Book Title: Siddhachakra Varsh 01 - Pakshik From 1932 to 1933
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
૫૨ ૨
શ્રી સિદ્ધચક્ર
તા.૪-૯-૩૩
સિદ્ધચક્રે એની એ એક જ વાત વાંચકોના મુખ આગળ રજુ કરી છે કે ધર્મ ધર્મ અને ધર્મ ! ધર્મ સાધના વિના કલ્યાણ નથી, ધર્મ સાધના વિના શાશ્વત શાંતિ નથી અને ધર્મ સાધના વિના આત્માનો ઉદ્ધાર નથી. જૈનસાહિત્ય જણાવેલી અને સિદ્ધચકે સમજાવેલી આ વાત જો તમારા હૈયામાં ઠસી ગઈ હોય તો તમારે આજે જ એ વાતનો વિચાર કરી લેવો ઘટે છે કે સિદ્ધચક્રના એ આગામિ મહાપવિત્ર દિવસો તમારે શી રીતે ઉજવવા છે.
ચક્રવત મહારાજાઓની કથા વારંવાર આપણે પ્રાચીન ઇતિહાસોને પાને વાંચી છે, આજે ભારતવર્ષના એ સદ્ભાગ્ય નથી રહ્યા કે પ્રાચીન શાસ્ત્રો અને ઇતિહાસ ગ્રંથોમાં જેવા બનાવો બનેલા જણાવ્યા છે, તેવા બનાવો અવલોકવાનું સદભાગ્ય આપણા નયનોને મળી શકે પણ ઇતિહાસ ગ્રંથોમાં એ તો આપણે અનેક વેળાએ વાંચ્યું છે કે ચક્રવર્તી મહારાજાઓ પોતાની દિગ્વિજય પતાકા ફરકાવતા જ્યાં જ્યાં પ્રસ્થાન કરે છે ત્યાં ત્યાં ચક્ર એમની આગળ હોય છે અને ચક્રની પાછળ પાછળ આ નરપુંગવો ચાલે છે.
એ જ સ્થિતિ અહીં સાચા જૈનની હોઈ શકે. ચક્રવર્તી મહારાજાઓ એ ચક્રના અનુયાયીઓ છે. એમનું માર્ગદર્શક તે ચક્ર છે અને અહીં આપણો માર્ગદર્શક કોણ છે ! પ્રિય વાંચકો ! વિચાર કરો, કે જ્યારે આ સંસાર મોહ માયામાં ઘેરાયેલો હતો ! પરંપરાથી આત્મા અનેક દુઃખ રોગ પરિશ્રમ અને ઉપાધિઓથી શ્રમિત બનીને વિશ્વાસ નાંખી રહ્યો હતો અનંત સંકટો દેહને દળી રહ્યા હતા આત્માને ઘેલો બનાવી રહ્યા હતા ધર્મને નામે અધર્મની સ્વારી આ પવિત્ર ભારતવર્ષ ઉપર આક્રમણ કરી રહી હતી પ્રકાશના પગલાં જરાય જણાતા ન હતા અને અંધકાર ચારે તરફ ફેલાઈ રહ્યો હતો ત્યારે આ અંધકારથી પરિપૂર્ણ એવા જગતને સત્યનો ન્યાયનો નીતિનો ધર્મનો રસ્તો કોણે દર્શાવ્યો હતો ?
પ્રાચીન યુગની-અતિ પ્રાચીન યુગની સંસ્કારિતાને જ્યારે સ્મરણ પથમાં તાજી કરીએ છીએ ત્યારે હૈયામાં શોક અને સંતાપ ઉભરાયા વિના રહેતા નથી ! એક કલ્પના કરીએ આપણે આપણી પાછળ વહી ગયેલા વર્ષોની પરંપરાને જરા નિહાળી લઇએ અને તત્સમયનો દેખાવ દ્રષ્ટિપંથમાં તાજો કરીએ તો શું દેખાય છે ? આજે જે સંસારે પોતે સભ્ય હોવાનું સગર્વ જણાવે છે કે તે જ સંસાર મોહ અને માયામાં ઊંઘતો શ્વાસ લેતો અને આંખો ખેંચતો જણાય છે. માનવ પશુઓને માતા પિતા ભાઇ ભગિનીઓનું પણ જ્ઞાન નથી. સત્યને તેઓ ભૂલી ગયા છે. અને અસત્ય અધમતા અનાચાર અને પાપ લીલાની જ પતાકા સર્વત્ર ફરકે છે. પ્રિય વાંચક ! એ વેળાએ સત્ય ધર્મનો વાવટો ફરકતો રાખનારા, સત્ય તત્વને સમજાવનારા, સમ્યકત્વના તત્વને શોધીને તેનો વિશ્વને પ્રકાશ આપનારા કોણ હતા ?
અને એ પરમ પ્રકાશને પૃથ્વી પર રેડયા પછી એ પ્રકાશને ઝીલી રાખનારા, તેને સમાજને સમજાવનારા અને એ પ્રકાશના પ્રાણીમાત્રને દાન દઈને તેને માનવતાથી વિભૂષિત કરનારા કોણ હતા ! પ્રિય વાંચક ! પૃથ્વી ઉપરના એ ઘોર અંધકારને મટાડનારા, તેનો નાશ કરનાર, એ અંધકારમાં પૂર્ણપ્રકાશ ફેલાવનારા અને એ પ્રકાશને ઝીલી રાખીને તેને પરંપરાએ