Book Title: Siddhachakra Varsh 01 - Pakshik From 1932 to 1933
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
૫૦૫
શ્રી સિદ્ધચક્ર
તા.૨૧-૮-૩૩ લેશે. તો પછી પરમપિતા ઈશ્વર કે જેના હાથમાં અનાદિકાળથી આપણું આધિપત્ય છે. તે જો તેના બાળકોને પાપથી ન રોકે અને તેમને હિતના માર્ગમાં ન મૂકે તો પછી તે ઈશ્વર જ કેમ કહી શકાય? ઈશ્વર જો આપણા ઉપર સત્તા ધરાવતો હોય અને તેજ પાપ પુણ્યના ફળો આપતો હોય તો પછી એ ઈશ્વરે આપણને આજ સુધી હિતના માર્ગમાં ન મૂક્યા તે માટે એ ઈશ્વરને શું કહીશું વારું ? કર્મ ફળ આપે છે, ઇશ્વર નહિ !
સામાન્ય વાત વિચારો; જે માબાપ પોતાના બાળકને ભણાવતા નથી તે માબાપોને આપણે તે બાળકોના દુશ્મન માનીએ છીએ. તો પછી પરમેશ્વર કે જે આપણો અનંતકાળથી પિતા છે. તે અનંતયુગ ગયા તો પણ આપણને ભણાવે નહિ અને જ્ઞાની નહિ બનાવે, તો એવા પિતાને તે શું કહેવું? કોઈ એમ કહેશે કે દરેકના કર્મ પ્રમાણે ઈશ્વર તેમને યથાઘટિત સ્થાન આપે છે તો એ માન્યતા પણ બરાબર યા યુક્તિયુક્ત નથી. એ રીતે પોતપોતાનાં કર્મો પ્રમાણે ઈશ્વર એકને રાજા, બીજાને રાણી, ત્રીજાને પ્રધાન અને ચોથાને રસોઈ બનાવીને સંસારની રંગભૂમિ ઉપર મોકલે છે એમ માનવું પડે! નાટક રચવાનો ધંધો નાટકીયાનો છે, તો આ સંસાર રંગભૂમિનું નાટક રચનાર ઈશ્વર પણ નાટકીયો ઠરે છે. બીજું એ પણ વિચારવા જેવું છે કે ઈશ્વર દરેકને તેના કર્મ પ્રમાણેનું ફળ આપતો હોય તો પછી ઈશ્વર તો માત્ર એક વ્યવસ્થાપક જ બની જાય છે અને મહત્તા તો કર્મની જ વધી પડે છે ! આમ બધી રીતે તપાસી જોતાં ઈશ્વર જ કર્મ ભોગવાવે છે એ માન્યતા આધાર વિનાની ઠરે છે. પણ ત્યારે આધારવાળું શું? તેનો જવાબ શોધી કાઢવો જોઈએ. જેવાં કર્મો તેવીજ દશા.
એનો જવાબ જૈનશાસ્ત્રનું તત્વજ્ઞાન અથવા જેને તમે આજે “ફીલોસોફી” કહો છો તે આપે છે. જૈન ફીલોસોફી એમ કહે છે કે જીવજંતુમાણસ, પશુપક્ષી, એ બધાં પોતપોતાના કર્મો પ્રમાણે જ સારી નરસી દશા ભોગવી રહ્યા છે અને આપણે જે પુણ્ય કે પાપકર્યું છે, તેના ફળ રૂપે જ સારી યા નરસી અથવા અનુકૂળ અથવા પ્રતિકૂળ અવસ્થાઓ આપણે ભોગવીએ છીએ. મરચું ખાઈએ તો કુદરતી જ છે કે તેથી મોઢામાં અગ્નિ બળશે. આ કુદરતી છે. તેમાં એમ માની લઈએ કે ઈશ્વરે અગ્નિ બળાવ્યો, તો એ મૂર્ખાઈ નથી તે બીજું શું ! શરદી અને ઉષ્ણતા પોતપોતાના સ્વભાવ પ્રમાણે જ કામ કરે છે. માણસ વિચારે કે શરદી સળેખમ થવા દેવો નથી પરંતુ જો તે જ માણસ સાકરનું પાણી બનાવી પીએ તો ? તો તો જરૂર સળેખમ થવાનો જ ! કારણ કે સાકરનો સ્વભાવ જ સળેખમ કરવાનો છે. તે જ પ્રમાણે બાંધેલા પાપ પુણ્યના ફળો પણ સ્વાભાવિક રીતે જ પાપ પુણ્યના પુદગલોના સ્વભાવાનુસાર ભોગવવા પડે છે. ઈશ્વરની ફરજ શું?
વળી, મગનભાઈ કર્મ કરે અને છગનભાઈને શિક્ષા થાય કે ઇનામ મળે એ પણ બનતું નથી. જે આત્મા કર્મ કરે છે તે જ તેના ફળ ભોગવે છે. ઈશ્વરનું કાર્ય માત્ર એકજ છે અને તે એ કે દુનિયાને ધર્મ જણાવવો. સૂર્ય અજવાળું કરે છે, એ અજવાળાનો લાભ લઈ એક માણસ રસ્તે ચાલતા કુવામાં પડતો નથી. બીજો માણસ રસ્તે ચાલતા આંખો મીંચીને ચાલે છે અને કુવામાં પડે છે. આ કુવામાં