Book Title: Siddhachakra Varsh 01 - Pakshik From 1932 to 1933
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
૫૨૦
શ્રી સિદ્ધચક્ર
તા.૨૧-૮-૩૩ ક્ષયોપશમાદિ એટલે આત્મિક પરિણામ રૂપ દ્રષ્ટિ મોક્ષ તરફ જાગૃત રહે અર્થાત્ સમ્યગ્દર્શન
થાય છે તેની જ દ્રષ્ટિ તત્વ તરફ રહી શકે છે. ૬૮૭ ચૌદ પૂર્વો, અગીયાર અંગ, અને બાર ઉપાંગ, એ તમામ ચાલુ વહીવટની મિલકત છે. ૬૮૮ નવકારને સંસ્કાર તરીકે આત્મામાં પચાવી જવો એટલે આત્માને નવકારમય બનાવી દેવો એ
મુશ્કેલ છે. ૬૮૯ પરંતુ ચૌદ પૂર્વાદિને સંસ્કારરૂપે આત્મામાં પચાવી જવા એ નવકાર કરતા વધારે મુશ્કેલ છે. ૬૯૦ સાંઠ સીત્તેર કે હજારો વર્ષની જીંદગીનું ડહાપણ મરણના ભય આગળ નાશ પામે છે. ૬૯૧ * અરિહંત અને સિધ્ધ એ બંન્નેને સંસારમાં રખડાવનાર એકે કર્મ બાકી રહેવા પામ્યું નથી એથી
જ તેઓ બંન્ને સંપૂર્ણ સમૃધ્ધિવાન કહેવાય છે. ૬૯૨ આત્મામાં ઉપજેલી ધર્મ પ્રત્યેની અશ્રદ્ધા તો આત્મા પોતે ટાળી શકે છે પરંતુ મિથ્યાત્વીઓને
યોગે સુદેવો, સુગુરૂઓ અને સુધર્મ પરત્વે ઉપજેલી અશ્રદ્ધા ટાળવા તો પૂ. આચાર્ય, પૂ.
ઉપાધ્યાય અને પૂ. સાધુઓની જ આવશ્યક્તા છે. ૬૯૩ સાધુના સમાગમ અને ઉપદેશ વિના સુશ્રાવકના શ્રાવકપણામાં પણ ક્ષતિ ઉત્પન્ન થવાની જરૂર
સંભવો છે. ૬૯૪ સંપૂર્ણ સાધુપણું અને કેવળજ્ઞાન એ બેની વચ્ચેનું અંતરૂં તો માત્ર બે ઘડીનું જ છે. ૬૯૫ હજારો જીવોની હિંસા કરતાં એક જીવની અનુકંપા અનુમોદનીય છે, અને તે માટે મેઘકુમારનું
દ્રષ્ટાંત બસ છે. ૬૯૬ ત્યાગ ધર્મથી યુક્ત ન હોય એવું જ્ઞાન જે મેળવે છે તે માત્ર લાકડાના ભારને વહન કરનારા
ગર્દભ જેવો છે. ૬૯૭ કાલધર્મ પામેલા સાધુ મહારાજાઓથી તીર્થ મનાયું જ નથી, પરંતુ વિદ્યમાન સાધુઓથી જ.
તીર્થ કાયમ છે. તે ૬૯૮ ચૌદ રાજલોકના જીવોની દ્રવ્ય દયા કરતા એક જ જીવની ભાવદયા વધારે કિંમતી છે. ૬૯૯ ભાવદિયા તરફ દુર્લક્ષ કરાવીને; જેઓ દ્રવ્યદયાની મહત્તાને વધારે જણાવે છે તેઓ હીરાને
* મૂકીને વધારે પ્રકાશ મારતાં કાચના કટકાની ખરીદી કરનારા છે. ૭૦૦ શાસ્ત્રીયજ્ઞાન એ સંપૂર્ણ મર્યાદા સાથેનું અને સદજ્ઞાન હોવાથી તે આત્માને એકાંતે કલ્યાણ સિદ્ધ
કરી આપે છે. ૭૦૧ દુનિયાદારીનું જ્ઞાન ધર્મભાવનાને ઉત્પન્ન તો નથી જ કરતું, પરંતુ જો ધર્મ ભાવના હોય તો
'. પણ તેનો નાશ કરી નાંખવાની જ તે પ્રવૃત્તિ કરે છે.