Book Title: Siddhachakra Varsh 01 - Pakshik From 1932 to 1933
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
૫૧૦
,
,
,
,
,
,
શ્રી સિદ્ધચક્ર
તા.૨૧-૮-૩૩ પણ એ કોડીવાળામાંથી કોટીવાળા થયેલા શરીરમાંથી આત્મા ચાલ્યો જાય કે ખલાસ ! ન તો આત્મા કોડી કે કોટી સાથે લઈ જાય છે, ન તો શરીર કોડી કે કોટી સાથે લઈ જાય છે. સેંકડો સ્ત્રીઓનો સ્વામી હોય પણ જગત છોડીને જાય ત્યારે સાથે લઈ જવાની એક પણ નહિ ! પદ કોટી યાદવો હતા, છતાં બધાએ ગયા તેમાંનો એક પણ બાકી રહ્યો નહિ ! ભીમસેન કે જેનું શરીર ધૂળમાં સ્થૂળ હતું, તે પણ ગયો ત્યારે ઝપાટામાં ! સંસારના એ ચાર થાંભલા ઉપર-એ ચાર થાંભલા માટે આખો જન્મ ગુમાવ્યો, ધર્મકાર્યમાં પણ આડા આવ્યા હોય તો આ ચાર થાંભલા જ ત્યાં પણ આડે આવ્યા, પણ અંતે એ ચાર થાંભલામાંથી ટકતો એકે નથી. નાશ સઘળાનો જ થાય છે ! આટલા ઉપરથી તમે જાણી શકશો કે દુર્ગતિ ટાળનારા આ થાંભલા નથી જ, પરંતુ આત્માને દુર્ગતિ આપનારા જ આ થાંભલા છે, ધર્મ જ એક એવો છે કે જે સદગતિ આપે છે અને દુર્ગતિમાંથી બચાવે છે. ફળ નહિ, પણ સ્વરૂપ ઓળખો.
ધર્મના ફળની મહત્તા કેટલી વિશાળ છે, તે આ ઉપરથી તમે જોઈ શકશો, છતાં અહીં એક વસ્તુ ખાસ યાદ રાખવાની છે તેનું હું તમોને સ્મરણ કરાવું છું ધર્મનું ફળ આવું ઉત્તમ છે તે છતાં એ ફળની મહત્તા જોઈને ધર્મમાં પ્રવૃત્તિ કરવી તેના કરતાં ફળનું સ્વરૂપ જાણીને પછી તેમાં પ્રવૃત્તિ કરવી એ વધારે સારું છે. ફળની મહત્તા કોઇવાર માણસને મોહ પમાડીને ફસાવી દે છે પણ સ્વરૂપની મહત્તા ફસાવી દઈ શકે નહિ. જે દૂધને માત્ર તેના દેખાવ ઉપરથી જ જાણે છે તે દૂધને બદલે આકડાનું કે થોરીયાનું દૂધ પણ દૂધ તરીકે સ્વીકારી લેશે પણ દૂધના સાચા સ્વરૂપને જે ઓળખે છે તે આવા ફંદામાં ફસાશે નહિ. જે કોઈ ધર્મને એટલે ધર્મના ફળના સ્વરૂપથી સમજશે તે કોઈપણ દિવસ નામ ધર્મ તરફ દોરાવા પામશે નહિ. હવે આપણે ધર્મના સ્વરૂપનો વિચાર કરીએ ધર્મને સ્વરૂપથી સમજતા બે પ્રકારનો ધર્મ ફલિત થાય છે, સાગાર ધર્મ અને અણાગાર ધર્મ. આ બે બિંદુઓ મહત્વના છે અને જો તે બન્ને બિંદુઓ તરફ ધ્યાન રાખીએ તો માલમ પડે જ છે કે આપણને હજી શું અને કેટલું બાકી છે ? નિગોદવાસી કોઈપણ જીવ આ બિંદુઓએ પહોંચ્યો નથી એનું કારણ વિચારવા યોગ્ય છે. બે ત્રણ ચાર ઇંદ્રિયવાળાની ભવસ્થિતિ પાકી હોય એમ તમો જાણો છો? ભવસ્થિતિ પાકવી એટલે એનો સામાન્યમાં સામાન્ય અર્થ એ છે કે મોક્ષ માર્ગે જવાને કટિબદ્ધ થવું, નારકી જીવો, દેવતા કે બીજા કોઈની પણ ભવસ્થિતિ સ્વયં પોતાની મેળે પાકી છે?નહિ જ! એટલા માટે ભગવાને કહ્યું છે કે આત્માએ સુકૃત અનુમોદન વગેરે ઉપાયો દ્વારા ઉદ્યમ કરવો જોઈએ અને એ રીતે ઉદ્યમ કરી ભવસ્થિતિ પકવવી જ જોઇએ, એકે ઝપાટે એ કાર્યમાં સફળતા ન મળે તે જુદી વાત છે, પરંતુ એ દિશાએ પ્રયત્ન તો કરવો જ જોઈએ. જે આવો પ્રયત્ન કરે તે જ સાચો ભવ્ય જીવ છે અને તેવાને માટે આજે નહિ તો કાલે જરૂર મોક્ષ નિર્માણ થયેલો છે.
સંપૂર્ણ.