Book Title: Siddhachakra Varsh 01 - Pakshik From 1932 to 1933
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
પ૨૪
શ્રી સિદ્ધચક્ર
તા.૪-૯-૩૩
•
, , ,
श्री शंखेश्वरपार्श्वनाथाय नमः જ આગમોદ્ધારકની અમોઘ દેશના. સમ્યકત્વ-અને
તેનાં આભૂષણો.
સમ્યકત્વની પ્રાપ્તિ માટે વિચાર પલટાની સૌથી પહેલી જરૂર છે-શુદ્ધ વિચારોનું મહત્વ.-રાગ સારો કે ત્યાગ?-સમ્યકત્વ એટલે શું? મોક્ષમાર્ગનો સેનાપતિ કોણ? જગતમાં અનાદિકાળથી શું ચાલતું હતું ?-આત્માનો મુરબ્બી કોણ-વિષયોની પ્રાપ્તિ એ હિત કે વૈરાગ્યની પ્રાપ્તિ તે હિત !-ગ્રંથભેદ એટલે શું? એ ગ્રંથભેદ ક્યારે હોઈ શકે? પ્રતિક્રમણમાંથી ઉઠ્યા એટલે તમારી ફરજ પૂરી થઈ એમ માનતા નહિ !-ઉપવાસના પારણા કરતી વખતે દીલમાં કઈ ભાવના હોવી જોઈએ ?-ભક્તિ જોઈએ પણ વિભક્તિ નહિ!-આશ્રવ બંધનો રસ લીલો છે તે સુકાવો જોઇએ, અને સંવરનિર્જરાનો રસ લીલો થવો જોઇએ !-સ્વપ્રામાં પણ પિત્તળ મળે તો આનંદ નથી આવતો, સોનું મળે તો આનંદ આવે છે.-સમ્યકત્વના આભુષણો કેટલા છે? - એ આભુષણોથી જ સમ્યક્ત્વ શોભે છે, અન્યથા નહિ જ !!*
વિચાર પલટો કરો. fશા) સ્ત્રકાર મહારાજા કલિકાળસર્વજ્ઞ ભગવાન હેમચંદ્ર સૂરિશ્વરજી એ ભવ્ય જીવો કે
જેવો મોક્ષની અભિલાષા રાખે છે. તેમને ઉપદેશ આપતા એવું સૂચન કર્યું છે કે જેઓ મોક્ષની આશા રાખે છે તેમણે પોતાની ઇચ્છા પાર પાડવાને માટે સૌથી પહેલાં પોતાના અનાદિના વિચારોનું પરિવર્તન કરવાની જરૂર છે. જ્યાં સુધી એ અનાદિના વિચારોમાં પરિવર્તન ન થાય અને શુદ્ધ વિચારોને ગ્રહણ કરવામાં ન આવે ત્યાં સુધી
આત્માને મોક્ષ મળી શકે એ શકય જ નથી ! ! ! * શાસન પ્રભાવક, સકલશાસ્ત્ર પારંગત સ્યાદ્વાદ સિદ્ધાંત સુધાસ્ત્રાવી, આગમાભ્યાસી, સાહિત્ય સંશોધક, ગુર્જર ભાષા ભુષણ આગમોદ્ધારક આચાર્ય દેવ શ્રીમદ્ સાગરાનંદે સૂરિશ્વરજી મહારાજાશ્રીએ સુરત ખાતે ઘીયંગમેન્સ જૈન સોસાયટીના સંભાવિત ગૃહસ્થોની અતિ આગ્રહભરી વિનંતીથી સોસાયટીના મકાનમાં સોસાયટીના વાર્ષિક સંમેલન અને ઉત્સવ પ્રસંગે આ વ્યાખ્યાન આપ્યું હતું. પ્રસ્તુત વ્યાખ્યાન શ્રોતાઓને અત્યંત મનોવેધક, સત્યતત્વ પ્રતિપાદક, શાસિયતા પરિપૂર્ણ અને આત્મશક્તિ સંવર્ધક લાગ્યું હોવાથી તે વ્યાખ્યાન વાંચકોને માટે અત્રે આપવામાં આવે છે.
તંત્રી, શ્રી સિદ્ધચક્ર.