Book Title: Siddhachakra Varsh 01 - Pakshik From 1932 to 1933
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
૫૦૯
શ્રી સિદ્ધચક્ર
તા.૨૧-૮-૩૩. સાપનો ભય મૂકો, પણ પાપનો ભય રાખો !
એ પગથીયેથી જ્યારે તમો ઊંચે ચઢશો ત્યારે સાપનો ભય નહિ લાગશે પરંતુ પાપનો ભય જ લાગશે, કોઈ સાક્ષાત્ અગ્નિ માથે મૂકશે તો પણ પછી તેનો ભય પણ લાગવા પામશે નહિ અને કોઈ અજબ પ્રકારનું બળ આત્મામાં ઉભું થશે આવા દૈવી બળની પ્રાપ્તિ નહિ કરશો, ત્યાં સુધી ચોરાશીના ચક્રમાં રખડવાનું તો છે જ ! ખંધક મુનીનું જ એક દૃષ્ટાંત લઇએ.
બંધક મુનિ મહાસમર્થ આદર્શ તપસ્વી અને વિદ્વાન હતા. તેમને ૫00 શિષ્યો હતા. કોઈ એક નગરીમાં તેઓ જઈ ચઢ્યા એ વેળાએ ત્યાંના રાજાના પ્રધાનની સલાહથી રાજાએ થોડા સમયને માટે રાજતંત્ર પ્રધાનને સોંપી દીધું; પરિણામ એ આવ્યું કે પ્રધાને બંધક મુનિ અને તેના શિષ્યોને અવળી ઘાણીએ પીલાવીને મારી નાંખ્યાં, આ સ્થિતિ જોતાં છતાં મહામુનિ અંધકને ક્ષોભ ન થયો; આવી પરમ સ્થિતિને તમે શું કરશો ? તમારી સ્થિતિ વિચારો.
- શીર ઉપર અંગારા વરસતા હોય તે છતાં શરીરનો વાળ સરખો પણ ફરકવા ન દેવો ! નહિ જ ફરકે, શરીરની ચામડી ઉતારે તો પણ ચિત્ત જરાએ ચંચળ ન બને ! એ સ્થિતિ ક્યાં અને આજની આપણી હાલત ક્યાં તેનો વિચાર કરો. હું તમોને આજને આજ એ સ્થિતિ પ્રાપ્ત કરી લેવાનું કહેતો નથી કહું તો પણ તમે એ ઉપદેશ અમલમાં લાવી શકો એ સ્થિતિ નથી. હું તો કેવળ ધર્મ ભાવનાથી પ્રેરાઇને જ તમોને-મનુષ્ય માત્રને એટલું જ કહું છું કે હે ભાગ્યવાન આત્માઓ ! તમે જેટલો ભય સાપનો રાખો છો તેટલો જ ભય પાપનો પણ રાખતા થાઓ તો આજને માટે તેટલું જ બસ છે ! સત્ય ધર્મને પામવાનું ફળ શું?
અહીં આપણે આજે કઈ દશામાં છીએ તેનો વિચાર કરો. આપણે સત્ય ધર્મને પામ્યા છીએ જૈનશાસનમાં જન્મ્યા છીએ અને પરલોકની ઇચ્છાવાળા થયા છીએ આ સઘળું તમોને જ્ઞાન આપવામાં આવે છે ત્યારે જ તમે સમજી શકો છો. એ ધર્મથી યુક્ત એવું જ્ઞાન તમોને મળે નહિ, ત્યાં સુધી દુર્ગતિ રોકી શકાય જ નહિ. માટે જ શાસ્ત્રકાર મહારાજાઓ ફરમાવે છે કે દુર્ગતિને રોકનારો ધર્મ છે. અનિષ્ટનું નિવારણ કરવાનું કામ ધર્મનું છે, એવા પ્રકારના શાસ્ત્રવચનથી ધર્મની વ્યાખ્યા પુરી થતી નથી. આટલાથી જ ધર્મ પુરો થાય છે, એમ માની લેશો નહિ. પરંતુ એ સ્પષ્ટ છે કે ભવિષ્યમાં સદગતિ આપનાર હોય તો તે ધર્મ છે. જગતમાં જે વસ્તુ જે વખતે હોય તે વસ્તુ તે વખતે કામ કરી શકે છે. કંચન, કુટુંબ, કામિની અને કાયા એ ચાર ચીજ જગતના થાંભલા છે. જગતના વ્યવહારના થાંભલા આ ચાર જ ચીજ છે અને આ ચાર થાંભલા કેવા છે ? કાચી માટીના જ ! શરદી થાય-પાણી લાગે તેટલામાં આ થાંભલા ધસી પડે એવા છે. કાચી માટીના થાંભલા હોય તે પણ એકાદ ચોમાસું કદાચ ચાલેય ખરા! પણ આ ભૂખરી માટી તો એવી છે કે તે તૂટી જ પડવાની. કોડી અને કોટી બન્ને તજવાના જ છે !
મનુષ્ય કોડીવાળો હોય, શુભોદયે વ્યાપાર ઉદ્યોગમાં વધતો જાય અને કોટીવાળો થાય !