Book Title: Siddhachakra Varsh 01 - Pakshik From 1932 to 1933
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
(ર)
શ્રી સિદ્ધચક્ર. ૧
(પાક્ષિક)
-: : : ઉદેશ :::વાર્ષિક લવાજમ રૂા. ૨૦,
છુટક નકલ રૂા. ૭-૧-૬ આ પાક્ષિક પત્ર મુખ્યતાએ નવપદોમય શ્રી સિદ્ધચક્રની આરાધના અને શ્રી આચામામ્ય વર્ધમાન તપની પ્રવૃત્તિ પોષવા સાથે આગમની મુખ્યતાવાળી દેશના, અને શંકાના સમાધાનોનો ફેલાવો કરશે -
दुष्कर्मसानुभिद्वनं सर्वसंपत्तिसाधकं ।
• માયાનોપનિષદ્ભૂત સિદ્ધવ સલાડ ભાવાર્થ - દુષ્કર્મોને ભેદવામાં વજસમાન, સર્વ સંપત્તિનું સાધક,
આગમોના સારભૂત શ્રી સિદ્ધચકનો સર્વદા આદર કરું છું. “આગમોદ્ધારક.”
પ્રથમ વર્ષ ) અંક ૨૧ મોર
મુંબઈ, તા. ૫-૮-૩૩, શનિવાર.
શ્રાવણ સુદ ૧૫
વિીર સંવત્ ૨૪૫૯ વિક્રમ ,, ૧૯૮૯
પર્વાધિરાજ પર્યુષણાપર્વ અને આપણી ફરજ ???
- પ્રતિ દિવસે પ્રાતઃકાળમાં ઉષાના પનોતા પગલાં આવે છે. આકાશ એની રમ્ય છટા ધારણ કરે છે. નભાંગણમાં વિવિધ રંગો પુરાય છે. પાછળથી દિવાકરરાજ પધારીને સમસ્ત પૃથ્વીને અજવાળે છે. જગત કોલાહલથી ગાજી ઊઠે છે. અનેક પ્રવૃત્તિઓનો પરિવાર સંસારને ભરી દે છે. જગતની એ જંજાળમાં અને કોલાહલમાં અનેક આત્માઓ એક બીજાને હાથે ત્રાસ અને સુખ અથવા ન્યાય અને અન્યાય પામે છે. સંસાર એ જાણે કોઈ કળાધરે ગોઠવેલી લાવણયમયી રંગભૂમિ હોય તેમ અનેક પ્રવેશો ભજવાઈ છેવટે આકાશમાં સંધ્યાની સોનેરી છાયા પથરાય છે, અને વિશ્વ જાણે તંદ્રામાં ઘેરાતું હોય તેમ માલમ પડે છે. આવા અનેક દિવસો ઉગ્યા છે અને આથમ્યા છે, ઉગે છે અને આથમે છે, તથા ઉગશે અને આથમશે ! પણ એ અનેક દિવસોમાં એક દિવસ પણ આપણને એવો મળ્યો છે કે જ્યારે આપણે શાંત ચિત્તે બેસીને આપણી આવક-જાવકનો હિસાબ કાચો હોય ? નફાતોટાનું સરવાયું ખેંચ્યું હોય? પણ એ કઈ આવકજાવક ? અને એ કયો નફો તોટો ? એ આવકજાવક પૈસાની નહિ પણ ધર્મ અધર્મની, અને એ નફાતોટો પણ અર્થનો નહિ, પણ પાપપુણ્યનો !