Book Title: Siddhachakra Varsh 01 - Pakshik From 1932 to 1933
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
૫૦૪
શ્રી સિદ્ધચક્ર
તા.૨૧-૮-૩૩ અને પ્રજાની ઉન્નતિને માટે છે ! એક માણસ છે. તે માણસ બીજા કોઈ એક માણસનું ખૂન કરે છે. આ ખૂનીને શિક્ષા શી થશે ? મોતની ! પણ એજ માણસે ૧૦૦ ખૂન કર્યા ! હવે શિક્ષા શી થશે ? તો પણ ફાંસી!! એક ખૂનનો બદલો પણ ફાંસી અને ૧૦૦ ખૂનનો બદલો પણ ફાંસી !!! આ માણસ ૧ ગુનો કરે અને ૧૦૦ ગુના કરે તો પણ શું તે સરખું જ! નહીં જ!!! પણ કરે શું? આ બાબતમાં જગતની સત્તાઓનો કશો ઉપાય નથી ! જગતની સત્તાઓએ સજા શા માટે રાખી છે ? માત્ર પ્રજાને વ્યવસ્થિત રાખવા કે જેથી વેપાર ધંધાનો વિકાસ થાય, અર્થની પ્રાપ્તિ થાય અને દેશ આબાદ બને. ઈશ્વરમાં ફળ આપવાની શક્તિ જ નથી.
ખરી રીતે તો પદાર્થમાં જ ગુણ આપવાની શક્તિ તો રહેલી જ છે. કોઇએ હરડે ખાધી અને રેચ લાગ્યો, તો રેચ કોણે લગાડયો, હરડે એ કે કોઈ બીજાએ? એક માણસે ઝેર લીધું અને તે મરી ગયો, એને કોણે માર્યો? ઝેર વડે મરી ગયો કે બીજા કોઈએ મારી નાંખ્યો? સાકરનો સ્વભાવ મીઠાશ છે. અફીણનો સ્વભાવ કડવાશનો અને મોત આપવાનો છે અને હરડેનો સ્વભાવ રેચ લાગવાનો છે. અર્થાત્ દરેક પદાર્થોમાં જેવો સ્વભાવ રહેલો છે, તેવાં તેવાં કામો થાય છે એ જ પ્રમાણે આત્મામાં લાગેલા પુણ્ય પાપ પોતપોતાના ગુણ અને સ્વભાવ પ્રમાણે ઉત્તમ કિવા અધમ કામો કરે છે. આ રીતે પુણ્ય પાપ વગેરેને લીધે ફળ મળતું હોવા છતાં એમ જ માની લઈએ કે ઈશ્વર જ ફળ આપે છે તો તે ચોખ્ખો દુરાગૃહ જ છે અને છતાં જો ઈશ્વર જ કર્તાહર્તા છે અને સઘળા ફળોનો આપનાર છે એમ પણ માની લઈએ તો પછી કર્મની અને તેની મહત્તાની જરૂર જ ક્યાં રહેવા પામે છે ? ફળનો પિતા કર્મ છે.
સાકરમાં મીઠાશનો ગુણ છે અને અફીણમાં કડવાશનો ગુણ છે. તો હવે એ સાકર અને અફીણ એનો વિવેક કોણ કરશે? જે વિવેકી હશે તે જ બન્ને વસ્તુને પારખી શકશે. બેમાંથી એક ચીજનું ગ્રહણ કરશે અને બીજાનો ત્યાગ કરશે. તે જ પ્રમાણે સમજણવાળો આત્મા પુણ્ય અને પાપનો પણ જરૂર વિવેક કરશે જ કરશે જગતમાં યશ, અપયશ કેવી રીતે મળે છે તે વિચારો. તમે સારું કામ કરશો, તો યશ મળશે અને ખરાબ કામ કરશો તો અપયશ મળશે ! એ યશ અને અપયશ કોને લીધે મળે છે ? એ કામોમાં યશ કિવા અપયશ આપવાનો સ્વભાવ જ રહ્યો છે તેને લીધે. કોનો વાંક ?
હવે બીજી એક વસ્તુ ઉપર આવીએ પુણ્ય અને પાપ બન્ને જગતમાં થાય છે અને તેનું ફળ ઈશ્વર આપે છે એ તો હશે, પરંતુ પાપનું ફળ પણ પરમેશ્વર આપે છે. ત્યારે આત્માએ પાપ કર્યું ત્યારે એ પરમેશ્વર ક્યાં ગયો હતો ? મનુષ્યો જો ઈશ્વરના બાળક હોય તો તેમને દુઃખમાં પડતા બચાવવા માટે પાપકર્મથી અટકાવવા સારૂ કામ કરવાની ઈશ્વર પિતાની ફરજ નથી ? એક પિતા છે અને એક તેનો પુત્ર છે. પુત્ર નાદાન છે. અને તે સર્પ કિવા વીંછીને પકડવા જાય છે. તો પેલો પિતા શું બાળકને સર્પ કરડવા દેશે કે? નહિ જ. બાળકને સર્પશમાંથી બચાવવા માબાપ દોડી જશે. અને બાળકને બચાવી