Book Title: Siddhachakra Varsh 01 - Pakshik From 1932 to 1933
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
૪૬૪
શ્રી સિદ્ધચક્ર
તા.૨૨-૭-૩૩ એટલે કે જીવનની સઘળી અવસ્થાઓ અનુકરણ કરવાલાયક નથી જ. તીર્થંકરો જે ઉપદેશ, આજ્ઞા વગેરે આપે છે તે સંયમ લઈને કેવળીદશાને પામ્યા પછી જ આપે છે. ગૃહસ્થાશ્રમને જ તેમણે ઉત્તમ માન્યો હોત તો પછી ગૃહસ્થાશ્રમનો ત્યાગ કરી સંયમ શા માટે લેત? એના ઉપરથી જ માલમ પડી આવે છે કે તીર્થકરોએ પણ સંસાર કરતા સંયમ જ સારો માન્યો છે. આથી સાબિત થાય છે કે તીર્થંકરદેવોનું ગૃહસ્થાશ્રમનું જીવન અનુકરણ કરવા યોગ્ય છે એમ માની લેવાનું નથી. તેમણે પણ ઘર એ સાવદ્ય માન્યું છે અને તેથી જ તે છોડી દીધું છે. ઉપાધ્યાય શ્રીયશોવિજયજીએ પણ બાવીસ તીર્થકરના
ઘર વાસને રાગમય જણાવી સજઝાયમાં હેય તરીકે જણાવેલ છે. પ્રશ્ન ૪૭૪
તીર્થંકરદેવોએ ગૃહસ્થાશ્રમમાં અને સંયમ લીધા પછી જુદી જુદી આચરણાઓ કરી છે, તે બંન્ને આચરણાઓ આચરવા લાયક તો ખરી જ ને? ગૃહસ્થાશ્રમપણ ખોટો તો નથી
જ ને? સમાધાન- ગૃહસ્થાશ્રમ એ સાવદ્ય હોવાથી ખોટો છે એ સિદ્ધાંત છે; એટલે ગૃહસ્થાશ્રમનું
અનુકરણ મોક્ષ માટે તો નહિ જ. મોક્ષ મેળવવાને માટે ગૃહસ્થાશ્રમ જરૂરી છે એમ
કહી શકાય નહિ. પ્રશ્ન ૪૭૫- ગૃહસ્થ એટલે સંસારી માણસ મોક્ષ મેળવી શકે છે, ને જો ગૃહસ્થ પણ મોક્ષ મેળવી
શકે છે તો પછી સંયમની શી જરૂર છે ? સમાધાન- ગૃહસ્થપણાનો ત્યાગ જરૂરી છે એવું ન માનનારને મોક્ષ નથી એમ બેશક કહી શકાય
છે. જે આરંભ સમારંભનો ત્યાગ કરે છે તેને જ મોક્ષ મળે છે; અને ગૃહસ્થ આરંભ સમારંભનો ત્યાગ તે કરવા તપાસવું ધારે; કરતો ને કરવા ધારતો નથી તેને મોક્ષ પણ
નહિ જ મળી શકે એમ કહેવાને વાંધો નથી. પ્રશ્ન ૪૭૬- બહારથી ત્યાગ કર્યા વિના ત્યાગી જેવો થાય એટલે કે સંસારમાં રહે ખરો; પણ
રાગદ્વેષાદિને જીતી લે. તે (રાગદ્વેષ) વિનાનો થાય અને મન જીતે તો તેને મોક્ષ મળે
ખરો કે નહિ ? સમાધાન- એ રીતે મોક્ષ નહિ મળી શકે. સંસારમાં રહીને મન જીતી શકે એ બનવું સહેલું નથી.
વળી જે સંસારમાં છે તે આરંભ સમારંભનાં કાર્યોને છોડી શકે જ નહિ અને જ્યાં સુધી આરંભ સમારંભનાં કાર્યો ન છોડે ત્યાં સુધી મોક્ષ કદી પણ મળી શકે જ નહિ.
એ શાસ્ત્રીય મુખ્ય પ્રરૂપણા છે. પ્રશ્ન ૪૭૭- જેને ત્યાગ શું તેનો વાસ્તવિક ખ્યાલ નથી, તેવો બાળક સંસાર છોડે એમ કહેવું શું
અયોગ્ય નથી, ? વાસ્તવિક ત્યાગ આવે ત્યારે જ દિક્ષા લઈ શકાયને ? સમાધાન- એ સઘળી વાતો સંસ્કારપરત્વે છે. આપણામાંથી ઘણા પચાસ વર્ષના થશે તો પણ તરી