Book Title: Siddhachakra Varsh 01 - Pakshik From 1932 to 1933
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
૪૮૯
શ્રી સિદ્ધચક્ર
તા.૫-૮-૩૩
મહાસાગરનાં મોતી
(જૈન સાહિત્યના સત્યઘટનાત્મક ઐતિહાસિક કથાનકને આધારે રચવામાં આવેલું એક સુંદર ચિત્ર.)
લેખક : માણિક્ય.
પુષ્પ ૧ લું.
ગુલાબનું ફુલ જગત છે મોહમાં ઘેલું, ન ઝાંખી સત્યની પામે, છતાં તે સત્યની સામે, સદા માથું નમાવે છે. વિમલતા સત્યની જ્યારે, જગત નિરખી શકે ત્યારે,
જરૂર તે સત્યને ક્યારે, પછી શરમાઈ આવે છે.
અખૂટ સંપતિ અને સમૃદ્ધિથી શોભતી દ્વારિકા નગરી તેના તેજથી આજે અવનીની આંખોને આંજી રહી છે. તેના પ્રકાશથી દુનિયાનાં બજારો જાણે ક્ષોભ પામી જાય છે. આકાશ સાથે વાતો કરતી, તારાગણોના તેજની પોતાના ધવલ અને સુંદર મસ્તક પર ઘેરી લેતી અને એ પ્રકાશથી અનુપમ પ્રભા ઉપજાવતી ભવ્ય મહોલાતો શોભી રહી છે. ભાષામાં વર્ણવવાને શબ્દો ન હોય એવી સુંદર સામગ્રીઓથી સજ્જ થયેલી આ નગરી મહારાજા શ્રી કૃષ્ણની રાજધાની તરીકે જગતમાં ઓળખાય છે.
એ ભવ્ય શહેરની એક મહોલાત તરફ આપણી દ્રષ્ટિ વાળીએ. ઉષાનો આછો સોનેરી રંગ આકાશમાં પથરા તેનું પરાવર્તન એ સુંદર મહોલાતો કરે છે. પ્રાતઃકાળનો મધુર પણ મંદમંદ વાયુ વાય છે. સ્વચ્છ આકાશમાં લાલ રંગની છડા કદી કદી દ્રષ્ટિએ પડે છે અને એ આકાશની હરીફાઈ કરતો મહાસાગર તેની નીચે પ્રચડ ગતિએ ઉછાળા મારી રહ્યો છે. જાણે પ્રલયકાળ આણવા ધસી આવતો હોય તેવી ઉચ્છંખલતાથી ધસતો મહાસાગર દ્વારિકાના કોટ સાથે અથડાઈને ભયંકર ગર્જના કરી રહ્યો છે અને પ્રત્યેક માનવીના હૃદયમાં તે કાંઈ કાંઈ તરંગો ઉપજાવે છે, પણ તે છતાં ગર્જનાથી ત્યાંની જ - એક રાજમહેલમાં બેઠેલી એક વ્યક્તિના અંતરમાં જરાય સરખી અસર થયેલી માલમ પડતી નથી.
એ વ્યક્તિ તે એક ૩૫ કિવા ૪૦ વર્ષની સન્નારી છે. તેના સુંદર આભુષણો, શરીર પર ધારણ કરેલા કીંમતી આભરણો અને ત્યાંની અન્ય સામગ્રી પરથી સહેજે સમજાઈ આવે છે કે તે સ્થાન કોઈ મહાન ધન સમ્પન્ન વ્યાપારી, ભાયાત કિવા રાજપુરુષનું સ્થાન છે અને તે મહિલા પણ એવી અનન્ય