાગમમાં આવે અને આત્માનું કલ્યાણ કરે ! મને દલાલીનો લાભ મળે તેના કરતાં આ રીતે અનાર્ય રાજાને ધર્મને માર્ગે પ્રેરૂં એનો લાભ વધારે છે. એવો વિચાર જે કરે છે તેની મનોદશાનો વિચાર કરો ! અને તેની સાથે તમારી સ્થિતિ સરખાવો ! તમારી પણ એ ફરજ છે કે તમારે એ રસમાં બીજાને જોડવા જોઈએ! ઝવેરાત દેહનું કે આત્માનું.
જગતમાં ઝવેરાત તો બે પ્રકારના છે એક ઝવેરાત જડદેહનું અને બીજું ઝવેરાત તે આત્માનું. દુનિયા જડદેહનું ઝવેરાત સંગ્રહે છે પણ આત્માનું ઝવેરાત જે સમ્યકત્વ છે તેને એ સંગ્રહતા નથી આવડતું. જરઝવેરાત કોને શોભાવે? શું તમે એમ માનો છો કે જરઝવેરાતથી તમારો આત્મા શોભે છે ! જો એવી કોઈની માન્યતા હોય તો એ ખ્યાલ મગજમાંથી કાઢી નાંખજો ! હવે આગળ વિચારો. પેલો અનાર્યરાજા ઝવેરી તરીકે ભગવાનને ઓળખીને તેમની પાસે જાય છે અને આત્માનું ઝવેરાત મેળવે છે, ભગવાન પાસે પ્રતિબોધ પામે છે અને એ રીતે પ્રતિબોધ પામીને દીક્ષા ગ્રહણ કરે છે ! અહીં પેલા જૈન ઝવેરીની સ્થિતિ વિચારો તેનો એક જબરદસ્ત ઘરાક ગયો ! દલાલી ધૂળ મળી ગઇ ! પણ તેની તેને દરકાર ન હતી ! કારણ શું ? દરકાર કેમ ન હતી ! કહેવું જ પડશે કે ધર્મ તેના હૃદયમાં દ્રઢપણે યથા સ્વરૂપે હસેલો હતો ! પ્રભાવના શા માટે ?
પ્રભાવના શા માટે કરવામાં આવે છે ? શાસનનો ઉદ્યોત કરવાને માટે જ ! તમારી ફરજ શાસનનો ઉદ્યોત કરવાની જ છે ! પણ ત્યારે શું તમે શાસનનો ઉદ્યોત કરતા ન હતા, ત્યાં સુધી શાસન અંધારામાં હતું ? નહિં જ ! એતો પોતાના સ્વભાવને જોરેજ પ્રભાવવાળું છે. એવા મહાપ્રભાવી શાસનને પોતે સમજે તેમાં રસ લે અને તેમાં બીજાને રસ લેતા બનાવે એ સમ્યકત્વને શોભાવનારે બીજું આભૂષણ છે. ભક્તિ પણ જોઇએ ?
સમ્યકત્વને શોભાવનારું ત્રીજું આભૂષણ એ છે કે આખા જગતને ક્યારે આ શાસનને શરણે લાવું, આવી પવિત્ર ભાવના ! એ સમ્યકત્વને શોભાવનારું ત્રીજું આભૂષણ છે ચોથું આભૂષણ તે ભક્તિ છે ! એક માણસ ૨૫ની જગા પર 100 વાપરે છે તો આજે તો વાપરનારાને તેથી કાંઈ થતું નથી પરંતુ જોનારાની આંખો દુખવા આવે છે શ્રેણિક મહારાજનું જીવન તો જાણો છો ને? એમનો શો નિયમ હતો ? ભગવાન મહાવીર સ્વામીની ખબર આપનારાને મહારાજા શ્રેણિક ૧રા કરોડ સોનૈયાનું દાન આપતા હતા ! કોઈ એવા સમાચારો આપે કે ભગવાન સુરતથી કતારગામ આવ્યા છે. તો એ સમાચાર-એ વધામણી આપનારાને ૧૨ાા કરોડ સોનૈયાનું ઇનામ ! આ સાંભળતાં તમારા હૃદયનો બંધ થઈ જાયને? વસ્તુતઃ બંધ ન થવાં જોઈએ પણ ઉલ્લસવાં જોઈએ આનું નામ તે ભક્તિ !