Book Title: Siddhachakra Varsh 01 - Pakshik From 1932 to 1933
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
સમાધાન-શાસ્ત્ર અને નીતિને અનુસરે તે જ મહાજન કહેવાય અને મોટી શાંતમાં પણ દેવેન્દ્રાદિક જેઓ તીર્થકરોની પૂજામાં પ્રવર્તેલા છે તેઓના પંથને અનુસરવા માટે જ એ અભિષેકના પંથને મહાજનનો પંથ ગણાવેલ છે. અજ્ઞાની ગાડરીયા ટોળાને કોઈ દિવસ કોઈપણ શાસ્ત્રકારે મહાજન કહ્યું નથી. સાચો શ્રાવકપણ ધર્મરત્ન પ્રકરણકારે તેને જ ગણ્યો છે કે જે ગાડરીયા ટોળામાં તણાય નહિ. અને તેથી લોકોને છઠ્ઠનો ક્ષય કરતાં દેખીને છઠ્ઠનો ક્ષય માનવો તે શાસ્ત્રાનુસારિયોને ઉચિત જ નથી.
પ્રશ્ન-ભાદરવા સુદ ૩નો ક્ષય કરવાથી પર્યુષણની બધી તિથિઓ પલટાઈ જાય તેના કરતાં છઠ્ઠનો ક્ષય માનવો શું સારો નથી ?
સમાધાન-શ્રાવણ વદ-૧૨ થી તે ભાદરવા સુદ-૫ સુધીમાં કોઈપણ તિથિનો ક્ષય હોય કે વૃદ્ધિ હોય તો તેમાં તિથિઓની પરાવૃત્તિ થાય એમ શાસ્ત્રકારો સ્પષ્ટ જણાવે છે અને તેથી જ હીર પ્રશ્નપ્રકાશમાં નીચે પ્રમાણે વિધાન છે.
પ્રશ્નોત્તર સમુચ્ચય તૃતીય પ્રવેશ: ૭ यदा चतुर्दश्यां कल्पो वाच्यते अमावास्यादिवृद्धौ वाऽमावास्यायां प्रतिपदि वाऽकल्पो वाच्यते तदा षष्ठतपः क्व विधेयम् ? इति प्रश्रोऽत्रोत्तरम् षष्ठतपोविधाने दिननैयत्यं नास्ति इति, यथारुचि तद्विधीयतामिति कोऽत्राग्रहः ॥ ७ ॥
ચતુર્દર્શીમાં કલ્પસૂત્ર વંચાય અને જ્યારે અમાવાશ્યાદિવૃદ્ધિ અમાવાશ્યા હોય ત્યારે એ અગર પડવાના દિવસે કલ્પસૂત્ર વંચાય છે ત્યારે છતપ ક્યારે કરવો? એ પ્રશ્નના સમાધાનમાં જણાવે છે કે - છક તપના વિધાનમાં દિનનું નિયમિતપણું નથી એ હેતુથી યથારૂચી તે છઠ્ઠ તપ કરવો તેમાં આગ્રહ શો ?
કલ્પધરના દિવસને માટે ચૌદશ અમાવાગ્યા અને પડવો એ ત્રણે તિથિઓ હોય એમ સ્પષ્ટ જણાવે છે અને તે ઉપરથી સ્પષ્ટ થાય છે કે સંવત્સરીની તિથિને તેમજ પાંચમને અનુસરીને પર્યપણાd દિવસોની વ્યવસ્થા શાસ્ત્રકારોએ માનેલી છે. માટે તિથિના પલટાના બહાને પાંચમ જેવી તિોિન લવે માનવો કે હંમેશાં પ્રામાણિકપણે લેવાતું ટીપ્પણું છોડીને છઠ્ઠનો ક્ષય માનવો તે વ્યાજબી જ ને.
પ્રશ્ન-શ્રાવણ વદી અમાવાશ્યાના દિવસે સૂર્યગ્રહણ હોવાથી તેની અસજઝાય છે કે નહિ ? અને છે તો ક્યાંથી ક્યાં સુધીની અને કેટલી છે ?
સમાધાન - આવશ્યકનિર્યુક્તિ, વ્યવહાર-ભાષ્ય, અને સામાચારી વિગેરે ગ્રંથોમાં ચંદ્ર ના સૂર્ય બન્નેના ગ્રહણોની અસક્ઝાય સ્પષ્ટપણે કહેલી છે અને તે અસઝાય જે વખતથી ગ્રહણ લાગે તે વખતથી તે અહોરાત્રનો જેટલો ભાગ બાકી હોય તે બધો અસઝાયમાં ગણાય છે.
માટે ગ્રહણની સજઝાય લૌકિક છે અને જૈનોને તેની સાથે લાગતું વળગતું નથી એમ કહેનારા કાંતો શાસ્ત્રને જાણતા નથી અથવા જાણતા હોય તો શાસ્ત્રની શ્રદ્ધાવાળા નથી.
“સૂર પૂમોરારીસંલૂસિયાં પહોર પરિનિરૂ'',
અર્થ-સૂર્યનું ગ્રહણ થયું હોય તો અહોરાત્ર આવતમાં દૂષિત અને ઇતર (દૂષિત સિવાયના પણ) અહોરાત્ર (સ્વાધ્યાયમાં) છોડવો જ જોઈએ.
યાદ રાખવું કે વાચના પણ સ્વાધ્યાયનો ભેદ છે અને અસ્વાધ્યાયમાં વાંચવાવાળાને